Home /News /dharm-bhakti /Oracle Speaks 8 February: આ રાશિના જાતકોનાં તમામ કાર્યો થઇ શકે છે પુરા, જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે

Oracle Speaks 8 February: આ રાશિના જાતકોનાં તમામ કાર્યો થઇ શકે છે પુરા, જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે

ORACLE SPEAKS

Oracle Speaks 8 February: તમારા નિર્ણય પર અડગ ન રહેવાનો પ્રયાસ કરો. કામ પરના સિનિયર લોકો તમારા પ્રભાવની સૂક્ષ્મ રીતે પ્રશંસા કરી શકે છે. એક વધારાની જવાબદારી તમારી માથે આવી શકે છે જે તમારા માટે પ્રગતિશીલ છે. તમારી જાતને સ્પષ્ટ રીતે વ્યક્ત કરો.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

મેષ (21 માર્ચ- 19 એપ્રિલ)


તમારી ઘરેલું બાબતો પર ધ્યાન આપવાનો અને ભવિષ્યના કેટલાક પ્લાનિંગ પર ચર્ચાઓ કરવા માટેનો આ યોગ્ય દિવસ છે. તમે અમુક વસ્તુઓ મુલતવી રાખા શકો છો, પરંતુ તેના પર જલ્દીથી ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. નજીકના ભૂતકાળનું કોઇ કનેક્શન ફરીથી સામે આવી શકે છે.

લકી સાઇન- મેરીગોલ્ડ

વૃષભ (20 એપ્રિલ- 20 મે)


આજના દિવસે થોડી ગંભીરતા અને જવાબદારીની ભાવના તમારા મન પર આવી શકે છે. તમારા વડીલો જે કહે છે તેની અવગણના ન કરશો, ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરો. નાણાંકીય રોકાણ કરવા માટે સારો દિવસ છે.

લકી સાઇન- પતંગિયુ

મિથુન (21 મે- 21 જૂન)


તમારી કુશળતા તમારી અપેક્ષા કરતા સારું ડિવિડન્ડ ચૂકવી શકે છે. જો તમારો ભૂતકાળ મુશ્કેલી ભર્યો રહ્યો હોય, તો શક્યતા છે કે તમને ટૂંક સમયમાં જ કોઈ યુનિક કાઉન્સેલર મળી શકે છે. વિદ્યાર્થીઓને જે અપેક્ષા છે તેના કરતા વધુ સારા પરિણામો મળી શકે છે.

લકી સાઇન- કરોડિયાની જાળી

કર્ક (22 જૂન- 22 જુલાઇ)


કોઈ જાણીતી વ્યક્તિ આર્થિક મુશ્કેલીમાં હોઈ શકે છે અને મદદ માટે તમારો સંપર્ક કરી શકે છે. ખાસ કરીને જો તમે કોઈ બિઝનેસમાં હોય તો રોકડ પ્રવાહ આશાસ્પદ લાગી શકે છે. જો નોકરીમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યા હોય તો તમે મુલતવી રાખી શકો છો.

લકી સાઇન- ઉગતો સૂર્ય

સિંહ (23 જુલાઇ- 22 ઓગસ્ટ)

આજનો દિવસ તમને વિચારવાના કેટલાક કારણો આપી શકે છે. તમારી સંસ્થા તમારી પાસેથી કોઈ પ્રકારની નેટવર્કિંગ લીડની અપેક્ષા રાખી શકે છે. કંઈક કિંમતી વસ્તુ જે ખોવાઈ ગઈ હતી તે હવે મળી શકે છે. આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે.

લકી સાઇન- માઉન્ટે વ્યૂ

કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)


તમે છેલ્લા કેટલાક દિવસોથી જેની રાહ જોતા હતા તે કંઈક નોંધપાત્ર ઘટના હવે થઈ શકે છે. તમારા કાર્યસ્થળ તરફથી સારા સમાચાર તમને ઉત્સાહિત કરે તેવી સંભાવના છે. પ્રાઇવસી ભંગ થવાને કારણે તમારું દૈનિક રૂટિન ખોરવાઈ શકે છે.

લકી સાઇન- આર્ટિફેક્ટ

તુલા (23 સપ્ટેમ્બર- 23 ઓક્ટોબર)


ટૂંક સમયમાં જ સેલિબ્રેશન આવી શકે છે. જો બિનઆયોજિત રીતે કંઈક થઈ રહ્યું છે, તો તમને સિલ્વર લાઇનિંગ મળી શકે છે. મહત્વપૂર્ણ નિર્ણયોમાં ઉતાવળ ન કરો, તેના પ્રત્યાઘાતો પડી શકે છે.

લકી સાઇન- પ્લેટિનમ રિંગ

વૃશ્વિક (24 ઓક્ટોબર- 21 નવેમ્બર)


તમારો નેચર અતિશય વ્યવહારુ હોવાને કારણે કોઈને નુકસાન થઈ શકે છે. તમારે તમારી અભિવ્યક્તિ કુશળતા પર કામ કરવું પડી શકે છે. તમે જે વિચાર્યું હશે તે બધું સંપૂર્ણ રીતે સાચું ન ઠરી શકે. તમારી ઉત્તેજનાઓને પાછળ રાખી શકો છો.

લકી સાઇન- ગોલ્ડન ડસ્ટ

ધન (22 નવેમ્બર- 21 ડિસેમ્બર)


આજનો દિવસ તમે ઇચ્છો તેટલો સારો હોઈ શકે છે. વધુ પડતું પર્ફોર્મ કરવા માટે તમારા મન પર વધારે દબાણ ન કરો. તમે બેસી રહેવાનું અથવા તમારું કાર્ય પૂર્ણ કરવાનું પસંદ કરી શકો છો. તમારી એનર્જીને રીફ્રેશ કરવાનો દિવસ છે.

લકી સાઇન- ચેરિશ્ડ મેમોરી

મકર (22 ડિસેમ્બર- 19 જાન્યુઆરી)


જો તમે કોઈ અજાણ્યા સ્થળ તરફ નવી સફરનું આયોજન કરી રહ્યા છો, તો તે મદદરૂપ સાબિત થઈ શકે છે. કોઈ વૃદ્ધ પિતરાઇ ભાઇ અથવા સંબંધી તમને પ્રેમથી યાદ કરી શકે છે. ટૂંકા ગાળાના ટ્રેડિંગ માટે સારો દિવસ છે.

લકી સાઇન- કબૂતર

કુંભ (20 જાન્યુઆરી- 18 ફેબ્રુઆરી)


તમારા નિર્ણય પર અડગ ન રહેવાનો પ્રયાસ કરો. કામ પરના સિનિયર લોકો તમારા પ્રભાવની સૂક્ષ્મ રીતે પ્રશંસા કરી શકે છે. એક વધારાની જવાબદારી તમારી માથે આવી શકે છે જે તમારા માટે પ્રગતિશીલ છે. તમારી જાતને સ્પષ્ટ રીતે વ્યક્ત કરો.

લકી સાઇન- ત્રણ કબૂતર

મીન (19 ફેબ્રુઆરી- 20 માર્ચ)


આગળનું પ્લાનિંગ કરવાનો દિવસ છે. આગળ વધવા માટે જરૂરી સ્કિલ્સ શીખવા માટે તમારી જાતને તૈયાર કરો. તમારા બોસને કોઇ ખાતરીની જરૂર પડી શકે છે. તમે પોતાને તમારા ઉદ્દેશોની નજીક જોઇ શકો છો.

લકી સાઇન- શેડ્સ ઓફ લીલેક
First published:

Tags: Aaj nu rashifal, Astrology

विज्ञापन