Home /News /dharm-bhakti /Bad Luck Sign on Palm: હથેળી પરની આ રેખા આપે છે ખરાબ સંકેત, હાથમાં નહિ ટકે પૈસા
Bad Luck Sign on Palm: હથેળી પરની આ રેખા આપે છે ખરાબ સંકેત, હાથમાં નહિ ટકે પૈસા
જાણો શું કહે છે તમારા હાથની રેખાઓ
Palmistry astrology: વ્યક્તિના હાથની રેખાઓ તેના ભવિષ્યના લઈને કેટલાક સંકેત આપતી હોવાનું માનવામાં આવે છે. અશુભ રેખાઓ વ્યક્તિના જીવનમાં આર્થિક તંગીઓ લાવે છે. જો હાથમાં આ પ્રકારની રેખો હોય તો વ્યક્તિએ સતર્ક રહેવું જોઈએ.
ધર્મ ડેસ્ક: વ્યક્તિના હાથની હસ્તરેખાઓ તેના ભવિષ્યના લઈને કેટલાક સંકેત આપતી હોવાનું માનવામાં આવે છે. હથેળીની અશુભ રેખાઓ વ્યક્તિનું દુર્ભાગ્ય દર્શાવે છે, જ્યારે સારી રેખાઓ સદ્ભભાગ્ય. અશુભ રેખાઓ વ્યક્તિના જીવનમાં આર્થિક તંગીઓ લાવે છે. જો હાથમાં આ પ્રકારની રેખો હોય તો વ્યક્તિએ સતર્ક રહેવું જોઈએ. વ્યક્તિ પોતાના વ્યવહારોમાં ફેરફાર કરીને કેટલીક અપ્રિય અને અનિચ્છનિય ઘટનાઓથી બચી શકે છે. હાથ પરની અશુભ રેખાઓ વૈવાહિક અને પારિવારિક જીવનમાં પણ સમસ્યાઓ વધારી શકે છે. તો ચાલો જાણીએ કઈ હસ્ત રેખાઓને અશુભ માનવમાં આવે છે.
હાથમાં રાહુ રેખા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હાથમાં રાહુ રેખા હોય તેવા લોકોનું જીવન ચિંતાજનક રહે છે અને કામમાં વારંવાર અવરોધ આવે છે. રાહુ રેખાને ચિંતા રેખા, વિઘ્ન રેખા અથવા તણાવ રેખા પણ કહેવાય છે. આ રેખા હથેળીમાં મંગળ પર્વતની નીચેથી શરૂ થાય છે. હાથના અંગૂઠાના નીચેના ભાગથી શરૂ થઈને જીવન રેખા તરફ જતી રેખાઓને ચિંતા રેખા ચલે કે રાહુ રેખાઓ કહેવામાં આવે છે. આવા લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ સતાવતી હોય છે.
હથેળી પર ત્રાંસી અને અસ્તવ્યસ્ત રેખાઓ
જે લોકોની હથેળીની રેખાઓ ખૂબ જ કપાયેલી અને ત્રાંસી હોય છે, તો તેવી રેખાઓને શુભ માનવામાં આવતી નથી. આ રેખાઓ સારું ફળ આપતી નથી. આ રેખાઓના કારણે વ્યક્તિને જીવનમાં સતત નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. આવી રેખાઓના કારણે વ્યક્તિનું જીવન આ રીતે મૂંઝવણમાં રહે છે.
હાથમાં શનિ પર્વત પર ક્રોસનું નિશાન હોય તેવા વ્યક્તિના ભાગ્યમાં હંમેશા નિરાશાવાદી દૃષ્ટિકોણ જોવા મળતો હોય છે. આવા લોકો જીવનમાં સતત બદનામી સહન કરે છે. આ સાથે જ આવા લોકોના જીવનનો અંત ખૂબ જ ખરાબ હોય છે.
વ્યક્તિની લગ્ન રેખા ઘણી શાખાઓમાં વહેંચાયેલી હોય અથવા ઘણી જગ્યાએ કપાઈ જાય તો તેના દાંપત્ય જીવનમાં સમસ્યાઓ ઉભી થાય છે. જીવનસાથી સાથે મતભેદ અલગ થવા તરફ પણ દોરી જાય છે. આ સાથે જ આ લોકો નોકરીમાં પણ પરેશાન રહે. વિવાહ રેખા પર કોઈપણ પ્રકારનું નિશાન ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર