Home /News /dharm-bhakti /Oracle speaks 9 January: આ લકીસાઈન સાથે રાખવાથી આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓનો થશે પ્રવેશ

Oracle speaks 9 January: આ લકીસાઈન સાથે રાખવાથી આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓનો થશે પ્રવેશ

ORACLE SPEAKS 9 January

Oracle speaks 9 January: કંઈક નવું શરૂ કરતા પહેલા તમે ખૂબ જ નર્વસ ફીલ કરી શકો છો. તમારી સાથે અદભુત શક્તિ છે. કોઈ નિશ્ચિત નિર્ણય લેવા બાબતે તમારા મનમાં મૂંઝવણ ચાલી રહી છે. આજે કોઈપણ બાબતે સફળતા મેળવવા માટે શરતોને પૂરી કરવાનો દિવસ છે. અન્ય લોકો કરતા તમે સહજતાથી આગળ વધશો અને તમારી પ્રશંસા પણ કરવામાં આવશે.

વધુ જુઓ ...

  મેષ (Aries): 21 માર્ચથી 19 એપ્રિલ


  તમને સરપ્રાઈઝ મળી શકે છે અને તમે ઊજવણી કરી શકો છો. ગ્રહોને કારણે નવું ગઠબંધન થઈ શકે છે અને તમે રોકાણ પણ કરી શકો છો. વાતચીત કરવા દરમિયાન શાંત રહો. ક્રિટિકલ એનેલિસિસ કરવામાં તમારો સમય પસાર કરો.

  લકીસાઈન- મીણનું પૂતળું

  વૃષભ (Taurus): 20 એપ્રિલથી 20 મે


  ભૂતકાળમાં લાગણીઓની બાબતે તમે ખૂબ જ પરેશાન રહી ચૂક્યા છો. હાલમાં તમને માનસિક શાંતિ મળી રહી શકે છે. અગાઉની કેટલીક બાબતોને કારણે તમને નુકસાન થઈ શકે છે.

  લકીસાઈન- નવું મોડેલ

  મિથુન (Gemini): 21મેથી 21 જૂન


  યોજનામાં અચાનક ફેરફાર થવાને કારણે તમારો આખો દિવસ સંપૂર્ણ રીતે બદલાઈ શકે છે. તમને કોઈ કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવી શકે છે. દિવસના અંતે તમારી મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. આ ઓળખાણ લાંબા સમય સુધી જળવાઈ રહેશે. બહારનું ભોજન ખાવાનું ટાળવું જોઈએ.

  લકીસાઈન- ચાંદીની વીંટી

  કર્ક (Cancer): 22 જૂનથી 22 જુલાઈ


  કંઈક નવું શરૂ કરતા પહેલા તમે ખૂબ જ નર્વસ ફીલ કરી શકો છો. તમારી સાથે અદભુત શક્તિ છે. કોઈ નિશ્ચિત નિર્ણય લેવા બાબતે તમારા મનમાં મૂંઝવણ ચાલી રહી છે. કોઈપણ બાબતે સ્પષ્ટતા પ્રાપ્ત કરવામાં વધુ સમય લાગી શકે છે.

  લકીસાઈન- ગુલાબનો છોડ

  સિંહ (Leo): 23 જુલાઈથી 22 ઓગસ્ટ


  આજે કોઈપણ બાબતે સફળતા મેળવવા માટે શરતોને પૂરી કરવાનો દિવસ છે. અન્ય લોકો કરતા તમે સહજતાથી આગળ વધશો અને તમારી પ્રશંસા પણ કરવામાં આવશે. આજે તમે જે કંઈપણ કરી રહ્યા છો, તેનુ ફળ તમને મળી શકે છે.

  લકીસાઈન- સૂર્યોદય

  કન્યા (Virgo): 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર


  આજના દિવસની શરૂઆત ધીમી થઈ શકે છે, પરંતુ દિવસનો બીજો તબક્કો શરૂ થાય ત્યાં સુધીમાં આ શરૂઆતમાં વેગ જોવા મળશે. તમારા રૂટીન પર પ્રેશર આવવાની સંભાવના રહેલી છે. આ સમસ્યાનું નિવારણ લાવવા માટે તમારે ખુદને થોડો સમય આપવાની જરૂર છે. આજની સાંજ ખૂબ જ સારી અને હળવાશભરી હશે.

  લકીસાઈન- લાંબી ઈમારત

  તુલા (Libra): 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર


  ઘણા વર્ષો બાદ તમે મેચ્યોર થયા છો. તમે કોઈપણ સિચ્યુએશન ખૂબ જ સારી એનેલાઈઝ કરી શકશો અને તેને મેનેજ કરી શકશો. લોકો તમારી પાસે કંઈક સારું કરવાની અપેક્ષા રાખી રહ્યા છે. તમે આ વિચાર પર કઈ રીતે ખરા ઉતરો છો, તે તમારા પર નિર્ભર કરે છે. કોઈ અંગત વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

  લકીસાઈન- વોલેટ

  વૃશ્વિક (Scorpio): 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર


  તમે જે વ્યક્તિ માટે કમિટેડ છો, તમારે સૌથી પહેલા તેનું કાર્ય કરવું જોઈએ અને તેને સૌથી પહેલો દરજ્જો આપવો જોઈએ. તમારા સંબંધમાં આ બાબતની કમી હોવાને કારણે તમારા બંને સંબંધોમાં ખટાશ આવી શકે છે. જો તમે પ્રોપર્ટી ડીલિંગ કરો છો, તો તમે કોઈ સારા સમયની રાહ જોઈ શકો છો.

  લકીસાઈન- એમરેલ્ડ

  ધન (Sagittarius): 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર


  આજનો દિવસ ગતિશીલ હોવાને કારણે તમને અનેક તક મળશે. તેઓ આજના દિવસ માટે નાના સાબિત થઈ શકો છો, પરંતુ બાબત ખૂબ જ રસપ્રદ છે. જે નિર્ણયો વારંવાર પાછળ ઠેલવામાં આવી રહ્યા છે, તમારે તેના પર વિચાર કરવો જોઈએ. મેસેજ અને કોલનો જવાબ આપવો તે એક સારો આઈડિયા છે.

  લકીસાઈન- ગોલ્ડન એમ્બ્રોઈડરી

  મકર (Capricorn) : 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી


  કોઈપણ વિશેષ ધ્યાન આપ્યા વગર દિવસ નિયમિત રીતે પસાર થાય તે માટે એનર્જી જરૂરી છે. આ એનર્જીનો શું ઉપયોગ કરી શકાય? તે માટે તમે પ્લાન બનાવી રહ્યા છો. તમારો જિગરી મિત્ર તમને કહ્યા વગર તમને મળવા માટે આવી શકે છે. તમને તમારા લાઈફ પાર્ટનરના આરોગ્યની ચિંતા થઈ શકે છે.

  લકીસાઈન- મધમાખી

  કુંભ (Aquarius): 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી


  તમે સ્વપ્નમાં રાચી રહ્યા છો અને તમે કોઈ વ્યક્તિને ખૂબ જ યાદ કરી રહ્યા હશો. તમારે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ અને ભવિષ્યમાં આગળ કેવી રીતે વધી શકાય તે અંગે વિચાર કરવો જોઈએ. તમારા જીવનને નવી દિશા આપવા માટે તમને એક શાનદાર તક મળી શકે છે.

  લકીસાઈન- શણની થેલી

  મીન (Pisces): 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ


  તમને ડર લાગી રહ્યો છે કે, જો તમે તમારી લાગણી જણાવશો તો તમને હર્ટ થઈ શકે છે. જો તમે તમારી લાગણી નહીં જણાવો તો તમને સતત ચિંતા થતી રહેશે. તમે લખીને તમારી લાગણી જણાવી શકો છો. અંગત મિત્ર તમારું સિક્રેટ જાણે છે, તમે તેના પર નિર્ભર રહી શકો છો.

  લકીસાઈન- તળાવ
  First published:

  Tags: Aaj nu rashifal, Gujarati Rashi, Rashi bhavishya

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन