Home /News /dharm-bhakti /PALMISTRY: હથેળી પર Yનું નિશાન બનાવશે અમીર અથવા કરશે બરબાદ? હાથ જોઈ સમજો

PALMISTRY: હથેળી પર Yનું નિશાન બનાવશે અમીર અથવા કરશે બરબાદ? હાથ જોઈ સમજો

ફાઇલ તસવીર

Lucky Sign In Your Palm: હથેળી પરના દરેક નિશાનનો વિશેષ અર્થ હોય છે. હસ્તરેખાશાસ્ત્રના નિષ્ણાતોનું કહેવું છે કે દુનિયામાં એવા બહુ ઓછા લોકો હશે જેમની હથેળી પર 'Y' અક્ષર બનેલો હોય. એવું કહેવાય છે કે જેની હથેળી પર આ અક્ષર હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે.

વધુ જુઓ ...
    આપણા ભાગ્યના ઘણા મોટા રહસ્યો હથેળી પર રહેલી રેખાઓમાં કેદ હોય છે. શું તમે ક્યારેય નોંધ્યું છે કે આ રેખાઓ આપણી હથેળી પર કેટલાક ખાસ અક્ષરો અથવા નિશાન બનાવે છે. હથેળી પરના દરેક નિશાનનો વિશેષ અર્થ હોય છે. હસ્તરેખાશાસ્ત્રના નિષ્ણાતોનું કહેવું છે કે દુનિયામાં એવા બહુ ઓછા લોકો હશે જેમની હથેળી પર 'Y' અક્ષર બનેલો હોય. એવું કહેવાય છે કે જે લોકોની હથેળી પર આ અક્ષર હોય છે તે લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. ચાલો આજે તમને આ લોકો વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ.

    એવું કહેવાય છે કે જો Yનું નિશાન વ્યક્તિના કાંડા પર બ્રેસલેટ રેખા અને જીવન રેખાની બરાબર વચ્ચે હોય તો આવા લોકો જીવનમાં મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. જો કે, કેટલાક સંજોગોમાં આવા લોકોને જીવનમાં મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે.

    હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, જે લોકોની હથેળી પર Y નો આકાર બનેલો છે, તેમાંથી મોટાભાગના લોકો વ્યવસાય-કારોબાર કરવાનું પસંદ કરે છે. આવા લોકો જીવનમાં ઘણું નામ કમાય છે. તેમનું કાર્ય વિદેશમાં ફેલાય છે. તેમની પાસે ક્યારેય પૈસાની કમી થતી નથી અને તેમનું માન-સન્માન ડગમગતું નથી. આ લોકોનું જીવન લક્ઝરીમાં પસાર થાય છે અને તેમને ક્યારેય કોઈ વસ્તુની કમી નથી થતી.

    આ પણ વાંચો: Palmistry: હથેળીમાં શુક્ર પર્વત પર માછલીનું નિશાન હોય તે ખૂબ શુભ, આવી વ્યક્તિ ધનવાન બને

    જે લોકોની હથેળી પર આ Y અક્ષર બનેલો હોય છે, તેમને બીજાની નીચે કામ કરવાનું પસંદ નથી હોતું. આવા લોકો પોતાનો રસ્તો જાતે બનાવવામાં માને છે. તેઓ જોખમ લેવાથી ડરતા નથી કે મોટા રોકાણની ચિંતા લેતા નથી. આ લોકોની આ ગુણવત્તા તેમને જીવનમાં મોટી વ્યક્તિ બનવા તરફ લઈ જાય છે. જો કે, તેમનું મોટાભાગનું જીવન વ્યસ્તતામાં પસાર થાય છે.


    નુકસાન ક્યારે થાય છે?


    જો હથેળી પરની નાની રેખા જીવન રેખામાંથી નીકળીને ઊંધું Y નું નિશાન બનાવે તો તે અશુભ માનવામાં આવે છે. હસ્તરેખાશાસ્ત્રના નિષ્ણાતો તેને જીવનની કટીંગ લાઇન માને છે. એટલે કે આ રેખા વ્યક્તિની ઉંમરમાં ઘટાડો દર્શાવે છે. આ લોકોને જીવનમાં બીમારીઓનો પણ સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યના મોરચે ખર્ચો ઘણો વધારે રહે. પરિવારમાં બીમાર લોકોની તબિયત પાછળ પણ ઘણા પૈસા ખર્ચવામાં આવે છે.
    Published by:Damini Patel
    First published:

    Tags: Dharm Bhakti, Palmistry

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन