Home /News /dharm-bhakti /

જાણો, સ્ત્રીઓએ કેવી રીતે કરવી જોઈએ ભગવાન હનુમાનજીની પૂજા

જાણો, સ્ત્રીઓએ કેવી રીતે કરવી જોઈએ ભગવાન હનુમાનજીની પૂજા

  હનુમાનની ઉપાસનાથી જીવનના બધા કષ્ટ, સંકટ મટી જાય છે. એવુ કહેવાય છે કે હનુમાન એક એવા દેવતા છે જે થોડી પ્રાર્થના અને પૂજામાંથી જ શીધ્ર પ્રસન્ન થાય
  છે. હનુમાન જયંતિ ઉપરાંત મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીનુ પૂજન કરવા માટે સર્વશ્રેષ્ઠ છે.

  33 કરોડ દેવી-દેવતાઓમાંથી હનુમાનજી બળ, બુદ્ધિ અને આત્મવિશ્વાસ વધારનાર દેવતા છે. કળયુગમાં પણ જો સાધક સાચા મનથી તેમની આરાધના કરે તો તેને દરેક કષ્ટમાંથી મુક્તિ મળે છે. હનુમાનજી ભગવાન શંકરના અવતાર છે. તેમનો જન્મ વાયુદેવના અંશથી થયો હતો. હનુમાનજીની પૂજા સંદર્ભે માન્યતા પ્રવર્તે છે કે સ્ત્રીઓ હનુમાનજીની પૂજા ન કરી શકે, કારણ કે હનુમાનજી બ્રહ્મચારી હતા. પરંતુ આ વાત સંપૂર્ણપણે સત્ય નથી. સ્ત્રીઓ પણ હનુમાનજીની આરાધના કરી શકે છે, બસ તેના માટેના કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. તો આજે જાણી લો કઈ કઈ વાતો છે આ.

  આ કાર્યો કરી શકે છે સ્ત્રીઓ

  •  દીવો પ્રગટાવી શકાય છે.

  •  ગૂગળનો ધૂપ કરી શકે છે.

  • હનુમાન ચાલીસા, હનુમાનાષ્ટક, સુંદરકાંડનો પાઠ કરી શકાય છે.

  • હનુમાનજીને પ્રસાદ ધરાવી શકાય છે.


  આ કામ ન કરવા

  • હનુમાનજીનું અનુષ્ઠાન ન કરવું, તે લાંબો સમય ચાલે છે જે દરમિયાન સ્ત્રીઓનો રજસ્વલા થવાના દિવસો પણ આવતાં હોય છે.

  •  બજરંગ બાણનો પાઠ ન કરવો.

  •  પંચામૃતથી સ્નાન ન કરાવવું.

  •  વસ્ત્ર કે જનોઈ ન ચડાવવી


  આમ આ રીતે મહિલાઓ ભગવાન હનુમાનજીની પૂજા કરી શકે છે. માત્ર મહિલાઓએ અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
  Published by:Nisha Kachhadiya
  First published:

  Tags: Hanuman Ji

  આગામી સમાચાર