Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 8th December: કામ પર સામાન્ય કરતાં વધુ તણાવ રહી શકે, જાણો આજનું રાશિફળ
ORACLE SPEAKS 8th December: કામ પર સામાન્ય કરતાં વધુ તણાવ રહી શકે, જાણો આજનું રાશિફળ
ORACLE SPEAKS 8th December
Oracle Speaks 8th December: તમે સૌથી ખરાબ સ્થિતિ માટે તૈયાર છો, પરંતુ તે સાથે થોડું હળવું પણ મૂકો છે. ફાઇનાન્સ ક્ષેત્રના લોકો માટે આગળ સખત સમયની સંભાવના છે.તમે ઉત્સાહની નવી લહેર જોઈ શકો છો. આ સમયગાળો તમને તમારા કુશળતાના ક્ષેત્રમાં ખ્યાતિ અપાવે તેવી સંભાવના છે.
રોકાણ પર ટૂંક સમયમાં વળતરની અપેક્ષા રાખો, પછી ભલે તે ભાવનાત્મક હોય કે નાણાંકીય. તમારે તમારી આસપાસના લોકોને મક્કમ રીતે ના કહેવાનું શીખવું જ જોઇએ. જો કોઈ વ્યક્તિ તમને કોઈ બાબત માટે દોષી ઠેરવી રહ્યું હોય, તો તમારે તેને ગંભીરતાથી ન લેવું.
લકી સાઈન - માટીનો ઘડો
વૃષભ: 20 એપ્રિલથી 20 મે
તમે હમણાંથી તદ્દન સ્વ કેન્દ્રિત થઈ ગયા છો અને મહત્ત્વની માહિતીઓ ગુમાવી રહ્યા હશો. તમને વિચારવા લાયક ઓફર મળી શકે છે. બાળકો તાણનું નવું કારણ બની શકે છે, પરંતુ તે અસ્થાયી હોઈ શકે.
લકી સાઈન - પીળો ક્રિસ્ટલ
મિથુન: 21 મેથી 21 જૂન
તમે સૌથી ખરાબ સ્થિતિ માટે તૈયાર છો, પરંતુ તે સાથે થોડું હળવું પણ મૂકો છે. ફાઇનાન્સ ક્ષેત્રના લોકો માટે આગળ સખત સમયની સંભાવના છે, જેમાં શિક્ષણવિદોને સૌથી વધુ અસર થશે. મનોરંજનના વ્યવસાયમાં લોકોની વૃદ્ધિ થઈ શકે છે.
લકી સાઈન - મેઘધનુષ્ય જેવુ સ્ફટિક
કર્ક: 22 જૂનથી 22 જુલાઈ
જૂની પેટર્ન ધીમે ધીમે બદલાઈ રહી છે. તમે ઉત્સાહની નવી લહેર જોઈ શકો છો. આ સમયગાળો તમને તમારા કુશળતાના ક્ષેત્રમાં ખ્યાતિ અપાવે તેવી સંભાવના છે. વધુ પડતા કઠોર હોવાને કારણે મુશ્કેલી આવી શકે છે. ફ્લેક્સિબલ રહેવાનો પ્રયાસ કરો.
લકી સાઇન- ચંદ્રનો પત્થર
સિંહ: 23 જુલાઈથી 22 ઓગસ્ટ
નાની એવી દલીલો અલગ વળાંક લઈ શકે છે. શક્ય તેટલી વહેલી તકે આ બાબતને સમાપ્ત કરવાનો પ્રયાસ કરો. કલા ઉદ્યોગના લોકો સારા પૈસા કમાઇ શકે છે. રિટેલ બિઝનેસમાં રહેલા લોકોને પણ નફો આવતો જોવા મળી શકે છે.
લકી સાઈન - ગૂઝબેરી
કન્યા: 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર
અપેક્ષિત ન હોય તેવી જગ્યાઓ દ્વારા વ્યવસાયની તકો ખુલવાની સંભાવના છે. તમને કામ પર અથવા ઘરે કોઈ દબાવવાનો પ્રયાસ કરે તો ટૂંક સમયમાં જ તેની સામે અવાજ ઉઠાવવો પડી શકે છે. આજે સુખદ મેળાપ થવાની સંભાવના છે.
લકી સાઇન - કેશ બોક્સ
તુલા : 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર
ઉડ્ડયન અથવા સરકારી સેવાઓના ક્ષેત્ર રહેલા જાતકો માટે નવા માર્ગો ખૂલી રહ્યા છે. તમને કોઈ લોકપ્રિય સ્થળેથી આમંત્રણ મળ્યું હોય તો તમારે તેના પર વિચાર કરવો જ જોઇએ. બ્રેકઅપ થઈ શકે છે અને તમારે ભાવનાત્મક રીતે મજબૂત રહેવું જોઈએ.
વૃશ્ચિક: 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર
લાંબા સમય પછી બે મિત્રો મળે ત્યારે તે અદભૂત ક્ષણ હોય છે. જેનો તમને પણ અનુભવ થવાની સંભાવના છે. જો તમને ભૂતકાળમાં કોઈ વસ્તુથી દુ:ખ થયું હોય તો તેને વ્યક્ત કરવાનો સમય આવી ગયો છે. તમને ઘણી રાહતનો અનુભવ થશે.
લકી સાઈન - મોટું પાર્ક
ધન: 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર
આજે બધું જ વ્યવસ્થિત લાગે. બાકી રહેલું કાર્ય, લાંબા સમયથી ભૂલી ગયેલી કામની યાદી સહિતની બાબતો પર પગલાં લેવામાં આવશે અને પૂરા કરવા પ્રયત્નો કરવામાં આવશે. ઘરની જવાબદારીઓમાં આજે પીછેહઠ થઈ શકે છે.
લકી સાઈન - મેરીગોલ્ડનું ફૂલ
મકર: 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી
નોકરી ધંધાના સ્થળે કોઈ જુનિયર તેમની સમસ્યા તમારા ધ્યાનમાં લાવે, તો તેમની સમસ્યાઓને ઉકેલવા માટે સમય કાઢો. વેપારની પ્રવૃત્તિમાં જોડાયેલા જાતકો ઝડપી પૈસા કમાશે.
લકી સાઈન - નિયોન લાઈટ
કુંભ : 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી
લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ થોડી ગૂંચવાઈ શકે છે. જોકે, આ ખૂબ જ કામચલાઉ તબક્કો છે. કામ પર તણાવ સામાન્ય કરતા વધારે થઈ શકે છે. સંગીત સારી થેરાપી બની શકે છે.
લકી સાઈન - રેટ્રો મ્યુઝિક
મીન: 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ
જૂથ તરીકે જો તમે કોઈ યોજના બનાવી રહ્યા હોવ તો તે હવે આકાર લે તેવી સંભાવના છે. અમુક બાબતો લાંબા સમયથી મુલતવી રાખવામાં આવી રહી હોવાનું લાગે છે. તમને થોડો આનંદદાયક સમય મળે તેવી સંભાવના છે. નાણાંકીય બાબતો ઉપર તરફ આગળ વધતી જણાય.
લકી સાઈન - કાચનો દરવાજો
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર