Union
Budget 2023

Highlights

Home /News /dharm-bhakti /'P' નામના લોકો હોય છે ખૂબ જ જિદ્દી, જીવે છે એકાંકી જીવન, નાની વાતોમાં પાર્ટનર સાથે કરે છે ઝઘડો

'P' નામના લોકો હોય છે ખૂબ જ જિદ્દી, જીવે છે એકાંકી જીવન, નાની વાતોમાં પાર્ટનર સાથે કરે છે ઝઘડો

P નામ જ્યોતિષ શાસ્ત્ર

P Name Astrology: જ્યોતિષ શાસ્ત્રની મદદથી કોઈ પણ વ્યક્તિના ગુણ, સ્વભાવ અને ભાગ્યને ઓળખી શકાય છે. તો ચાલો જાણીએ Pથી શરુ થતા નામ વાળનો સ્વભાવ કેવો હોય છે.

ધર્મ ડેસ્ક: જીવનમાં નામ અનેરૂં મહત્વ ધરાવતું હોય છે. માણસ તેના યશ-મોભાની સાથે પોતાના નામ, તેના અર્થ અને પ્રભાવને કારણે પણ ઓળખાય છે. શાસ્ત્રો અનુસાર નામ માત્ર આપણી ઓળખ નથી, તે આપણી રાશિ અને નક્ષત્રની જાણકારી આપે છે. જ્યોતિષમાં માનનારા લોકોનું માનવું છે કે, તેના દ્વારા કોઈપણ વ્યક્તિના વર્તમાન અને ભવિષ્યની આગાહી કરી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રની મદદથી વ્યક્તિના ગુણ, સ્વભાવ અને ભાગ્ય જાણી શકાય છે. ત્યારે અહીં 'P' નામના વ્યક્તિના સ્વભાવ અંગે જાણકારી આપવામાં આવી છે.

'P' નામના લોકો સૂર્ય, બુધ અને શનિ ત્રણેય ગ્રહોથી પ્રભાવિત હોય છે. આ ત્રણેય ગ્રહો એકબીજા સાથે ગાઢ મજબૂત સંબંધ બનાવે છે. બુધ અને સૂર્ય વચ્ચે મજબૂત જોડાણ છે, જ્યારે શનિ મહારાજ સૂર્ય ભગવાન સાથે દુશ્મની અને દ્વેષ ભાવ ધરાવે છે. આ ગ્રહોના પ્રભાવને કારણે 'P' નામના લોકો શિસ્તબદ્ધ જીવનશૈલીનું પાલન કરે છે. તેઓ બુદ્ધિશાળી અને જાણકાર વ્યક્તિઓ હોય છે. પી નામના જાતકો દેખાવે ખૂબ જ સુંદર હોય છે. તેઓ સારા જીવનસાથી બને છે.

પોતાના ઝડપી મગજ અને કાર્યક્ષમ નેતૃત્વના કારણે પોતાના બિઝનેસને સફળ મુકામ પર લઈ જાય છે. જોકે, પ્રેમની બાબતમાં નસીબ તેમનો સાથ નથી આપતું. તેમને પ્રેમી મળે છે, પરંતુ ક્યારેક તેની સાથે ઝઘડો થાય છે અથવા પાર્ટનર તેમને છોડીને જતો-જતી રહે છે. તેમનો પ્રેમસંબંધ લાંબો સમય ચાલતો નથી.

 આ પણ વાંચો: Astro Tips: આ અક્ષરના નામ વાળા લોકો લગ્ન પછી બને છે ધનવાન, ચમકી ઉઠે છે કિસ્મત!

તેઓ વધારે અભિમાની પણ હોય છે. 'P' નામના લોકો પરિવાર તરફથી મળતા વધુ પડતા લાડને કારણે અહંકારથી ભરેલા હોય છે. તેઓ બીજાની ખામીઓ જોઈને બેચેન થઈ જાય છે. નામની શરૂઆતમાં P ધરાવતા લોકોને અલગ-અલગ અનુભવો કરવા માટે મુસાફરી કરવી ગમે છે. તેમને હરવા-ફરવાનો અનેરો શોખ હોય છે.

આ સિવાય P નામના લોકો ઘણીવાર તેમના વિશે અન્ય લોકો શું વિચારે છે તે વિશે ખૂબ કાળજી રાખે છે. તેથી જ તેઓ પોતાને પરફેક્ટ પર્સનાલિટી બનવવામાં કોઈ કસર છોડતા નથી. તેમની ઈમેજ અને પ્રતિષ્ઠા તેમના માટે ખૂબ મહત્વ ધરાવે છે.

આ પણ વાંચો: Numerology 2023: 5, 14 અને 23ના રોજ જન્મેલા લોકો માટે 2023 કેવું રહેશે? અહીં જાણો



રસપ્રદ વાત એ પણ છે કે, P અક્ષર નામના મોટાભાગના લોકોની આસપાસ રહસ્યભર્યું વાતાવરણ હોય છે કારણ કે તેઓ તેમના તમામ રહસ્યો મગજમાં જ છુપાવીને રાખે છે. આ નામના જાતકો કોઈની સામે સંપૂર્ણ રીતે ખુલતા નથી. તેઓ પોતાના અંગત જીવનની વાતો બીજા સાથે શેર કરવાનું પસંદ કરતા નથી. આ લોકો ક્યારેક એકલા જોવા મળે છે. તેઓ શું વિચારે છે અને શું અનુભવે છે? તે સમજવું ખૂબ મુશ્કેલ છે. તેઓ કલાકો સુધી વિચારોમાં જ પડી રહેવાનું પસંદ કરે છે.
First published:

Tags: Astro Tips, Astrology, Dharm Bhakti

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन