હાલના સમયે એવું અનુભવશો કે કંઈ આગળ જ નથી વધી રહ્યું. તમે કદાચ અત્યારે કંઈપણ નવું આવતા જોઈ શકશો નહીં, પરંતુ આ અંધારી ટનલ પાર કરવા જેટલું જ કામચલાઉ (ટેમ્પરરી) છે. ટૂંક સમયમાં આગળ અઢળક પ્રકાશ હશે. તમારા પ્રમોશનની વાતો વર્ષના પ્રારંભમાં થઈ હશે, તે કદાચ વધુ વચનો સાથે ફરી ઉભરી આવશે.
અરાજકતાના સમયમાં તમે ટ્રાવેલિંગની યોજના બનાવવાનું પસંદ કરી શકો છો. જો તમે અનેક પ્રકારના ડેઈલી રૂટિનમાં અટવાયેલા અનુભવો છો તો જલ્દીથી તમારી કાર્યવૃતિને વેગ મળવો જોઈએ. પૈસાની બાબતો પણ એક અઠવાડિયામાં આગળ વધવા લાગશે. તમારામાંથી કેટલાક લોકોને થેરાપી તરીકે પાલતુ પ્રાણી (Pet)ને ઘરે લાવવાનું મન થઈ શકે છે. તમારા પરિચિત લોકો સાથે કનેક્ટ થવાથી તમે સારું અનુભવશો.
લકી સાઈન - એક ખુલ્લો દરવાજો
વૃષભ : 20 એપ્રિલ-20 મે
તમારી રાહમાં આવતી નવી તકોનો ઉપયોગ કરો. તમે હાલમાં જે કોમ્યુનિકેશન પર કામ કરી રહ્યાં છો તે ધીમે ધીમે વેગ પકડી રહ્યું છે. તમે પોતાના માટે અમુક કઠોર બેન્ચમાર્ક સેટ કર્યા છે. તમારો પરિવાર તમારી પાસેથી થોડો વધારાનો સમય માંગી શકે છે. નવું વેલનેસ રૂટિન અનુસરવાથી માનસિક રીતે વધુ એક્ટિવ બની શકો છો.
લકી સાઈન - ગુલાબની પાંખડી
મિથુન : 21 મે - 21 જૂન
તમારા ઘરનું રીનોવેશન કરવાનો વિચાર તમારો સમય લઈ જશે. આવકનો નવો સ્ત્રોત તમારા માર્ગે આવવાની સંભાવના છે. જોકે તે વધુ સમય અને પ્રતિબદ્ધતા માંગશે અને તમે હવે તેમ તે કરવા માટે તૈયાર પણ હોઈ શકો છો. તમારામાં આત્મવિશ્વાસનો નવો જ જોશ ઉમેરાયેલો જણાય છે. એનર્જી પોઝીટિવ છે અને ભૂતકાળમાં જે પરેશાની અને નકારાત્મક હતી તે બધી પાછળ છુટી શકે છે.
લકી સાઇન - એક બુદ્ધ પ્રતિમા
કર્ક : 22 જૂન-22 જુલાઈ
હાલ થોભો અને રાહ જોવાનો સમય છે, પરંતુ જો તમે એક્શન-ઓરિયન્ટેડ પ્લાન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છો તો થોડો વિરામ લેવાનો સમય છે. કાર્યસ્થળે કોઈ તમારી લાઈમલાઈટ શેર કરવા માંગે છે. કાર્યસ્થળ પર બદલાતા વાતાવરણથી સાવધ રહો જરૂરી નથી કે દરેક વાત તમારા પક્ષમાં હોય. ઘર શાંતિપૂર્ણ અને ભરોસાપાત્ર સ્થળ પણ છે.
લકી સાઈન - એક પોટ્રેટ
સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ
આગામી દિવસોમાં તમારા માટે એક નવી યાત્રા શરૂ થાય છે. આક્રમક અભિગમ તમને પ્રગતિ કરવામાં મદદ કરી શકે છે. તમારા નેટવર્કને વધારવા માટે તમારા નેચરલ ચાર્મનો ઉપયોગ કરો. તમારું ચુંબકીય વ્યક્તિત્વ લોકોને આકર્ષિત કરશે અને તેમને તમારા મંતવ્યો અને વિચારો પર ધ્યાન આપવા નોતરશે. ઘરેલું બાબતોમાં થોડી ખલેલ પડી શકે છે. બિનઆયોજિત ગેટ ટૂ ગેધર એક આવકાર્ય વિરામ સમાન હોઈ શકે છે અને તમને નવજીવન-નવપ્રેરણા આપશે.
લકી સાઈન – મીઠાઈનું બોક્સ
કન્યા : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર
આડોશ-પાડોશમાં કોઈ નવી વ્યક્તિ કુતૂહલનો વિષય બની શકે છે. તમે હાલમાં ટ્રેન્ડિંગ હોય તેની સાથે એક્સપેરિમેન્ટ કરવાનું નક્કી કરી શકો છો. એક રહસ્ય હવે પકડી રાખવું(છુપાવવું) મુશ્કેલ હશે. જો તમે મોર્નિંગ વર્કઆઉટ્સ સાથે સંઘર્ષ કરી રહ્યાં છો તો મિડ-મોર્નિંગ વધુ સારો સમય હોઈ શકે છે. નજીકના રિલેશનશીપ બિઝનેસ સાથે મિક્સ-અપ ન થાત તેવા પ્રયાસ કરો.
લકી સાઈન– એક ટેગ
તુલા : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર
હાલના સમયે એવું અનુભવશો કે કંઈ આગળ જ નથી વધી રહ્યું. તમે કદાચ અત્યારે કંઈપણ નવું આવતા જોઈ શકશો નહીં, પરંતુ આ અંધારી ટનલ પાર કરવા જેટલું જ કામચલાઉ (ટેમ્પરરી) છે. ટૂંક સમયમાં આગળ અઢળક પ્રકાશ હશે. તમારા પ્રમોશનની વાતો વર્ષના પ્રારંભમાં થઈ હશે, તે કદાચ વધુ વચનો સાથે ફરી ઉભરી આવશે.
લકી સાઇન - ચાલવાની લાકડી (walking stick)
વૃશ્ચિક : 24 ઓક્ટોબર - 21 નવેમ્બર
સારા હૃદયવાળા લોકો સાથે સારી વસ્તુઓ જ થાય છે. તમે અત્યાર સુધી તમારા અભિગમમાં સાચા છો અને તે જ તમને ઝડપથી પ્રગતિ કરવામાં મદદ કરી શકે છે. તમારા સ્ટાફ મેમ્બર્સ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ શકે છે. જો શક્ય હોય તો મદદની ઑફર કરો. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને તેમની ખરીદી તમને વ્યસ્ત રાખી શકે છે. તમે નવી મિલકત ખરીદવાનું વિચારી રહ્યા હશો. વધુ રિસર્ચ કરવા માટે આ યોગ્ય સમય છે.
લકી સાઈન - લાકડાનું બોક્સ
ધન : 22 નવેમ્બર - 21 ડિસેમ્બર
જો તમે ખરીદી કરવા અને મિત્રો સાથે સારો સમય વિતાવવાનું આયોજન કરી રહ્યાં હોવ તો લક તમારી સાથે છે. ગાર્ડનિંગ એક સારો શોખ હોઈ શકે છે અને તે વ્યવસાયિક માનસ-પટલ પણ ઉપજાવી શકે છે. તમારા કાર્યની ગતિમાં કોઈ અડચણ-સમસ્યા હશે, વધુ સારા પરિણામો મેળવવા તમારે થોડી પદ્ધતિઓ બદલવી પડી શકે છે. આરામ માટે અન્ય શહેરની મુસાફરી શક્ય બનશે.
લકી સાઇન - ગુલાબી ફૂલો
મકર : 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી
તમારે પરિવાર સાથે કોઈ સેરેમનીમાં ભાગ લેવો પડી શકે છે. નવું વાહન ખરીદવાનું મન થઈ શકે છે. આ મહિનાના અંત સુધીમાં તમને સારી ડીલ મળવાની સંભાવના છે. જાહેરમાં તમારા કોઈ નજીકના પરિવારના સભ્યોની ટીકા કરશો નહીં, તેમને વહેલા-મોડાં તેના વિશે ખબર પડશે. તમારી પાસે વસ્તુઓને સારી રીતે મેનેજ કરવા, તમારી એનર્જીને ઉચ્ચ સ્તરે કોઈ બાબત-વસ્તુમાં ચેનલાઈઝ કરવા માટે એક સ્પાર્ક છે.
લકી સાઈન - નવો સિક્કો
કુંભ : 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી
તમારા મિત્ર, જેને અત્યારે તમારી જરૂર છે તેના પ્રત્યે સચેત બનો. થોડા વર્ષો પહેલાની જૂની પેટર્ન પુનરાવર્તિત થઈ શકે છે અને તમે તેમને ઓળખી પણ પાડશો. તમે એક્સપેરિમેન્ટ કરવાનું પસંદ કરો છો, પરંતુ તેના વિશે ગહન અભ્યાસ, યોગ્ય રિસર્ચ ન થયું હોવાથી તે પ્રયાસો સારી રીતે તમારી તરફેણમાં કે સફળતા પ્રાપત કરતા નથી. લગ્ન હજી વધુ સમય માટે સ્થગિત થવાની સંભાવના છે. પ્રશંસનીય વ્યક્તિ સુધી પહોંચવાની તમારી ઈચ્છા ખરેખર પૂરી થઈ શકે છે. આ તબક્કે ભાગીદારીની ભલામણ કરવામાં આવતી નથી.
લકી સાઈન - એક માછલીઘર
મીન : 19 ફેબ્રુઆરી - 20 માર્ચ
તમે કરેલ કામની સામે મળી રહેલ વળતરને તમે ગણી નહીં શકો અને તમને તે બાબત નિરાશાજનક લાગશે. તમે વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને સ્તરે કોઈપણ કાર્ય કરવા માટે ઉતાવળિયા છો કે તે કામ પરફેક્ટ થાય. એકલતાનો ઈલાજ જૂના સાથે ફરી જોડવામાં જ છે. હવામાન તમારી મુસાફરીમાં વિક્ષેપ પાડી શકે છે. કોઈપણ ઑનલાઇન છેતરપિંડીથી સાવચેત રહો. તમારા જીવનસાથી પાસે તમારી સમસ્યાઓનું સમાધાન હોઈ શકે છે તેથી ખુલ્લા મને વાત કરો, સમસ્યા તેમના સુધી પહોંચાડો.
લકી સાઈન - ટેન્જેરીન પ્લેટો(Tangerine Plates)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર