Home /News /dharm-bhakti /Oracle Speaks 4 February: આ રાશિના જાતકોને રસનો કોઇ પ્રપોઝલ મળી શકે છે, જાણો શું કહે છે તમારું રાશિફળ

Oracle Speaks 4 February: આ રાશિના જાતકોને રસનો કોઇ પ્રપોઝલ મળી શકે છે, જાણો શું કહે છે તમારું રાશિફળ

Oracle Speaks જાણો આજનું રાશિફળ

Oracle Speaks 4 February: આ રાશિના જાતકોને દિવસ દરમિયાન હળવી અને ભારે ક્ષણો બંને મિશ્રિત રહી શકે છે. આજે તમારી કુનેહની કસોટી થઈ શકે છે. તમારી વાતચીતની કુશળતાને બિરદાવવામાં આવશે.

મેષ (21 માર્ચ -19 એપ્રિલ )


બેચેની સાથે થયેલ દિવસની શરૂઆત તમને થોડી નિરાશ કરી શકે છે, પરંતુ દિવસ દરમિયાન તમારા મોટાભાગના કાર્યો પૂર્ણ થતાં આશા બંધાઇ શકે છે. ઘરેલું મુદ્દાઓમાં મદદ માટે કોઈ તમારો સંપર્ક કરી શકે છે. પ્રયાસ કરો અને વર્ક-લાઇફમાં સંતુલન જાળવી રાખો.

લકી સાઇન- પોપટ

વૃષભ (20 એપ્રિલ- 20 મે)


જીવનમાં નવી પસંદગી કરવાની તેજસ્વી તકો આવી રહી છે, તેને ચૂકશો નહીં. તમારી ઇન્સ્ટિન્ક્ટ પહેલા કરતાં વધુ સારી લાગી રહી છે. તમારી લાગણીઓને દબાવવાનો પ્રયાસ કરો, ખાસ કરીને તેમની સામે જેઓને તેની પરવાહ નથી.

લકી સાઇન- ગુલાબનો છોડ

મિથુન (21 મે- 21 જૂન)


જો તમે વેકેશન પર જવાનું વિચારી રહ્યા છો, તો આ સમય યોગ્ય છે. ગંભીર વાતચીત આજે કારગર નહીં નીવડે, તેથી તેને બાકી રાખો. તમારા રસનો કોઇ પ્રપોઝલ મળી શકે છે. જો કોઇ તણખાઓ છે તો તેને ઉડી જવા દો.

લકી સાઇન- સનરાઇઝ

કર્ક (22 જૂન- 22 જુલાઇ)


જો હવે તમારા પરિપ્રેક્ષ્યનું મૂલ્ય આંકવામાં આવતું નથી, તો તેને બાકી રાખો. જો ખૂબ દૂર કરી દેવામાં આવશે તો કટાક્ષ એક અલગ જ આકાર લઈ શકે છે. કોઈ સામાજિક પ્રવૃત્તિ યોજના મુજબ ન થઈ શકે. રીટ્રીટ માટે પ્લાન બનાવો.

લકી સાઇન- મિલ્ક બકેટ

સિંહ (23 જુલાઇ- 22 ઓગસ્ટ)


ભૂતકાળના પ્રયત્નોની અસર નવું પ્રેશર લાવવાનું શરૂ કરી શકે છે. તમારા બાળકોને તેમના પ્રોજેક્ટ્સમાં સહાય કરવાનો આ સમય છે. પાચન સાથેની કેટલીક સમસ્યાઓના કારણે તમારે ઘરે બનાવેલું જ જમવું પડી શકે છે.

લકી સાઇન- ડાયમંડ

કન્યા (23 ઓગસ્ટ- 22 સપ્ટેમ્બર)


દિવસ દરમિયાન હળવી અને ભારે ક્ષણો બંને મિશ્રિત રહી શકે છે. આજે તમારી કુનેહની કસોટી થઈ શકે છે. તમારી વાતચીતની કુશળતાને બિરદાવવામાં આવશે. રોકાણનું જોખમ ન લેવું હિતાવહ છે.

લકી સાઇન- શાર્પ ઇન્સ્ટ્રૂમેન્ટ

તુલા (23 સપ્ટેમ્બર- 23 ઓક્ટોબર)


દિવસની એનર્જી કોચિંગ કાર્ય કરતા લોકો તરફ વધુ હોય તેવું લાગી રહ્યું છે. જો તમે કન્સિસ્ટન્ટ રહેશો તો કેટલીક સારી પ્રગતિ થઈ શકે છે. ગુસ્સાની અમુક બાબતો તમારું ધ્યાન ભટકાવી શકે છે, પરંતુ તે લાંબા સમય સુધી ચાલશે નહીં. તમે પોતાને તમારા લક્ષ્યની એક પગલું નજીક જોશો.

લકી સાઇન-ઘોડાની તસવીર

વૃશ્વિક (24 ઓક્ટોબર- 21 નવેમ્બર)


માતાપિતા અને જીવનસાથી વચ્ચે પરિસ્થિતિ થોડી ખરાબ રહી શકે છે. તમારી કૂટનીતિ અને અનુભવ નિર્ણાયક સાબિત થઈ શકે છે. નવો વ્યવસાય શરૂ કરવાની યોજના હવે આકાર લેવાનું શરૂ કરી શકે છે. ખાસ કરીને નજીકના મિત્ર તરફથી કોઈ સલાહ આપવામાં આવે તો આવકાર્ય છે, તમે તેને માની શકો છો.

લકી સાઇન- પોસ્ટર

ધન (22 નવેમ્બર- 21 ડિસેમ્બર)


આજે તમને મળેલા આશીર્વાદને આભારી રહો કારણ કે તમે અન્ય લોકોને નાટકીય પરિસ્થિતિમાં અટવાયેલા જોશો. તમે થોડી ઇરિટેશન પણ અનુભવી શકો છો. સાંજ સુધીમાં એક આઉટિંગ કાર્ડ્સ પર છે. એક સકારાત્મક પરિવર્તન રાઉન્ડ ધ કોર્નર પર લાગી રહ્યું છે.

લકી સાઇન- બ્રાઇટ લાઇટ

મકર (22 ડિસેમ્બર- 19 જાન્યુઆરી)


જ્યારે તમે કદાચ મનની યોગ્ય સ્થિતિમાં ન હોવ, ત્યારે કેટલાક જૂના મિત્રો તમને સરપ્રાઇઝ કરી શકે છે. તમારા પોતાના માટે મી-ટાઇમ કાઢવામાં અને પોતાની સંભાળ રાખવામાં આજે તમે થોડા વ્યસ્ત રહી શકો છો. સહેજ માથાનો દુખાવો તમને અકડાવી શકે છે, તેથી ધ્યાન રાખવું.

લકી સાઇન- ફાયર ફ્લાય

કુંભ (20 જાન્યુઆરી- 18 ફેબ્રુઆરી)


મનોરંજન અથવા તમારા મનપસંદ શોમાં ભાગ લેવાનો દિવસ છે. તમારી ઇનર એનર્જી આજે તમને બ્રેક લેવાનું સૂચવે છે, તેથી તમે આરામ કરી શકો છો. તમારી ગતિ બનાવો કારણ કે પૈસાની બાબતો પણ જલ્દીથી હલ થતી હોય તેવું લાગે છે.

લકી સાઇન- કેન્વાસ

મીન (19 ફેબ્રુઆરી- 20 માર્ચ)


તમારો સુંદર ભૂતકાળ આજે તમારા ચહેરા પર સ્મિત લાવી શકે છે. ખરીદી કરતી વખતે વધુ ઉદાર ન બનવાનો પ્રયાસ કરો. તમારા જીવનસાથી તમારા અટેન્શનની રાહ જોતા હોય તેવું લાગે છે. તમે તે ઇનિશિયેટ પણ કરી શકો છો.

લકી સાઇન- નિયોન સ્લિપર
First published:

Tags: Aaj nu rashifal, Astrology, Gujarati Rashi