Home /News /dharm-bhakti /Oracle Speak 5 January: વૃષભ રાશિના જાતકો માટે નિયમિત શારીરિક વ્યાયામ આવશ્યક બનશે, જાણો કેવો રહેશે આજનો દિવસ

Oracle Speak 5 January: વૃષભ રાશિના જાતકો માટે નિયમિત શારીરિક વ્યાયામ આવશ્યક બનશે, જાણો કેવો રહેશે આજનો દિવસ

ORACLE SPEAKS 5 January

Oracle Speak 5 January: તમારા જીવનમાં કોઇ નવો મિત્ર કદાચ અત્યારના સમયમાં પસાર થઈ રહેલો તબક્કો હોઈ શકે છે, તેમને ગંભીરતાથી ન લો. તમારે ઘરેલું બાબતોમાં હવે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર રહેશે.

  મેષ (21 માર્ચ – 19 એપ્રિલ)


  આજનો દિવસ વ્યસ્ત રહેશે, જેમાં તમારી શક્તિઓને કોઈ કાર્ય તરફ વાળી શકો છો. તમે સાંજના સમયે કોઇ ઓઉટડોર કરી શકો છો. કામનું દબાણ વધવાની સંભાવના છે, પરંતુ તે ટૂંક સમયમાં નિયંત્રણમાં આવી જશે.

  લકી સાઇન – ઓપલ

  વૃષભ (20 એપ્રિલ – 20 મે)


  જો તમે કોઇને કોલ કરવાનું ટાળી રહ્યા છો તો આજે કરી શકો છો. નિયમિત શારીરિક વ્યાયામ હવે આવશ્યક છે. કારણ કે તે ખરાબ સ્વાસ્થ્ય માટે મદદરૂપ થઇ શકે છે. તમારી પાસે બિઝનેસ પ્રપોઝલ આવી શકે છે, તે લાભદાયક સાબિત થઈ શકે છે.

  લકી સાઇન – પીળો નીલમ

  મિથુન (21 મે – 21 જૂન)


  દિવસનો મોટાભાગનો સમય કોઇ કાર્ય માટે આયોજીત કરો. કારણ કે, આજે તમારી સાથે એનર્જી તમારી સાથે છે. નવી યોજનાઓ બનાવવામાં આવશે અને ત્વરિત સિદ્ધિ તરફ આગળ વધી શકશો. તમને તેના પર આગળ પ્રોસેસ કરવાની મંજૂરી પણ મળશે.

  લકી સાઇન – બ્લેક ટર્મલાઇન

  કર્ક (22 જૂન – 22 જુલાઇ)


  તમારા જીવનમાં કોઇ નવો મિત્ર કદાચ અત્યારના સમયમાં પસાર થઈ રહેલો તબક્કો હોઈ શકે છે, તેમને ગંભીરતાથી ન લો. તમારે ઘરેલું બાબતોમાં હવે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર રહેશે. બહારના કેટલાક વ્યક્તિની દખલગીરી તમને અકળાવી શકે છે.

  લકી સાઇન – લેમ્પશેડ

  સિંહ (23 જુલાઇ -22 ઓગસ્ટ)


  તમારી આસપાસ તમારા માટે શું અને અન્ય માટે શું છે? તેનો તફાવત જાણશો. જો તમે કોઈ નવી દિનચર્યાને અનુસરવાનો પ્રયત્ન કરી રહ્યા હોવ તો મુશ્કેલીની ક્ષણો આવી શકે છે. તમને તમારા બોસ તરફથી કોઇ મદદ મળે તેવી સંભાવના છે.

  લકી સાઇન – લેબલ્ડ બોક્સ

  કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)


  તમારા પ્રિયજનોને તમારા અટેન્શનની જરૂર પડી શકે છે. જો કોઈ ગેરસમજ હોય તો તેને દૂર કરો. ક્રિએટિવ અને પ્રોગ્રેસ કરવા માટે તમારા મનને કાયાકલ્પ કરવાની જરૂર છે. તમને તક મળે ત્યારે થોડો સમય તમારા માટે કાઢવાનો પ્રયાસ કરો.

  લકી સાઇન – ગાર્ડન

  તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)


  કાર્યસ્થળે કોઇ સિરિયસ વાત માટે તમારા અટેન્શનની જરૂર પડી શકે છે. દિવસ દરમિયાન પૂરતી ઊંઘ લેવાનો આગ્રહ રાખો અને દિવસમાં અશાંતિથી બચશો. તમારો કોઇ મિત્ર સાંજ તમને મળી શકે છે.

  લકી સાઇન – ખિસકોલી

  વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)


  આગામી કૌટુંબિક પ્રસંગ માટેની તમારી તૈયારીથી લોકો તમને તાળીઓના ગડગડાટથી વધાવી લેશે. દિવસ માટે તમારી પ્રાથમિકતાઓને યોગ્ય રાખીને તમારો સમય બચાવો અને આયોજીત કરો. નવી દિનચર્યાને અનુસરવામાં તમે સારું કામ કરી રહ્યા છો.

  લકી સાઇન – પોપટ

  ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)


  તમારી અગવડતાના ઘણા કારણો છે, પરંતુ ટૂંક સમયમાં જ તમને સકારાત્મક સમાચાર પ્રાપ્ત થશે. એનર્જી હવે તમારી અંદર નવો ઉત્સાહ પેદા કરવા તરફ વળી રહી છે. તમારા માટે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમારું ફેમિલી તમારી સલાહ લેશે નહીં.

  લકી સાઇન – લાલ ડ્રેસ

  મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)


  થોડી વધારે પ્રેક્ટિસ પાછળથી તમારો સમય બચાવી શકે છે. જે તમારી નવી કુશળતા શીખવાની બાબત સાથે સુસંગત હોઇ શકે છે. નજીકમાં કોઈ વ્યક્તિ તમને ચાહી રહી હશે. તમારી પોઝીશન પર ઘણા લોકો નજર રાખી રહ્યા છે.

  લકી સાઇન – બ્લૂ નિલમ

  કુંભ (20 જાન્યુઆરી -18 ફેબ્રુઆરી)


  તમારા ખાનગી જીવનમાં પ્રોગ્રેસમાં થઇ રહેલા વિલંબ માટે કોઇ અજાણ્યા પરીબળો જવાબદાર હોઇ શકે છે. ઊંડાણપૂર્વક કાર્ય કરો અને તમને ચોંકાવનારા પરીણામો મળશે. તર્કસંગત નિર્ણય તમને આગળ વધવામાં મદદ કરી શકે છે.

  લકી સાઇન – ગ્રીન એવેન્ટ્યુરિન

  મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)


  તમારી જાતને વ્યક્ત કરવા માટે સુંદર દિવસ છે. કંઇક લખો અને જલદી જ તે તમારી આદત બની જશે. તમે ગત વર્ષે મેળવેલી સિદ્ધિઓ માટે આભારી રહો. દિવસ નવી તકો લાવશે.

  લકી સાઇન – એમરાલ્ડ
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Aaj nu rashifal, Astrologer, Dharm Bhakti

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन