'ઓર્થોપેડિક હનુમાન' : તે મંદિર જ્યાં તુટેલાં હાડકાં પણ સંધાઇ જાય છે, જાણો કેવી રીતે
'ઓર્થોપેડિક હનુમાન' : તે મંદિર જ્યાં તુટેલાં હાડકાં પણ સંધાઇ જાય છે, જાણો કેવી રીતે
ઓર્થોપેડિક હનુમાન
Orthopedic Hanuman Temple: અહીં ઝાડનાં પાંદડા અને મૂળમાંથી આ ઔષધી તૈયાર કરવામાં આવે છે. જેને ચાવીને ખાવાથી શરીરનાં કોઇપણ અંગનાં હાડકામાં ફેક્ચર કેમ ન હોય તે દૂર થઇ જાય છે.
ધર્મ ભક્તિ ડેસ્ક: જો કોઇ વ્યક્તિનાં શરીરનાં કોઇ હાડકામાં ફેક્ચર આવ્યું છે તો હવે આપને પરેશાન થવાની જરૂર નથી. શરીરમાં કોઇપણ પ્રકારનું ફેક્ચર હોય આપ મધ્યપ્રદેશનાં દમોહ રોડ સ્થિત મોહાસમાં તેનો ઉપચાર કરાવી શકો છો. કહેવાય છે કે, આ મંદિરમાં આવવાથી લોકો પર હનુમાનજીની કૃપા વરસે છે અને તુટેલાં હાડકાં ઠીક થઇ જાય છે. આ મંદિરમાં લોકો દૂર દૂરથી દવા કરાવવાં આવે છે. દરેક મંગળવારે અહીં લોકોની ભારે ભીડ જમા થાય છે. અહીંનાં હનુમાનજીને 'ઓર્થોપેડિક સ્પેશાલિસ્ટ હનુમાનજી' કહેવાય છે.
મૂળમાંથી બનેલી ઔષધીઓ આપવામાં આવે છે-
આ મંદિરમાં 75 વર્ષ જુનાં પંડા સરમન પટેલ રહે છે. તે મંદિરમાં આવતાં તમામ દર્દીઓ માટે દવા આપવાનું કામ કરે છે. કહેવાય છે કે, અહીં ગત 40 વર્ષથી કામક રે છે. આ મંદિરમાં પહોંચ્યા બાદ તમામ ભક્તોને આંખો બંધ કરી દેવાનું કહેવામાં આવે છે. જ્યારે ભક્તો તેમની આંખો બંધ કરે છે ત્યારે તમામ પીડિતોને દવા ખવડાવવામાંઆવે છે.
અહીં ઝાડનાં પાંદડા અને મૂળમાંથી આ ઔષધી તૈયાર કરવામાં આવે છે. જેને ચાવીને ખાવાથી શરીરનાં કોઇપણ અંગનાં હાડકામાં ફેક્ચર કેમ ન હોય તે દૂર થઇ જાય છે.
આશીર્વાદથી જોડાઇ જાય છે હાડકું ઠીક-
દર્દીને દવા આપવાં અને હનુમાનજીનાં દર્શન કર્યા બાદ ઘરે મોકલી દેવામાં આવે છે. આ મંદિરમાં રોજ પીડિતોને ઔષધી આપવામાં આવે છે. મંગળવાર અહીં દર્શન કરવાં માટે આવવા માટે ખાસ દિવસ છે.
આ પણ વાંચો
પીડિતોને દવા મફતમાં આપવામાં આવે છે. તેમની પાસેથી કોઇ પ્રકારની રકમ વસુલવામાં આવતી નથી.
અહીં આસ્થા રાખી આવેલાં અને સ્વસ્થ થયેલાં ભક્ત દિશા જણાવે છે કે, થોડા દિવસ પહેલાં તેમનાં પગમાં ફ્રેક્ચર હતું. પણ કોઇપણ ડોક્ટરી ઇલાજ વગર તેણે હનુમાનજીનાં આશીર્વાદ અન ઔષધી લઇ સ્વસ્થ થઇ હતી. ત્યારથી તે અહીં કાયમ દર્શન કરવાં આવે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર