Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 5th October: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ, શું છે તમારું લકી સાઇન?

ORACLE SPEAKS 5th October: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ, શું છે તમારું લકી સાઇન?

તમારું લકી સાઇન જે તમારા માટે બનશે સહાયક

ORACLE SPEAKS : આ લકી સાઈનને કારણે તમારા દિવસના શરૂઆતમાં ગૂડ ન્યૂઝ આવવાથી તમે સકારાત્મકતા અને આશાસ્પદ અનુભવશો. તમારા દરેક પ્રશ્નો કે સમસ્યા પણ તમને નુકસાન નહિ પહોંચાડી શકે.

   ORACLE SPEAKS : આ લકી સાઈનને કારણે તમારા દિવસના શરૂઆતમાં ગૂડ ન્યૂઝ આવવાથી તમે સકારાત્મકતા અને આશાસ્પદ અનુભવશો. તમારા દરેક પ્રશ્નો કે સમસ્યા પણ તમને નુકસાન નહિ પહોંચાડી શકે.


  મેષ (Mesha): (21 માર્ચથી 19 એપ્રિલ)


  તમે અગાઉ જે નિર્ણય લઈ લીધેલ છે, તમે તે અંગે ફરીથી વિચાર કરી શકો છો. અચાનક અન્ય લોકોને નિ:સ્વાર્થ ભાવે મદદ કરવાની ઈચ્છા થઈ શકે છે. તમે જે લોકોને મદદ કરી હતી, તે તમને મદદ કરી શકે છે.


  લકી સાઇન: જરદાલુનું ઝાડ  વૃષભ (Vrishabha): (20 એપ્રિલથી 20 મે)


  તમારી અંતર આત્માની લાગણીઓનો સ્વીકાર કરવા માટે આજે સારો દિવસ છે. તમારી લાગણી વ્યક્ત કરવા માટે તમને આવી તક અગાઉ ક્યારેય નહીં મળી હોય. તમારા મનની વાત બેધડક રજૂ કરી દો.


  લકી સાઇન: કાળો મણકો  મિથુન (Gemini): (21 મેથી 21 જૂન)


  તમારા મેચ્યોરિટીથી તમે સૌથી કઠિન કામ પણ સંભાળી શકો છો. તમારો દ્રષ્ટિકોણ વિસ્તારવાની અને તેમાં સુધારો કરવાની જરૂરિયાત છે. આ સપ્તાહે આરોગ્ય અંગે ચિંતા ઊભી થઈ શકે છે.


  લકી સાઇન: સૂતળીથી બનેલું બાસ્કેટ  કર્ક (Cancer): (22 જૂનથી 22 જુલાઇ)


  તમે કોઈ નિશ્ચિત કાર્ય માટે સૌથી સારુ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હશે. તેમ છતાં તે કામને સ્વીકૃતિ નહીં મળી શકે છે. ઓફિસમાં અચાનક જ સકારાત્મક હલચલ જોવા મળી શકે છે. કોઈ વ્યક્તિ તમારા પરત આવવાની જોઈ રહી છે.


  લકી સાઇન: મેગેઝીન  સિંહ (Leo): (23 જુલાઇથી 22 ઓગસ્ટ)


  યોગ્ય અને સારી વાતચીત કરવા માટે આજે સૌથી સારો દિવસ છે. જે માટે તમારે તેમાં શામેલ થવાની જરૂરિયાત છે. સેલ્ફ ડિસીપ્લીન રાખવાથી તેનો લાભ મળી શકે છે. નવી દિનચર્યા શરૂ થઈ શકે છે.


  લકી સાઇન: મોરપીંછ  કન્યા (Virgo): (23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર)


  અન્ય લોકોની ભૂલ સતત સામે આવતી રહે છે, આ સમય તે ભૂલને માફ કરવાનો અને તે ભૂલી જવાનો છે. આજે તમારી અચાનક જ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. તમારા મગજમાં સતત મૂંઝવણ ચાલી રહી છે, જે અંગે સ્પષ્ટતા થઈ શકે છે.


  લકી સાઇન: પીળો મણી  તુલા (Libra): (23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર)


  જે વ્યક્તિને તમને મળ્યા જ નથી, તે વ્યક્તિ તમારા સુધી પહોંચવા માંગે છે અને તે માટે તેણે ટ્રાવેલ શરૂ કરૂ દીધું છે. જે તમારા જીવનમાં મહત્વ ધરાવે છે, તે લોકો માટે સમય કાઢવાની કોશિશ કરો. જો તમે ટૂલ અને સ્પેર પાર્ટના બિઝનેસ સાથે સંકળાયેલા છો, તો વર્કફોર્સ સંકટનો સામનો કરવો પડી શકે છે.


  લકી સાઇન: પિરામિડ  વૃશ્વિક (Scorpio): (24 ઓક્ટોબરથી 21 નવેમ્બર)


  જે પ્રકારે જીવન પસાર થઈ રહ્યું છે, તેમાં એક નવી પેટર્ન શામેલ થઈ શકે છે. તમારા કામ માટે તમારી સરાહના થઈ શકે છે. તમે એક શોર્ટ ટ્રીપ માટે જઈ શકો છો. જે વ્યક્તિ સાથે તમે રોમેન્ટીક રીતે જોડાયેલા છે, તે વ્યક્તિ સાથે વધુ સમય પસાર થઈ શકે છે.


  લકી સાઇન: બ્લ્યૂ ટર્માલાઈન  ધન (Sagittarius): (22 નવેમ્બરથી 21 ડિસેમ્બર)


  જો તમે કોઈ બાબતનું નિવારણ લાવી શકતા નથી અથવા ભૂલી શકતા નથી, તો તેને જવા દેવું જ યોગ્ય છે. અનેક બાબતોનું નિવારણ આવે તે માટે તે બાબતોને સમય પર જ છોડી દેવી જોઈએ. રોમેન્ટીક રૂચિ તરીકે કોઈ રસપ્રદ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. તમારા મગજમાં અનેક નવા આઈડિયા ચાલી રહ્યા છે.


  લકી સાઇન: ટંક  મકર (Capricorn) : (22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી)


  લાંબા સમય બાદ તમને આરામ મળી શકે છે અને તમને તમારા માટે સમય કાઢવાની ઈચ્છા થઈ શકે છે. કામ માટે અનેક નવા રસ્તાઓ સામે આવી છે, જે અંગે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર છે. તમારા નજીકના મિત્રો પર આર્થિક દબાણ ઊભું થઈ શકે છે.


  લકી સાઇન: સિલ્કનો દોરો  કુંભ (Aquarius): (20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી)


  ખૂબ જ રાહ જોયા બાદ કામ માટે નવી તક મળી શકે છે. તમારે તે અંગે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. તમારા માતા પિતા તમારી સાથે કોઈ ખાસ વાત કરવા ઈચ્છતા હોવાથી તેમને તમારા સમયની જરૂરિયાત છે. આવનારા દિવસોમાં મહેમાન ઘરે આવી શકે છે.


  લકી સાઇન: ડિઝાઈનર ઘડિયાળ  મીન (Pisces): (19 ફેબ્રુઆરીથી 20 માર્ચ)


  સરળતા અને સરળ દ્રષ્ટિકોણથી તમારું કામ સરળ બની શકે છે. લોકો પાસેથી વધુ પડતી અપેક્ષા રાખવાથી કઠોર ભાવના ઉત્પન્ન થઈ શકે છે. એક નાની પાર્ટીમાં તમે બધા વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની શકો છો.


  લકી સાઇન: કબૂતર  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन