Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 4 Nov: કન્યા રાશિના જાતકોએ કમ્યુનિકેશન યોગ્ય થાય તેનું ધ્યાન રાખવું, જાણો કેવો રહેશે આજનો દિવસ

ORACLE SPEAKS 4 Nov: કન્યા રાશિના જાતકોએ કમ્યુનિકેશન યોગ્ય થાય તેનું ધ્યાન રાખવું, જાણો કેવો રહેશે આજનો દિવસ

Oracle Speaks જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS 4th Nov: તમે અગાઉ ખુદ સાથે જે વાયદો કર્યો હશે તે તમને યાદ આવી શકે છે. તે વાયદો પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. રોજબરોજના કામ સમયસર પૂર્ણ ના કરી શકવાને તમારામાં નિરાશા જોવા મળી રહી હતી. આ કારણોસર કોઈ વ્યક્તિની મદદ લેવી તે સારો વિચાર છે.

વધુ જુઓ ...

  મેષ (Aries)- 21 માર્ચથી 19 એપ્રિલ


  નોકરી અને જીવન વચ્ચે સંતુલન જાળવી રાખવા માટે તમને ઘણા પ્રયાસ બાદ સફળતા મળી શકે છે. મહત્ત્વપૂર્ણ બાબતે નેતૃત્ત્વ કરવા માટે સિનિયર વ્યક્તિ તમારી સાથે જોડાઈ શકે છે. અગાઉના અનુભવોને કારણે હાલમાં વિશ્વાસનો પ્રશ્ન ઊભો થઈ શકે છે.

  લકી સાઈન- સારી મનોવૃત્તિ

  વૃષભ (Taurus)- 20 એપ્રિલથી 20 મે


  તમારા રૂટીનમાં આવતા કાર્યોને પૂર્ણ કરવા માટે તમે સહજ લય સાધવાનો સંકેત આપી શકો છો. તમે કોઈ વસ્તુ બાબતે ધારણા કરવા મજબૂર થઈ જાવ એવા કોઈ સમાચાર સાંભળવા મળી શકે છે. નવી રમતની એક્ટિવિટીના કારણે તે તેના પ્રત્યે આકર્ષિત થઈ શકો છો.

  લકી સાઈન- હોર્ડિંગ

  મિથુન (Gemini)- 21 મેથી 21 જૂન


  જો તમારા ભાઈ બહેન સાથે કોઈ બાબતે વિવાદ થઈ ગયો હોય તો તમારે તે સમય પૂરતું વિચારો કરવાનું બંધ કરી દેવું જોઈએ. તમે ઘણા સમયથી વાતચીત કરી શકતા નહોતા, હવે તે વાતચીત થવાને કારણે તમને આનંદની લાગણી અનુભવાય શકે છે. તમે મિત્રોની પસંદગી કરવાની બાબતે ખૂબ જ ચૂઝી છો.

  લકી સાઈન- સિલિકોન મોલ્ડ

  કર્ક (Cancer)- 22 જૂનથી 22 જુલાઈ


  કોઈ વિશેષ કામ કરવાનું સસ્પેન્સ હવે પૂર્ણ થઈ શકે છે. વિચારોમાં સ્પષ્ટતા રાખવી તે પ્રાથમિક જરૂરિયાત છે. સામાજિક પરિસ્થિતિ મહત્ત્વપૂર્ણ હોવાને કારણે તમે તેમાં તમારી હાજરી નોંધાવવાના પ્રયાસ કરી શકો છો.

  લકી સાઈન- વાદળી રિબિન

  સિંહ (Leo)- 23 જુલાઈથી 23 ઓગસ્ટ


  સવારથી લઈને સાંજ સુધી તમારામાં ખૂબ જ એનર્જી રહેશે અને તમારામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળવાની સંભાવના છે. તમને આજે સારા સમાચાર મળવાને કારણે તમે ખૂબ જ આનંદિત રહી શકો છો. કાર્યક્ષેત્રમાં રસાકસીભરી કોમ્પેટીશન જોવા મળી શકે છે.

  લકી સાઈન- તમારું મનપસંદ ડેઝર્ટ

  કન્યા (Virgo)- 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર


  રોજબરોજના કામ સમયસર પૂર્ણ ના કરી શકવાને તમારામાં નિરાશા જોવા મળી રહી હતી. આ કારણોસર કોઈ વ્યક્તિની મદદ લેવી તે સારો વિચાર છે. અન્ય લોકો સાથે યોગ્ય પ્રકારે વાતચીત કરવાથી સામેની વ્યક્તિ તમને યોગ્ય રીતે સમજી શકે છે. આ કારણોસર યોગ્ય કમ્યુનિકેશન થાય તે વાતનું ધ્યાન રાખવું જરૂરી છે.

  લકી સાઈન- સ્મૃતિચિહ્ન

  તુલા (Libra)- 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર


  તમે અગાઉ ખુદ સાથે જે વાયદો કર્યો હશે તે તમને યાદ આવી શકે છે. તે વાયદો પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. જૂની પેટર્નના કારણે તમે થોડા સમય સુધી ખુદને સમજી નહીં શકો. તમારા ભાઈ બહેન ઘરેલુ સમસ્યાનો સામનો કરી શકે છે.

  લકી સાઈન- કોપરની બોટલ

  વૃશ્વિક (Scorpio)- 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર


  જે બાબત માટે તમારામાં ઝનૂન જોવા મળી રહ્યું છે, તે બાબત માટે અરજી કરવા માટે આજે ખૂબ જ સારો દિવસ છે. તમે આ સપનું પૂર્ણ કરો તેવી સંભાવના જોવા મળી શકે છે. અનેક લોકો સાથે તમામ બાબતો અને જાણકારી શેર ના કરવી જોઈએ. તેના કારણે નુકસાન થઈ શકે છે.

  લકી સાઈન- ટેરાકોટા બાઉલ

  ધન (Sagittarius)- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર


  તમારી આસપાસના કેટલાક લોકો તમને નકારાત્મક અસર કરી શકે છે. તમે તેમનાથી દૂર રહી શકશો નહીં. લાંબા અંતર સુધી ચાલવું અને નવી વ્યૂહરચના તમારું મગજ સાફ કરી શકે છે.

  લકી સાઈન- ગ્લાસ ટોપ ટેબલ

  મકર (Capricorn)- 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી


  ઉતાવળમાં કોઈપણ કાર્ય કરવાથી તૈયારી યોગ્ય રીતે શકતી નથી. અંતિમ સમયની ચિંતા ના કરવી જોઈએ. એક સમયે એક જ વસ્તુ લેવી જોઈએ. ધ્યાન ધરવાથી તમને સારું લાગી શકે છે અને તે તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે.

  લકી સાઈન- રુબિક્સ પઝલ

  કુંભ (Aquarius)- 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી


  કોઈ જૂના સપનાને કારણે તમે આખો દિવસ હેરાન થઈ શકો છો. નવી દિશામાં કરવામાં આવતા તમામ નાના મોટા પ્રયાસ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારો મિત્ર નોકરીની સંભાવના માટે તમે જેન્યુઈન લીડ આપી શકે છે.

  લકી સાઈન- ચોકલેટ

  મીન (Pisces)- 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ


  કોઈ બાબતમાં સંતુલના ના જળવાય તો તેના સ્પષ્ટ સંકેત જોવા મળી શકે છે. વરસાદની સીઝન માટે તમામ વ્યવસ્થા રાખવી જરૂરી છે. તમે કોઈ આવનારી બાબતને કારણે ચિંતા કરી રહ્યા છો, તો તમારે બિલકુલ પણ ચિંતા ના કરવી જોઈએ. બધુ જ યોગ્ય પ્રકારે પાર પડશે.

  લકી સાઈન- – નવું વાહન
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology, Astrology in gujarati

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन