Oracle Speaks 3nd December: કોઈ નવી વ્યક્તિ તમારી સાથે જોડાઈ શકે છે, સાથ મળશે અને તમારા કામનો બોજ વહેંચાઈ શકે છે. આ સારા સમાચાર છે કારણ કે હવે તમારા કામને ગતિ મળશે. કામકાજ અને જીવનના સૌથી વ્યસ્ત સમયમાં તમારા પરિવારના સંપર્કમાં રહેવાથી સંતુલન બની શકે છે અને તમને જમીન સાથે જોડેલા રાખશે.
ફૂલ ગુલાબી ઠંડીમાં ફરી સુસ્તીનો માહોલ ચઢી શકે છે. તમે અવ્યવસ્થિત અને નક્કામી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ શકો છો, જે સમય અને શક્તિનો વેડફાટ હશે. એકંદરે તમારું ધ્યાન અસ્તવ્યસ્ત, વેરવિખેર અને વિચલિત લાગે છે.
લકી સાઇન - એક પ્રિઝમ
વૃષભ : 20 એપ્રિલ-20 મે
ખાસ અને નજીકના સંબંધોને અમુક પ્રકારના સમારકામની જરૂર પડી શકે છે,ખટરાગ દૂર કરજો. તમારા જીવનસાથીને તમારા તરફથી વધુ પ્રયાસોની અપેક્ષા છે. જો તમારી સામે વિરોધનો વંટોળ છે, તો તે બાબતથી હાલ પુરતું દૂર રહેવું. કામના કલાકોનો મહત્તમ ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.
લકી સાઇન - તાંબાની બોટલ
મિથુન : 21 મે - 21 જૂન
કોઈ નવી વ્યક્તિ તમારી સાથે જોડાઈ શકે છે, સાથ મળશે અને તમારા કામનો બોજ વહેંચાઈ શકે છે. આ સારા સમાચાર છે કારણ કે હવે તમારા કામને ગતિ મળશે. નક્કર પ્લાન કરવાનો હવે પ્રયાસ કરો. સમયસર રીમાઇન્ડર તમારી એનર્જીનો વેડફાટ અટકાવી શકે છે. કેટલીક રમતગમતની પ્રવૃત્તિઓ નવી ઉર્જા અને ઉત્સાહનો દોરી-સંચાર કરશે.
લકી સાઇન – એક ફુવારો
કર્ક : 22 જૂન-22 જુલાઈ
કામકાજ અને જીવનના સૌથી વ્યસ્ત સમયમાં તમારા પરિવારના સંપર્કમાં રહેવાથી સંતુલન બની શકે છે અને તમને જમીન સાથે જોડેલા રાખશે. વેલનેસ એક્ટિવિટી આધ્યાત્મિક રસ તરફ વાળશે. નેતૃત્વ અને સહયોગની તક ટૂંક સમયમાં આવી શકે છે.
લકી સાઇન – એક એન્ટિક ઘડિયાળ
સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ
જો તમે અગાઉ કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો તેણે તમને અથવા તમારા કાર્યોને હજુ સુધી માફ કર્યા નથી. પરિવર્તન અને ફેરફારો કરવા માટે વધારે પ્રયત્નો કરો. નજીકના મિત્રો નાની મુસાફરીનું આયોજન કરી શકે છે. મીઠાઈ ખાવા માટે દિવસ સારો છે.
લકી સાઇન - સ્પષ્ટ સ્વચ્છ આકાશ
કન્યા : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર
સારૂં નેટવર્ક ધરાવતી કોઈ વ્યક્તિ તમારા કામની નોંધ લઈ શકે છે અને તમારો સંપર્ક કરી શકે છે. તમને તમારી જ કુશળતા-આવડત પર શંકા ઉપજાવતો સમય આવ્યો છે. સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડઅપ કરજો. તમારી આવડત-કામકાજ-પ્રવૃત્તિ પર વિશ્વાસ રાખો.
લકી સાઇન - ક્રમમાં રહેલ નંબરો
તુલા : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર
કાર્યસ્થળ પર શાંતિપૂર્ણ વાતાવરણ ખોરવાઈ શકે છે. અગાઉ માહિતી આપવામાં ન આવેલ હોય તેવા વધારાના કામનો ભાર આવી શકે છે. રોકાણનો નવો સ્ત્રોત તમારું ધ્યાન ભટકાવી શકે છે. કોઈ જૂના મિત્રની અજ્ઞાત રીતે આવવાની અપેક્ષા રાખો.
લકી સાઈન – સિલ્ક સ્કાર્ફ
વૃશ્ચિક : 24 ઓક્ટોબર - 21 નવેમ્બર
કાર્યસ્થળ પર થતી નવા-જુનીનું ધ્યાન રાખો. તમારી હાજરી હવે પછી તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. પડોશમાં કોઈ અવ્યવસ્થા વિક્ષેપનું કારણ બની શકે છે. રોમેન્ટિક બાબતોમાં વધુ ફૂલશે.
લકી સાઈન - એક જાળી (નેટ)
ધન -22 નવેમ્બર - 21 ડિસેમ્બર
એક સારા જલ્દી જ આવી શકે છે. ધીમો અને નીરસ દિવસ હોવાને કારણે જલ્દી ખતમ નહીં થાય. તમે વહેલા થાકીને આરામ ફરમાવી શકો છો. લાંબાગાળાની વાતચીતમાં સામેલ થવાની સંભાવના દેખાઇ રહી છે.
લકી સાઇન – પાંદડાની ડિઝાઈન (Floral Pattern)
મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી
તમે ભાગીદારી અથવા સહયોગની નવી તક માટે તૈયારી કરી શકો છો. તમને તમારો રસ્તો સીધો અને સ્પષ્ટ દેખાશે. પરંતુ ફાઇન પ્રિન્ટ જરુર વાંચો.
લકી સાઇન - કેનવાસ શૂ
કુંભ: 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી
આ એક સરળ દિવસ છે, જો તમે આ વસ્તુને નોટીસ કરીને તેનું મુલ્ય સમજશો તો...થાક લાગવો સામાન્ય છે, તમારી જાતને થોડો વિરામ આપો. કાર્યનું મૂલ્યાંકન કરતા પહેલા ખાતરી કરો કે તમારા તથ્યો સાચા છે. એક પ્રકારની લાઇફને તમે જલદી ચેન્જ કરવાનું મૂડ બનાવી શકો છો.
લકી સાઇન – વોટર બોડી
મીન: 19 ફેબ્રુઆરી - 20 માર્ચ
કોઈ સારા મિત્રને પારિવારિક બાબતોમાં મદદની જરૂર પડી શકે છે. જે વ્યક્તિને તમે સારી રીતે જાણતા નથી તે વ્યક્તિની આલોચના ન કરો. તમે કરેલી બચત હવે મદદરૂપ સાબિત થઈ શકે છે. નિર્ણય લેવા માટે થોડી પ્રેક્ટિસની જરૂર પડી શકે છે.
લકી સાઇન- એસેરેમિક ફૂલદાની
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર