Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 9th Nov: જાણો આજે કેવો રહેશે તમારો આજનો દિવસ અને શું છે શુભ સંકેત

ORACLE SPEAKS 9th Nov: જાણો આજે કેવો રહેશે તમારો આજનો દિવસ અને શું છે શુભ સંકેત

ORACLE SPEAKS 9th Nov

ORACLE SPEAKS 9th Nov: તમે જે બાબતે યોજના બનાવી રહ્યા છો, તે માટે સારો સમય આવવાની સંભાવના જોવા મળી રહી છે. બિઝનેસ આઈડિયા તમને પ્રારંભિક સમયે સારા પરિણામ આપી શકે છે. પાર્ટનરશીપ કરવાથી મોટાઅંશે તમારી ચિંતાઓ દૂર થઈ શકે છે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  મેષ (Aries)- 21 માર્ચથી 19 એપ્રિલ


  કોઈ અંગત પારિવારિક મિત્ર પાસેથી કામ માટે નવા સૂચનો મળવાની સંભાવના છે. હાલમાં કોઈ બાબતે તમારા મનમાં ડિસ્ટ્રેક્શન ઊભું થઈ શકે છે. શેરીમાં રહેતા કેટલાક લોકો તમારા વિશે એક અલગ છાપ ઊભી કરી શકે છે. એક નાની શોર્ટ ટ્રિપ પર જવાથી તમને સારું લાગી શકે છે.

  લકી સાઈન- પતંગિયું

  વૃષભ (Taurus)- 20 એપ્રિલથી 20 મે


  એડવાન્સ સ્ટડી માટે પ્લાન કરતા સમયે તમારે કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તમને કોઈ ગ્રાન્ટ અથવા મદદ મળવાની સંભાવના જોવા મળી રહી છે. જો તમે ઘરેથી દૂર રહો છો તો, તમે ઘરે આવવાની ઉતાવળ હોઈ શકે છે. દરરોજ કસરત કરવી તે તમારું રુટીન બની શકે છે.

  લકી સાઈન- નિયોન સાઈન

  મિથુન (Gemini)- 21 મેથી 21 જૂન


  તમે જે બાબતે યોજના બનાવી રહ્યા છો, તે માટે સારો સમય આવવાની સંભાવના જોવા મળી રહી છે. બિઝનેસ આઈડિયા તમને પ્રારંભિક સમયે સારા પરિણામ આપી શકે છે. પાર્ટનરશીપ કરવાથી મોટાઅંશે તમારી ચિંતાઓ દૂર થઈ શકે છે.

  લકી સાઈન- સેલોન

  કર્ક (Cancer)- 22 જૂનથી 22 જુલાઈ


  તમે અગાઉ ભૂતકાળમાં તમારા સંબંધ માટે જે પણ નાના મોટા પ્રયાસ કર્યા હશે, તે સંકટ સમયે તમારા માટે ઉદ્ધારકર્તા તરીકે કામ કરી શકે છે. તમે કામને મેનેજ કરી શકો છો, પરંતુ હાલમાં તમારી પાસે ખૂબ જ કામ છે. જો તમે કોઈ કાયદાકીય મામલાઓમાં શામેલ છો, તો તે અંગેના પુરાવા સુરક્ષિત રહે તે બાબતનું ધ્યાન રાખો.

  લકી સાઈન- એન્ટીક આર્ટિકલ

  સિંહ (Leo)- 23 જુલાઈથી 23 ઓગસ્ટ


  અત્યારે કે બાદમાં તમે એ વાતનો સ્વીકાર કરી શકો છો કે ઉતાવળમાં લીધેલ તમામ નિર્ણયો ખરાબ પરિણામ આપતા નથી. ક્યારેક ક્યારેક એક નિશ્ચિત દિશામાં ચાલવું તે આપણું નસીબ જ હોય છે. તમે તમારી પસંદગી બાબતે ખૂબ જ કોન્ફિડેન્ટ છો, હવે અન્ય લોકો પણ તમારી પસંદગી બાબતે સહમત થઈ શકે છે.

  લકી સાઈન- ચાંદીનો સિક્કો

  કન્યા (Virgo)- 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર


  તમારો ભાઈ અથવા તમારું અંગત વ્યક્તિ તમારા કૌશલ્યનો ભરપૂર ઉપયોગ કરી શકે છે અને તે સ્કીલનું સમર્થન કરી શકે છે. તમે તમારા રસપ્રદ વિષયમાં આગળ વધવા માટે તક શોધી રહ્યા છો. કોઈ અંગત વ્યક્તિ તમારા પર તે બાબતે સતત ધ્યાન આપી રહી છે. તમારી પર્સનાલિટીમાં પણ નાના મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે.

  લકી સાઈન- પતંગ

  તુલા (Libra)- 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર


  ભૂતકાળની કેટલીક મજબૂત યાદો તમારા નવા દ્રષ્ટિકોણને પરિભાષિત કરી શકે છે. તમારે તે ભૂલ ફરીથી ન થાય તે બાબતનું ધ્યાન રાખવું જોઈએ. કેટલીક નાણાકીય પ્રગતિના કારણે તમારા જીવનની ગાડી ફરી પાટા પર આવી શકે છે.

  લકી સાઈન- વાદળી કાર

  વૃશ્વિક (Scorpio)- 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર


  અન્ય લોકોને પ્રેશર આપવાથી કામ થઈ શકતું નથી. જો તમારો ઈરાદો નક્કી જ છે, તમારે તમારી કમ્યુનિકેશન કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે. છેલ્લા કેટલાક મહિનાથી જે બિઝનેસમાં સંકટ જોવા મળી રહ્યું છે, તેમાં સુધારો જોવા મળી શકે છે.

  લકી સાઈન- તમારી મનપસંદ મિઠાઈ

  ધન (Sagittarius)- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર


  તમને અનેક નવા વિચારો આવી શકે છે, પરંતુ તમામ વિચારો તર્ક વગરના અને દિશાહીન છે. ઈન્ડસ્ટ્રીની કોઈ સિનિયર વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે, જેની સલાહ તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. જો તમે કોઈ રોમેન્ટીક રિલેશનશીપમાં સંકળાયેલા છો, તો તમારે રિલેશનશીપમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો જરૂરી છે.

  લકી સાઈન- ઈન્ડોર પ્લાન્ટ

  મકર (Capricorn)- 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી


  જો તમે કોઈ વ્યક્તિની પાછળ જવાનો અથવા તે પ્રગતિ કરે તે માટેની તક આપવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારે તે માટે એક સારો પ્રયાસ કરવાની જરૂર છે. આવનારા દિવસોમાં તમે તમારા કામને પૂર્ણ કરવા માટે અનેક વિકલ્પ રજૂ કરી શકો છો. તમારામાં વધુ આત્મવિશ્વાસ જોવા મળવાની સંભાવના છે.

  લકી સાઈન- કેન્ડલ સ્ટેન્ડ

  કુંભ (Aquarius)- 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી


  જે લોકો પર અન્ય લોકોનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે, તેઓ સક્રિયરૂપે રિવર્સ રોલ કરવા અંગે વિચારણા કરી શકે છે. તમે જે બાબત રજૂ કરો છો, ક્યારેક તે તમારા ઈમોશન પર હાવી થઈ શકે છે. તેમ છતાં તમારા મનમાં શું છે, તે અંગે અન્ય વ્યક્તિને જણાવવું મહત્ત્વપૂર્ણ છે. જો તમે કોઈ નવી નોકરી શોધી રહ્યા છો, તો તમને અનેક તક મળવાની સંભાવના રહેલી છે.

  લકી સાઈન- પીળો પત્થર

  મીન (Pisces)- 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ


  તમને તમારી એનર્જી અનસપોર્ટીવ લાગી શકે છે. તમે મેળવવાનું વિચારી રહ્યા છો, તે તમારા કાર્યોને અનુરૂપ નથી. ગેરસમજણ ન થાય તે માટે પબ્લિક ક્ષેત્રે સંકળાયેલા લોકો સાથે સાવધાનીપૂર્વક વાતચીત કરવી જોઈએ.

  લકી સાઈન- કપ હોલ્ડર
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology in gujarati

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन