Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 5 December: સિંહ રાશિના જાતકોએ રાખવું સ્વાસ્થ્યનું ધ્યાન, જાણો આજનું રાશિ ભવિષ્ય

ORACLE SPEAKS 5 December: સિંહ રાશિના જાતકોએ રાખવું સ્વાસ્થ્યનું ધ્યાન, જાણો આજનું રાશિ ભવિષ્ય

ORACLE SPEAKS 5th December

Oracle Speaks 5 December: મૂળ પ્લાનમાંથી કોઈપણ વિચલન તમને તે કામ ફરીથી કરાવશે, સાચવેત રહો. જો તમે મુસાફરીનું આયોજન કરી રહ્યાં હોવ તો કોઈપણ વિલંબને ટાળવા માટે તમે તેને અગાઉથી આખરી ઓપ આપવાનું સુનિશ્ચિત કરો.

  મેષ : 21 માર્ચ-19 એપ્રિલ


  તમારા તરફથી બાકી કોઈ મહત્વપૂર્ણ કામ અથવા કોઈ જવાબદારી હોય તો ઝડપથી તેને પૂર્ણ કરવા આગળ વધો. થોડું રહસ્ય મૂંઝવણમાં પરિણમી શકે છે. થોડો જટિલ દિવસ છે. દરેક કામની આગોતરી તપાસ કરવી જોઈએ.

  લકી સાઇન - એક ક્રિસ્ટલ ફૂલદાની

  વૃષભ: 20 એપ્રિલ-20 મે


  મૂળ પ્લાનમાંથી કોઈપણ વિચલન તમને તે કામ ફરીથી કરાવશે, સાચવેત રહો. જો તમે મુસાફરીનું આયોજન કરી રહ્યાં હોવ તો કોઈપણ વિલંબને ટાળવા માટે તમે તેને અગાઉથી આખરી ઓપ આપવાનું સુનિશ્ચિત કરો. કોઈક બાબતની જિજ્ઞાસા તમને પરેશાન કરી શકે છે.

  લકી સાઇન - એક પીળો સ્ફટિક

  મિથુન : 21 મે - 21 જૂન


  કાર્ડ્સમાં કોઈક નવી આશ્ચર્ય પમાડે તેવી ઘટના જોવા મળી રહી છે. આજનો દિવસ કઈંક મહત્વપૂર્ણ નવા-જુની સાથેનો વ્યસ્ત દિવસ છે. કાર્યસ્થળ પર કોઈ તમને નજીકથી જોઈ શકે છે, ચકાસી શકે છે. મહત્ત્વનું રહસ્ય ખુલી શકે છે.

  લકી સાઇન - માટીનો વાદળી પ્યાલો

  કર્ક : 22 જૂન-22 જુલાઈ


  જો તમે કોઈ વાત પર ગુસ્સે હોવ તો તેને બહાર કાઢો. તમારી લાગણીઓને રોકી રાખવાથી તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. કામ પર નવી તકો દૂરથી જ જોવા મળી શકે છે. તમારા ભાઈને કંઈક વાટાઘાટો કરવા માટે તમારી મદદની જરૂર પડી શકે છે.

  લકી સાઇન - બે પીંછા

  સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ


  તમારા મૂળ વિચારનો કોઈ વિકલ્પ નથી. કંઈક નવું સ્વીકારતા પહેલા તમારા મનમાં પૂરતી જગ્યા બનાવવાનો પ્રયાસ કરો. કંઈક બાબતો-વિચારો-સૂચનો તમને અલગ રીતે કરવા માટે પ્રેરણા આપી શકે છે. પેટના સ્વાસ્થ્યને લઈને કેટલીક સમસ્યાઓ હોઈ શકે છે.

  લકી સાઇન - એક પિરામિડ

  કન્યા: 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર


  જો તમે તમારા આત્મવિશ્વાસને આધારે પ્રતિબદ્ધતા બનાવી છે, તો તમારે તેને પણ વળગી રહેવું પડશે. તમારા હૃદયની ખૂબ જ નજીકના પ્રોજેક્ટ માટે તકો આવી શકે છે. તમારી વાતચીત કૌશલ્યનો મહત્તમ ઉપયોગ કરો. ધ્યાનપૂર્વક ખાવું એ હવે આદત બની શકે છે.

  લકી સાઇન - એક સ્ટીકર

  તુલા: 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર


  જો કોઈ વ્યક્તિ ફોલોઅપ કરી રહ્યું હોય, તો તમે સમયમર્યાદા ચૂકી ગયા હોઈ શકો છો. જે બન્યું છે તેના વિશે પ્રમાણિક બનવું સારું છે. તમારે એવું કંઈક ફરી શરુ કરવાનુ છે, જે હજી અધૂરું પડેલું છે. કોઈ જૂનો મિત્ર ફરીથી તમને મળવા માંગી શકે છે.

  લકી સાઇન - જૂની કાર

  વૃશ્ચિક: 24 ઓક્ટોબર - 21 નવેમ્બર


  આકસ્મિક પ્રયાસ ખાસ કરીને ધાર્યા પ્રમાણે ગંભીર પરિણામો ન આપી શકે. તમે છેલ્લા કેટલાક સમયથી ધ્યાન કેન્દ્રિત કરવાની સમસ્યા સામે લડી રહ્યા છો. તમારા ભાઈ-બહેનના મિત્ર તમને પ્રોત્સાહિત કરી શકે છે. બજારમાં વિતાવેલો દિવસ ફળદાયી રહેશે.

  લકી સાઇન - અસ્પષ્ટ છબી

  ધન: 22 નવેમ્બર - 21 ડિસેમ્બર


  તમે જે માની લીધું હશે તે બાબત સાચી પડી શકે છે. કૌટુંબિક ઈતિહાસ કંઈક નવું જાહેર કરી શકે છે. આજે કામ કરતાં કુટુંબને પ્રાથમિકતા રહેશે. તમે કોઈ જટિલ સમસ્યાનું નિરાકરણ લાવી શકશો.

  લકી સાઇન - એસિરિયલ બાઉલ

  મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી


  તમે જે બદલી શકતા નથી તેને છોડી દેવાનું શ્રેષ્ઠ છે. આજે પક્ષ કે વિપક્ષમાં નિર્ણય લેવો મુશ્કેલ હોઈ શકે છે. દિવસનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો. નાની એવી ટ્રીપ સારી સાબિત થઇ શકે છે.

  લકી સાઇન - લાકડાની ફ્રેમ

  કુંભ: 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી


  જો યોજના તમને કોઈ પરિણામ આપે છે, તો તેને છોડી દેવી શ્રેષ્ઠ છે. તમારે કાર્યસ્થળ પર થોડા સાવચેત રહેવાની જરુર છે, તમારી માહિતીનો ઉપયોગ કરી શકે છે. કોઇ સારા સમાચાર મળવાની આશા છે. પોઝીટીવ ઉર્જાઓ તમને ટૂંક સમયમાં આવી રહેલા સકારાત્મક પરિવર્તનનો સંકેત આપશે.

  લકી સાઇન - ચીની વાસણ

  મીન : 19 ફેબ્રુઆરી - 20 માર્ચ


  તમે તમારા નજીકના મિત્રને મળી શકો છો. દિલતી દિલની વાતચીત ભૂતકાળની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે. જો તમે ધીરજ રાખો છો, તો સંકેત એવા દેખાઇ રહ્યાં છે કે, થોડો વધુ સમય રાહ જુઓ. કોઇ પણ નિર્ણય સુધી પહોંચતા પહેલાં ખાતરી કરો કે તમે બધી તપાસ કરી લીધી છે.

  લકી સાઇન - લવંડર ફૂલ
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology in gujarati, Gujarati Rashifal

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन