Home /News /dharm-bhakti /Oracle Speaks 7 October : આ રાશિના જાતકો માટે નાણાંકીય પ્રવાહ સારો રહેશે, જાણો આજનું રાશિફળ

Oracle Speaks 7 October : આ રાશિના જાતકો માટે નાણાંકીય પ્રવાહ સારો રહેશે, જાણો આજનું રાશિફળ

આ રાશિના જાતકો માટે નાણાંકીય પ્રવાહ સારો રહેશે, જાણો આજનું રાશિફળ

Oracle Speaks 7 October: આ રાશિના લોકો પહેલા લીધેલા નિર્ણય વિશે ફરીથી વિચાર કરી શકો છો. નિઃસ્વાર્થપણે બીજાને મદદ કરવાની વૃત્તિ પણ અચાનક અનુભવાઈ શકે છે.જાણો શું કહે છે તમારું રાશિ ભવિષ્ય

  મેષ: 21 માર્ચ-19 એપ્રિલ

  તમે પહેલા લીધેલા નિર્ણય વિશે ફરીથી વિચાર કરી શકો છો. નિઃસ્વાર્થપણે બીજાને મદદ કરવાની વૃત્તિ પણ અચાનક અનુભવાઈ શકે છે. તમે જેની મદદ કરી હતી તે ઉપકાર પરત કરી શકે છે.

  લકી સાઇન - જરદાલુ

  વૃષભ: 20 એપ્રિલ-20 મે

  તમારી આંતરિક લાગણીઓને કબૂલ કરવા માટે આ એક સુંદર દિવસ છે. તમને અગાઉ પણ આવી તકો મળી હશે, પરંતુ તમે એ હિંમત ક્યારેય નહીં કરી શક્યા હોવ. તમારા હૃદયને મોકળું કરો, જેથી તમે તેને સારી રીતે સમજી શકો.

  લકી સાઇન - કાળો ઓબ્સિડીયન

  મિથુન: 21 મે - 21 જૂન

  તમારી પરિપક્વતાને કારણે તમે મુશ્કેલ કામને સંભાળી શકો છો. તમારા દ્રષ્ટિકોણમાં વિકાસ અને સુધાર જોવા મળે તેવી શક્યતા છે. આ અઠવાડિયે સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ રહી શકે છે.

  લકી સાઇન - શણની ટોપલી

  કર્કઃ 22 જૂન-22 જુલાઇ

  તમે તમારા હિસાબે કોઈ ચોક્કસ કાર્યમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હશે, પરંતુ તેને સ્વીકૃતિ ન મળે તે શક્ય છે. કાર્યસ્થળ પર સકારાત્મક હિલચાલ જણાય છે, પરંતુ તે સામાન્ય કરતા ધીમી છે.

  લકી સાઇન - મેગેઝિન

  સિંહ: 23 જુલાઈ- 22 ઓગસ્ટ

  ઊંડી અને અર્થપૂર્ણ વાતચીત કરવા માટે આ એક આનંદદાયક દિવસ છે. તેમાંથી અર્થ કાઢવા માટે તમારે તેમાં સહભાગ લેવો પડશે. તમારી જાતને મેનેજ કરવાથી જલ્દી જ ફાયદો થશે.

  લકી સાઇન - મોર પીંછા

  કન્યા: 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર

  તમારી ભૂતકાળની ભૂલે કદાચ કેટલાક જખમો આપ્યા હશે, પરંતુ તે માફ કરવાનો અને ભૂલી જવાનો સમય છે. આજે તમે કોઈ અણધાર્યા આશ્ચર્યમાં મુકાઈ શકો છો, મોટે ભાગે કોઈ જૂના મિત્ર તરફથી તમને આશ્ચર્ય મળી શકે છે એક મૂંઝવણ કે જેણે તમારા મનને વ્યથિત કર્યું છે તે દૂર થઇ શકે છે.

  લકી સાઈન - પીળો નીલમ

  તુલા : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર

  તમારા માટે કોઈ સમાચાર કદાચ વહેતા થઇ ગયા હોય અને તમને ક્યારેય ન મળી હોય તેવી વ્યક્તિ સંપર્ક કરવા ઈચ્છે તેમ બને. મહત્વના લોકો માટે સમય કાઢવાનો પ્રયાસ કરો. જો તમે ટૂલ્સના વ્યવસાયમાં છો, તો તમને કર્મચારીઓની અછતનો સામનો કરવો પડી શકે છે.

  લકી સાઇન - પિરામિડ

  વૃશ્ચિક: 24 ઓક્ટોબર - 21 નવેમ્બર

  ચાલી રહેલી એકસમાન ગતિવિધિઓ વચ્ચે જીવનમાં નવી પેટર્ન રજુ થઇ શકે છે. તમને તમારા કામ માટે પ્રશંસા મળવાની સંભાવના છે અને ટૂંકી સફર પણ કાર્ડ પર છે. તમે જેની સાથે રોમેન્ટિક રીતે સંકળાયેલા છો તેની સાથે વધુ સમય વિતાવશો.

  લકી સાઇન - બ્લેક ટુરમાલાઇન

  ધન: 22 નવેમ્બર - 21 ડિસેમ્બર

  જો તમે કોઈ સમસ્યાને ઉકેલી શકતા નથી અથવા ભૂલી શકતા નથી તો તેને જવા દેવું વધુ સારું છે. કેટલીક બાબતોને ઉકેલવા માટે સમયસર જતી કરવીજ યોગ્ય છે. તમે કામ માટે સહયોગ મેળવવા કોઈ રસપ્રદ વ્યક્તિને મળી શકો છો. તમારું મન પણ હાલમાં નવીન વિચારોથી ભરેલું છે.

  લકી સાઇન - ટ્રંક

  મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી

  લાંબા સમય પછી, તમે હળવાશ અનુભવી શકો છો અને તમારા માટે સમય કાઢવાનું મન બનાવી શકો છો. ટૂંક સમયમાં કામના નવા રસ્તાઓ મળી આવશે, સતર્ક રહો. તમારા ભાઈ-બહેન કેટલાક નાણાંકીય દબાણમાંથી પસાર થઈ શકે છે.

  લકી સાઇન - રેશમનો દોરો

  કુંભ: 20 જાન્યુઆરી - 18 ફેબ્રુઆરી

  કામની નવી તકો મળી શકે છે. તમારે તેને ગંભીરતાથી ધ્યાનમાં લેવી જોઈએ. કંઈક અર્થપૂર્ણ વાત કરવા માટે માતાપિતાને તમારા તરફથી થોડા સમયની જરૂર પડી શકે છે. મહેમાનો આવવાની શક્યતાઓ હોઈ શકે છે. રોકડ નાણાં પ્રવાહ વધશે.

  લકી સાઇન - ડિઝાઇનર ઘડિયાળ

  મીન: 19 ફેબ્રુઆરી - 20 માર્ચ

  સરળ અભિગમ તમારા કામને સરળ બનાવી શકે છે. લોકો પાસેથી વધુ પડતી અપેક્ષા રાખવાથી ક્યારેક લાગણીઓ દુભાઈ શકે છે. તમે નાની પાર્ટીની અપેક્ષા રાખી શકો છો જ્યાં તમે સહુના આકર્ષણનું કેન્દ્ર બની શકો છો.

  લકી સાઇન - કબૂતર
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology, DharmaBhakti

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन