Home /News /dharm-bhakti /Oracle Speaks 7 February: આ રાશિના જાતકોનુ નસીબ રહેશે જોર પર, જાણો શું કહે છે આપનું રાશિ ભવિષ્ય અને શું છે લકી સાઈન

Oracle Speaks 7 February: આ રાશિના જાતકોનુ નસીબ રહેશે જોર પર, જાણો શું કહે છે આપનું રાશિ ભવિષ્ય અને શું છે લકી સાઈન

ORACLE SPEAKS

Oracle Speaks 7 February: તમારો આજનો દિવસ વાઇબ્રન્ટ એનર્જીથી ભરેલો દિવસ છે. જેને તમે હાલમાં જ ખૂબ વખાણી રહ્યાં હતા તેવી ઉર્જાથી આનો દિવસ પરિપૂર્ણ રહેશે. આવનારા સમયમાં તમારા કાર્યને નવો અર્થ મળશે. તમારી નજીકના કોઈ વ્યક્તિને વિશ્વાસ ને લઈને કેટલીક સમસ્યા થઈ શકે છે. તમારા પૈસા સમજી વિચારીને ખર્ચ કરવા ખૂબ જ જરૂરી છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

મેષ: 21 માર્ચ-19 એપ્રિલ


તમે ભૂતકાળમાં જે પણ કામ કર્યું છે તે પરિણામો બતાવવાનું શરૂ કરશે. આજનો દિવસ તમારા મહત્વના પ્રાથમિક કાર્યોને પૂરો કરવાનો રહેશે. મુસાફરીની યોજના મોકૂફ થઈ શકે છે.

લકી સાઈનઃ બ્લેક ક્રિસ્ટલ

વૃષભ : 20 એપ્રિલ-20 મે


કોઈની નવી ઉર્જા તમારા મૂડને ઉન્નત બનાવશે અને તમારી આસપાસ સૌહાર્દપૂર્ણ વાતાવરણ બનાવશે. જે વ્યક્તિ તમે થોડા મહિના પહેલા મળ્યા હતા તે કંઈક ઉપયોગી થઈ શકે છે અને તે માટે ફરીથી તમને મળી શકે છે. તમારી પાસે સારું નેટવર્ક છે, તમારે તમારા કાર્યને વિસ્તૃત કરવા માટે તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

લકી સાઈનઃ ક્લે બોક્સ

મિથુન: 21 મે-21 જૂન


તમે આજે સારા નસીબનો અનુભવ કરી શકો છો અને તે દિવસની સારી શરૂઆત તરફ દોરી જશે. બીજાઓ પાસેથી વધુ પડતી અપેક્ષા રાખવાથી નિરાશા મળી શકે છે. જો તમે કોઈની પાસેથી લોન લીધી હોય અથવા પૈસા ઉછીના લીધા હોય, તો તમારે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

લકી સાઈનઃ સ્પ્રિંગ

કર્કઃ 22 જૂન-22 જુલાઇ


જો તમે કોઈ બીજાના કામમાં ગડબડ કરી હોય, તો સંભવ છે કે તમારે પરિણામોનો સામનો કરવો પડશે. તમારો કોઈ નજીકનો મિત્ર કેટલીક ગોપનીય બાબતો શેર કરી શકે છે. તમે કોઈ ઈવેન્ટ અથવા ફંક્શનમાં હાજરી આપવા માટે જઈ શકો છો.

લકી સાઈનઃ બાસ્કેટબોલ કોર્ટ

સિંહ: 23 જુલાઈ- 22 ઓગસ્ટ


આજનો દિવસ તમારા મિત્રોને સમર્પિત અને તેમની ખુશીઓની ઉજવણી કરવાનો દિવસ છે, જો તમે રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે તો હવે તમારા રોકાણનો રિવોર્ડ મેળવી અને આનંદ માણવાનો સમય છે. જો કોઈ કોર્ટ કેસ પેન્ડિંગ હોય તો તે કેટલાક હકારાત્મક સમાચાર સામે આવી શકે છે.

લકી સાઈનઃ ખોખુ

કન્યા: 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર


સારી બાબતોમાં સમય લાગે છે અને અત્યાર સુધીમાં તમને તે સમજાઈ ગયું હશે. લાંબી રાહ જોયા પછી, હવે તમારા ભૂતકાળના કાર્યોનો લાભ મેળવવાનો સમય આવી ગયો છે. મુશ્કેલીમાં મુકાયેલો નજીકનો મિત્ર કેટલીક સારી સલાહ મેળવવા માટે તમારી મદદ લઈ શકે છે.

લકી સાઈનઃ ક્લિયર ક્વાર્ટઝ

તુલા: 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર


હાલ ચાલી રહેલી અરાજકતાના લાંબા સમય પછી આજે થોડી શાંતિ અને એકરૂપતા દેખાઈ શકે છે. તમારા સંબંધીઓ તમારી સાથે રોકાવા માટે મુલાકાત લઈ શકે છે. આતિથ્યની આ તક તમને થકવાડી શકે છે પરંતુ તે જ સમયે તમારા કાર્ય વિશેના સારા સમાચાર તમને ઉત્સાહિત કરી શકે છે.

લકી સાઈનઃ સિરિંજ

વૃશ્ચિક: 24 ઓક્ટોબર - 21 નવેમ્બર


તમારા જીવનમાં વેલી કોઈ નવી વ્યક્તિ સાથે તમને વધુ ફાવટ આવશે અને તેના સાથેની તમારી કેમિસ્ટ્રી તમને સતત ખુશ રાખશે. કોઈ એવો મુદ્દો જેને લઈ તમે લાંબા સમયથી વાત કરવા માંગતા હતા અને તેને વ્યક્ત કરવા માંગતા હતા તેની માટે હવે તમે વિચારી શકો છો. તમને હવે તમારી વાત કહેવાની હિંમત મળશે.

લકી સાઈનઃ પતંગ

ધન: 22 નવેમ્બર - 21 ડિસેમ્બર


તમારું ધ્યાન અને એકાગ્રતા લાંબા સમય પછી તમારી પાસે પાછા ફરશે. તમે હાલમાં જે સંશોધનમાં વ્યસ્ત છો તે તમને કેટલાક નક્કર પરિણામો આપી શકે છે. તમે પ્રગતિશીલ શૈક્ષણિક યાત્રામાં છો જે તમારા માટે લાભદાયક સાબિત થશે.

લકી સાઈનઃ ઓશીકું

મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી


તમારો આજનો દિવસ વાઇબ્રન્ટ એનર્જીથી ભરેલો દિવસ છે. જેને તમે હાલમાં જ ખૂબ વખાણી રહ્યાં હતા તેવી ઉર્જાથી આનો દિવસ પરિપૂર્ણ રહેશે. આવનારા સમયમાં તમારા કાર્યને નવો અર્થ મળશે. તમારી નજીકના કોઈ વ્યક્તિને વિશ્વાસ ને લઈને કેટલીક સમસ્યા થઈ શકે છે. તમારા પૈસા સમજી વિચારીને ખર્ચ કરવા ખૂબ જ જરૂરી છે.

લકી સાઈનઃ ફાર્મસી

કુંભ: 20 જાન્યુઆરી - 18 ફેબ્રુઆરી


તમે જે કરી રહ્યા હતા તેના પર પાછા જવા માટે તમારે તમારી સેલ્ફ ડ્રાઇવને દબાણ કરવાની જરૂર પડી શકે છે. કોઈ નજીકનો મિત્ર તમારી પ્રવાસ માટે તમારો સાથ ઈચ્છી શકે છે. હમણાં માટે તમારે કોઈપણ બાબતમાં પાછા રહેવાની સલાહ આપવામાં આવે છે. તમારે મોટા રોકાણો કરવા માટે કેટલાક ફંડની જરૂર પડી શકે છે.

લકી સાઈનઃ વુડન પ્લેન્ક

મીન: 19 ફેબ્રુઆરી - 20 માર્ચ


આજે તમારી પાસે પૈસાની બાબતોને લઈને કેટલીક વાતો સામે આવી શકે છે કેમ કે હાલ તમે પૈસાને લઈને જ કેટલીક અડચણોનો સામનો કરી રહ્યાં છો. જો કે હાલ સામે આવતી આ અડચણો કામચલાઉ હશે અને ટૂંક સમયમાં ફરીથી સારો ફ્લો શરૂ થઈ જશે. આજે તમને સોશિયલી એક્ટિવ રહેવાનુ પસંદ આવી શકે છે.

લકી સાઈનઃ રેઈનબો ક્રિસ્ટલ
First published:

Tags: Aaj nu rashifal, Astrology, Rashi bhavishya, Today Rashifal

विज्ञापन