Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 6th January: સિંહ રાશિના જાતકોએ જતુ કરતા શીખવું, મકરને મળશે સરપ્રાઈઝ, જાણો તમારૂં રાશિફળ

ORACLE SPEAKS 6th January: સિંહ રાશિના જાતકોએ જતુ કરતા શીખવું, મકરને મળશે સરપ્રાઈઝ, જાણો તમારૂં રાશિફળ

ORACLE SPEAKS 6 January

ORACLE SPEAKS 6th January: જો કોઈ બાબતમાં સમય લાગે તો અર્થ એ નથી કે, તે થશે જ નહીં. તમારે પ્રયત્ન કરવો જોઈએ અને ધીરજ રાખવી જોઈએ. વર્કપ્લેસ પર ટીકા થઈ શકે છે. તમારી જવાબદારીઓ તમને કડક ટાઈમલાઈનની યાદ અપાવશે. તમારા કામને તમારે ઝડપી બનાવવાની જરૂર પડી શકે છે.

વધુ જુઓ ...

  મેષ : 21 માર્ચ-19 એપ્રિલ


  આજનો દિવસ પોતાને સશક્ત કરવાનો અને કંઈક નવતર પ્રયોગ કરવાનો છે. અમુક બાબતો, વસ્તુઓ પર તમારે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્ય પર થોડું વધુ ધ્યાન આપવાની જરૂર પડી શકે છે.

  લકી સાઈન – દીવો

  વૃષભ : 20 એપ્રિલ-20 મે


  આજે તમને ભૂતકાળની એક ક્ષણને ફરીથી જીવવાની તક મળી શકે છે. તમારા કાર્યસ્થળ પર હજુ પણ કેટલાક પેરામીટરો પરિપૂર્ણ કરવાની જરૂર છે. પરિવારમાં કોઈક પેન્ડિંગ કેસનું આશ્ચર્યજનક સમાધાન આવી શકે છે.

  લકી સાઈન- પીછા

  મિથુન : 21 મે - 21 જૂન


  જો કોઈ બાબતમાં સમય લાગે તો અર્થ એ નથી કે, તે થશે જ નહીં. તમારે પ્રયત્ન કરવો જોઈએ અને ધીરજ રાખવી જોઈએ. વર્કપ્લેસ પર ટીકા થઈ શકે છે. પ્રવાસનું આયોજન કરવામાં આવે તો વિલંબ શક્ય છે.

  લકી સાઇન – હેલિકોપ્ટર

  કર્ક: 22 જૂન-22 જુલાઈ


  તમારી જવાબદારીઓ તમને કડક ટાઈમલાઈનની યાદ અપાવશે. તમારા કામને તમારે ઝડપી બનાવવાની જરૂર પડી શકે છે. એક નવી ઉત્તમ તક કામ કરવા માટે નવો ઉત્સાહ પેદા કરશે. થોડો આરામ લેવો જરૂરી અને મહત્વપૂર્ણ છે.

  લકી સાઈન - સફેદ ગુલાબ

  સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ


  તમે જે કંઈપણ રોકવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેને થવા દેવાનો સમય આવી ગયો છે. વધુ પડતો ગુસ્સો તમને ભારે પડી શકે છે, તમારી માનસિક શાંતિ પણ ભંગ થશે. મૈત્રીપૂર્ણ હાવભાવ તમારો દિવસ સારો બનાવશે.

  લકી સાઈન- નોટપેડ

  કન્યા : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર


  તમે જે માન-મોભો-પૈસો કમાયા છે, તેને માણવાનો-ઉજવવાનો સમય પાક્યો છે. તમારી યોજનાઓ હવે અમલમાં આવી રહી છે. નિર્ણયો લેતા પહેલા વિચારો, અગાઉ લીધેલા નિર્ણયોને વ્યવસ્થિત રીતે અમલમાં મુકવા માટે થોડો સમય કાઢો.

  લકી સાઈન – હોલોગ્રામ

  તુલા : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર


  તમને કઈ પરેશાન કરી રહ્યું હોય તો તેનું કારણ એ છે કે તમે તે થવા દો છો. તમારા ભાઈ-બંધુને આવકનો નવો સ્ત્રોત પેદા કરવાનો સારો વિચાર આવી શકે છે. જો તમે ટ્રિપનું આયોજન કરી રહ્યાં છો તો હાલ વિલંબના સંકેત છે.

  લકી સાઇન - સૂર્યપ્રકાશ

  વૃશ્ચિક : 24 ઓક્ટોબર - 21 નવેમ્બર


  આજે તમે પોતાની જાતને લકી માનશો. આજના દિવસ માટે નિર્ધારિત કરેલા બધા કામકાજો ઓછા અથવા પૂર્ણ થઈ શકે છે. સ્ટોક ફાઇનાન્સ પણ તમારી તરફેણમાં રહેશે. આજે ગંભીર અને મુશ્કેલ બાબતે વાતચીત કરવાનો સમય છે.

  લકી સાઈન -કેન્ડલ સ્ટેન્ડ

  ધન : 22 નવેમ્બર - 21 ડિસેમ્બર


  જો તમે કોઈ વિચારથી ભાગી રહ્યા હોવ તો જલ્દી જ પરત ફરશે અને અને તમને ખલેલ પણ પહોંચાડી શકે છે. તમને કંઈક ખૂબ જ મહત્વપૂર્ણ કરવા માટે હિંમતનો અભાવ લાગે છે. આજનો દિવસ વ્યસ્ત છે અને કામકાજ જલદી સમાપ્ત પણ નહીં થાય, વહેલા ઉઠી પણ શકશો નહીં.

  લકી સાઇન – માટીના વાસણ

  મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી


  તમને સરપ્રાઇઝ અલગ-અલગ રીતે મળી શકે છે, જેમાંથી કેટલીક તમને નહીં ગમે. તમારે તમારા ગુસ્સાને કાબૂમાં રાખવાની જરૂર છે, કારણ કે તમારા સ્વભાવને કારણે વ્યક્તિને ખોટુ લાગી શકે છે. ચોરી થવાની આશંકા છે.

  લકી સાઈન - કાચની બરણી

  કુંભ: 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી


  તમારા ધાર્યા પ્રમાણે પરીક્ષાના પરિણામો ન આવી શકે. થોડી યુક્તિ અને મુત્સદ્દીગીરી તમને તમારું કાર્ય પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે. થકાવી નાખનારો દિવસ હોઈ શકે છે, પરંતુ આ દિવસ સારા સમાચારને લઇને પુર્ણ થશે. સફરમાં મહત્વપૂર્ણ માહિતી શેર કરવાનું ટાળો.

  લકી સાઈન - કેન્ડી જાર

  મીન: 19 ફેબ્રુઆરી - 20 માર્ચ


  તમને તમારી આસપાસના કોઈ વ્યક્તિ પાસેથી પ્રેરણા મળશે. આજે અંતર્મુખી બનવું મદદરૂપ ન થઈ શકે. કાર્યસ્થળ પર કોઈ વ્યક્તિ તમારા પર કોઇ આરોપ લગાવી શકે છે. આજનો દિવસ થોડો ભારે હોઈ શકે છે.

  લકી સાઇન – સ્પષ્ટ સ્વચ્છ આકાશ
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology, Astrology in gujarati

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन