Home /News /dharm-bhakti /Oracle Speaks 8 Nov: કઈ રાશિને થશે આજે ધનલાભ, જાણો આજનું રાશિફળ

Oracle Speaks 8 Nov: કઈ રાશિને થશે આજે ધનલાભ, જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS 8th Nov

Oracle Speaks 8 Nov: તમારા માટે આ દિવસ એક તેજસ્વી દિવસ છે અને તમે તેની સાથે સંરેખિત હોય તેવું લાગે છે. પેન્ડિંગ કાર્ય, લાંબા સમયથી ભૂલી ગયેલી કામની યાદી બધા જ કામો હવે થઇ શકશે. ઘરની જવાબદારીઓ આજે પાછળ રહી શકે છે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  મેષ : 21 માર્ચ-19 એપ્રિલ


  તમારી બધી લાગણીઓને એક જ વારમાં વ્યક્ત કરવાનો સમય છે. તમે પણ હાલ આ લાગણીઓને બહાર કાઢવા માટે રાહ જોઈ રહ્યા છો. દિવસ મધ્યમ રહેશે. તમે હવે થોભો અને રાહ જુઓના મૂડમાં નથી. સવારના કલાકો કામ માટે યોગ્ય છે.

  લકી સાઇન - તારો

  વૃષભ : 20 એપ્રિલ-20 મે


  અન્ય લોકો તમને સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ તમે હજી પણ એક રહસ્ય સમાન જ છો જે અન્યને મૂંઝવણમાં મૂકશે. તમે કરી રહેલ ચાલાકીમાં સફળ રહેશો. જૂની તક પર ફરીથી વિચાર કરવાનો સમય છે.

  લકી સાઇન - સિરામિક પ્લાન્ટર

  મિથુન : 21 મે - 21 જૂન


  તમારી નજીકના લોકો ક્યારેક તમારી અપેક્ષા મુજબ નહીં વર્તે, પરંતુ આ એક સામાન્ય વાત છે. અન્ય વ્યક્તિની પરિસ્થિતિ અને સંજોગોને સમજવું પણ જરૂરી અને મહત્વપૂર્ણ છે. તમે હાલ જરૂરી છે તેવી સેલ્ફ-ડિસ્કવરીની અણી પર છો.

  લકી સાઇન - એક નાઇટિંગેલ

  કર્ક : 22 જૂન-22 જુલાઈ


  જો તમે ઉછીના પૈસા લીધા હોય અથવા લોન લીધી હોય તો આપનાર સાથે તમારા સંબંધોમાં ખટરાગ સંભવ. તમારા ભવિષ્યની યોજના બનાવવાની પ્રક્રિયામાં તમે વર્તમાનમાં ઘણું ગુમાવી રહ્યાં છો. તમારા માતા-પિતાની સલાહને ગંભીરતાથી લો.

  લકી સાઈન - કાર્ડબોર્ડ બોક્સ

  સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ


  તમારી અને સિનિયર વચ્ચેની કેમેસ્ટ્રી પહેલા કરતાં વધુ સારી બનશે. તમારૂં સ્વીકૃતિ લેવલ અને તમારી માનસિક ક્ષમતા હાલમાં ઉચ્ચ કોટિની છે, પરંતુ તમને હજુ ઉપરના એક આગલા સ્તર સુધી પહોંચવામાં થોડો વધુ સમય લાગી શકે છે.

  લકી સાઇન - કેટર પિલર(કીટક-ઈયળ)

  કન્યા : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર


  તમામ બાબતોનું ધ્યાન રાખીને તમારી સંભાવનાનોને મહત્તમ કરો. તમારા કેટલાક નજીકના મિત્રો તમને સરપ્રાઈઝ આપવાનું વિચારી શકે છે. એક કામમાં તમારી મદદની જરૂર હશે.

  લકી સાઇન – રત્ન

  તુલા : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર


  કેટલીકવાર આપણે આપણી જ પોતાની લાગણીઓને સમજી શકતા નથી અને ખોટી વાતચીત કરીએ છીએ. તમે ગિલ્ટમાંથી બહાર આવી શકો છો અને આ પરિસ્થિતિને માનવીય છે તેમ માનશો. અત્યાર સુધી તમને અન્યના સાથ-સહકાર મળ્યા છે તો તે આગામી સમયમાં પણ મળતા રહેશે તેવો આશાવાદ જાળવી રાખો.

  લકી સાઇન - કાસ્ટ આયર્ન પાન

  વૃશ્ચિક : 24 ઓક્ટોબર - 21 નવેમ્બર


  જ્યારે બે મિત્રો લાંબા સમય પછી મળે છે, તે એક જાદુ જેવો અનુભવ હોય છે, જેનો તમે અનુભવ કરી શકો છો. જો તમને ભૂતકાળમાં કોઈ વસ્તુથી દુઃખ થયું હોય, તો તે વ્યક્ત કરવાનો સમય છે. તમે રાહત અનુભવશો.

  લકી સાઈન–મોટો પાર્ક

  ધનુ: 22 નવેમ્બર - 21 ડિસેમ્બર


  તમારા માટે આ દિવસ એક તેજસ્વી દિવસ છે અને તમે તેની સાથે સંરેખિત હોય તેવું લાગે છે. પેન્ડિંગ કાર્ય, લાંબા સમયથી ભૂલી ગયેલી કામની યાદી બધા જ કામો હવે થઇ શકશે. ઘરની જવાબદારીઓ આજે પાછળ રહી શકે છે.

  લકી સાઇન -એક મેરીગોલ્ડ ફૂલ

  મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી


  જો કાર્યસ્થળ પર કોઈ જુનિયર તેમની ચિંતા તમને કહે છે, તો તેમની મદદ કરો, જો તમે શેરબજાર સાથે સક્રિય રીતે વ્યવહાર કરી રહ્યા છો, તો તમે ઝડપથી પૈસા કમાઈ શકશો.

  લકી સાઈન - એક નિયોન પ્રકાશ

  કુંભ : 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી


  લોન્ગ રિલેશનશીપમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. આ ખૂબ જ અસ્થાયી તબક્કો છે. કામ પર તણાવ સામાન્ય કરતાં વધુ બની શકે છે. સંગીત એક સારો ઉપચાર બની શકે છે. તમે નાની યાત્રાનું પ્લાનિંગ પણ કરી શકો છો.

  લકી સાઈન - રેટ્રો સંગીત

  મીન : 19 ફેબ્રુઆરી - 20 માર્ચ


  એક ગ્રુપ તરીકે જો તમે કોઇ પ્લાન કરી રહ્યાં છો, તો તે હવે કામ કરશે તેની શક્યતા દેખાઇ રહી છે. એવું લાગે છે કે તમારી પાસે થોડો આનંદદાયક સમય આવવાની સંભાવના છે. નાણાંકીય બાબતો સ્વસ્થ જણાય.

  ઉપરથી લકી સાઇન - કાચનો દરવાજો
  First published:

  Tags: Aaj nu rashifal, Gujarati Rashifal

  विज्ञापन
  विज्ञापन