Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 5 Nov: વિદેશની કોઈ તક તમને મળી શકે, જાણો કેવો રહેશે તમારો દિવસ

ORACLE SPEAKS 5 Nov: વિદેશની કોઈ તક તમને મળી શકે, જાણો કેવો રહેશે તમારો દિવસ

Oracle Speaks જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS 5 Nov: અમુક ક્ષુલ્લક પરિસ્થિતિને કારણે ઘરે શાંત વાતાવરણ ખોરવાઈ શકે છે. તમને વધારાનું કામ મળી શકે છે. આ કામ માટે તમે આયોજન કર્યું નહોતું. મનોરંજનનો નવો સોર્સ તમારું ધ્યાન વિચલિત કરશે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  મેષ: 21 માર્ચથી 19 એપ્રિલ


  કેટલાક જાતકો આજે સુસ્તી અનુભવી શકે છે અને કામ કરવા માટે પૂરતું મોટીવેશન ન અનુભવાય તેવું બને. જેના પરિણામે કામ બિનજરૂરી મુલતવી રાખવામાં આવી શકે છે. તમારી બેચેનીને શાંત કરવા માટે તમે નુસખા પણ કરી શકો છો. એકંદરે, આજે ઊર્જા વેરવિખેર અને વિચલિત થયેલી દેખાઈ શકે છે

  લકી સાઇન - આલ્બમ

  વૃષભ: 20 એપ્રિલથી 20 મે


  કિંમતી સંબંધોમાં સતત જોડાણ જરૂરી છે. તમારા જીવનસાથીને તમારી પાસેથી વધુ વાત કરવી હોય શકે છે. સંજોગો ક્યારેક તમારી વિરુદ્ધ હોય તો અંતર રાખવું સારું છે. તમારા સવારના કલાકોનો સૌથી વધુ ઉપયોગ કરો.

  લકી સાઇન - જૂની મોટરસાઇકલ

  મિથુન : 21 મેથી 21 જૂન


  કોઈ નવી વ્યક્તિ તમારી જવાબદારી શેર કરવા આવી શકે છે. તમારી પ્રગતિ માટે આ સારા સમાચાર છે. તમાર પેડિંગ એસાઈમેન્ટ હવે પૂરા કરવાનો પ્રયત્ન કરો. સમયસર રિમાઇન્ડર તમને વધારાના કામથી બચાવશે.

  લકી સાઇન - કી ચેન

  કર્ક : 22 જૂનથી 22 જુલાઈ


  સૌથી વ્યસ્ત સમયમાં પણ તમારા પરિવાર સાથે સંપર્કમાં રહેવાનું ભૂલશો નહીં. આ તમને જમીન પર જકડી રાખશે. રમતગમતની પ્રવૃત્તિ રસપ્રદ સાબિત થઈ શકે છે. નેતૃત્વ માટેની તક ટૂંક સમયમાં આવી રહી છે.

  લકી સાઈન - લાલ કોરલ

  સિંહ: 23 જુલાઈથી 22 ઓગસ્ટ


  જો તમે અગાઉ કોઈને દુ:ખ પહોંચાડ્યું હોય તો તેઓએ તમને હજી સુધી માફ કર્યા ન હોય તેવું બની શકે છે. હવે સમાધાન કરવાનો સારો સમય હોઈ શકે છે. કોલેજના મિત્રો પુનર્મિલનનું આયોજન કરી શકે છે. વધુ પડતું ખાવાથી બચવા માટે સારો દિવસ છે.

  લકી સાઈન - મેઘધનુષ્યના રંગની કોઈ વસ્તુ

  કન્યા : 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર


  આગળ આવનારા પડકારો માટે તમારા મનને તૈયાર કરો. વિદેશની કોઈ તક તમને મળી શકે છે. આજે દિવસના અંત સુધીમાં તમને થોડી એકાંત માણવાનું મન થઈ શકે.

  લકી સાઈન - કોફી શોપ

  તુલા: 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર


  અમુક ક્ષુલ્લક પરિસ્થિતિને કારણે ઘરે શાંત વાતાવરણ ખોરવાઈ શકે છે. તમને વધારાનું કામ મળી શકે છે. આ કામ માટે તમે આયોજન કર્યું નહોતું. મનોરંજનનો નવો સોર્સ તમારું ધ્યાન વિચલિત કરશે.

  લકી સાઈન - કાચનો જગ

  વૃશ્ચિક: 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર


  કામ પર ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખો. અત્યારે કોઈ બાબતમાં તમારો હસ્તક્ષેપ ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. પડોશમાં ખલેલ તમારા માટે વિક્ષેપ પેદા કરી શકે છે. રોમેન્ટિક બાબતોમાં ઉન્નતિ જોવા મળી શકે છે.

  લકી સાઈન - બેટરીનો સેટ

  ધન: 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર


  ક્યારેક સમાચાર સારા સમાચાર હોઈ શકે નહીં. દિવસ થોડો આયોજન વગરના હોઈ શકે છે, તેથી ફક્ત પ્રવાહ સાથે વહેતા રહો. તમને વહેલા નિવૃત્ત થવું પણ ગમશે. તમે લાંબા અંતરના પરંતુ અર્થપૂર્ણ કન્વર્ઝેશનમાં વ્યસ્ત રહો તેવી સંભાવના છે.

  લકી સાઈન - જૂની મનપસંદ નવલકથા

  મકર : 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી


  તમે જોડાણ માટેની નવી તક માટે તૈયાર થઈ શકો છો. રસ્તો સ્પષ્ટ અને સીધો દેખાઈ શકે છે પરંતુ ચેતતા રહો. તમારા સાથી તમારી અપેક્ષા મુજબ સહકાર આપી શકશે નહીં.

  લકી સાઈન - તાંબાનો ગ્લાસ

  કુંભ : 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી


  જો તમે સ્થિતિને જેમ છે તેમ સ્વીકારવા માટે તૈયાર હોવ તો દિવસ સરળ છે. થાક લાગી શકે, તમારી જાતને થોડો વિરામ લેવા દેવો એ સામાન્ય બાબત છે. કોઈ કાર્યનું મૂલ્યાંકન કરતા પહેલા તમારા તથ્યો યોગ્ય હોય તેની ખાતરી કરો.

  લકી સાઈન - અનાજનો બાઉલ

  મીન: 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ


  કોઈ સારા મિત્રને તેમના પારિવારિક બાબતોમાં મદદની જરૂર પડી શકે છે. તમારા સહકાર્યકરોની ખૂબ ટીકા ન કરો. ભૂતકાળમાંથી સાચવેલું ફંડ હવે મદદરૂપ સાબિત થઈ શકે છે.

  લકી સાઈન - ક્રિસ્ટલ જાર
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology, Gujarati Rashifal

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन