Home /News /dharm-bhakti /Oracle Speaks 31 January: આ રાશિના જાતકો પોતાની એક અલગ ઓળખ ઊભી કરીને મેળવશે સફળતા, જાણો કેવો રહેશે આજનો દિવસ

Oracle Speaks 31 January: આ રાશિના જાતકો પોતાની એક અલગ ઓળખ ઊભી કરીને મેળવશે સફળતા, જાણો કેવો રહેશે આજનો દિવસ

ORACLE SPEAKS

Oracle Speaks 31 January: ORACLE SPEAKS અનુસાર જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને તમારું લકી સાઈન, લકી કલર શું છે. આ જણાવી રહ્યા છે આપણને વેલનેસ સ્ટુડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા...

    મેષ (Aries): 21 માર્ચથી 19 એપ્રિલ

    જો તમે જીવનમાં એક ગતિ પકડી લીધી છે, તો આ ગતિ ધીમી થઈ શકે છે. કોઈ નવી વ્યક્તિ બિઝનેસમાં અચનાક રુચિ દર્શાવી શકે છે. અન્ય સ્ત્રોતમાંથી કમાણી થવાનો યોગ બની રહ્યો છે.

    લકી સાઈન– નક્ષત્ર

    વૃષભ (Taurus): 20 એપ્રિલથી 20 મે

    તમને કયા વિષયમં રુચિ છે, તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. અનેક એવા સપનાઓ છે, જેના કારણે તમે વારંવાર પરેશાન થઈ શકો છો. તમે તેના વિશે વિચારવા માટે મજબૂર થઈ શકો છો. જો તમે કોઈ ખરાબ આદતથી છુટકારો મેળવવાની કોશિશ કરી રહ્યા છો, તો તમે તેમાં સફળ થઈ શકો છો.

    લકી સાઈન– સરકસ

    મિથુન (Gemini): 21મેથી 21 જૂન

    કોઈ વ્યક્તિ તમારા પર સતત નજર રાખી શકે છે. તમારો પીછો થઈ રહ્યો હોય તેવું તમને લાગી શકે છે. તમે તમારી સૂઝબૂઝથી અને યુક્તિથી આ પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકો છો. ઓફિસમાં તમારી વ્યક્તિગત બાબતોને અન્ય લોકો સાથે શેર ન કરો.

    લકી સાઈન– સ્પાર્કલિંગ વોટર

    કર્ક (Cancer): 22 જૂનથી 22 જુલાઈ

    જો માસ્ટરપ્લાન હોત તો અત્યાર સુધીમાં તેનું પરિણામ આવી ગયું હોત. તમારી રણનીતિમાં ફેરફાર કરવાનો સારો સમય છે. તમારા સિનિયરને તમારો આઈડિયા પસંદ આવી શકે છે. ઘરેલુ બાબતે કેટલીક અશાંતિ જોવા મળી શકે છે, જે દૂર થઈ જશે.

    લકી સાઈન– નવા ચપ્પલ

    સિંહ (Leo): 23 જુલાઈથી 22 ઓગસ્ટ

    તમારા ભૂતકાળની વ્યક્તિ હવે તમારા જીવનમાં આવી શકે છે. અંતમાં તમામ બાબતો અસ્ત વ્યસ્ત લાગી શકે છે, પરંતુ તમને એકલાપણું પણ લાગી શકે છે. એક બાળક થોડા સમય સુધી તમારું મનોરંજન કરી શકે છે.

    લકી સાઈન– ડાયમંડ રિંગ

    કન્યા (Virgo): 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર

    તમે તમારા કામ માટે કોઈ નવા ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. ટ્રાવેલિંગના રસ્તા પર આ બાબત થઈ શકે છે. ઓફિસમાં કોઈ વ્યક્તિ તમારો સંપર્ક કરવા માટે સતત રાહ જોઈ રહ્યું છે. એક સરળ દ્રષ્ટિકોણના કારણે યોગ્ય પ્રભાવ ઉત્પન્ન થઈ શકે છે.

    લકી સાઈન– ગ્રહણ

    તુલા (Libra): 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર

    ઘરની કોઈ વ્યક્તિની અવગણના થતી હોય તેવું લાગી શકે છે. કોઈ જૂના ફોટોના કારણે મનમાં છુપાયેલ લાગણીઓ પર ટ્રિગર થઈ શકે છે. તમારા વિચાર યૂનિક છે, તે વ્યક્ત કરવા માટે તમને તક મળી શકે છે. વાતચીત કરીને એક નવી શરૂઆત કરવી જોઈએ.

    લકી સાઈન– વાયરલેસ હેડફોન

    વૃશ્વિક (Scorpio): 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર

    તમારા અવાજના કારણે તમે તમારી એક ઓળખ ઊભી કરી શકો છો. તમે હાલમાં જે યોજના બનાવી છે, તેના પર ફરી એકવાર વિચારણા કરવાનું તમને પસંદ નથી. વિદેશ યાત્રાને કારણે તમારામાં એક નવી સમજ ઊભી થઈ શકે છે. તમારા રુટીન પર ધ્યાન આપો.

    લકી સાઈન– ટેરાકોટા બેસીન

    ધન (Sagittarius): 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર

    ડેડલાઈન પહેલા કામ કરવા માટે તમારી કોશિશમાં વધારો કરો. તમારા ઘરના જે કંઈપણ પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, તે દૂર કરવા માટેનો કોઈ ઉપાય મળી શકે છે. એક યુવા વ્યક્તિની રણનીતિના કારણે તમે તમારા લક્ષ્ય પૂર્ણ કરી શકો છો.

    લકી સાઈન– સિલિકોન ટ્રે

    મકર (Capricorn): 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી

    કોઈ વ્યક્તિ તમારી ઈર્ષ્યા કરી શકે છે અને તમારી સાથે સૌહાર્દપૂર્ણ વર્તન પણ કરી શકે છે. તમારે ખૂબ જ બારિકાઈથી નજર રાખવાની જરૂર ઊભી તઈ શકે છે. કોઈ નવી આદતના કારણે વાસ્વિક લાભ થઈ શકે છે. તમારે તમારા સમાયોજનના મુદ્દો પર કામ કરવું પડી શકે છે અને તમારે ફ્લેક્સિબલ પણ રહેવું પડી શકે છે.

    લકી સાઈન– લાલ મીણબત્તી

    કુંભ (Aquarius): 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી

    કાયદાકીય બાબતોમાં થોડી રાહત મળી શકે છે. ઓફિસમાં તમારા વ્યક્તિત્વની પ્રશંસા કરવામાં આવી શકે છે. જો તમે મહત્ત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરવાનું વિચારી રહ્યા છો, તો તમે તે નિર્ણયને હાલ પૂરતો ટાળી શકો છો. મધ્યસ્થી શાસનને કારણે તમે જમીન પર આવી શકો છો.

    લકી સાઈન– કેન્ડી

    મીન (Pisces): 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ

    તમારી આસપાસની ઘટનાઓની એક અલગ પેટર્નના કારણે તમે આકર્ષિત થઈ શકો છો. તમને એવું લાગી રહ્યું હશે કે, તમે તમારા લક્ષ્યની ખૂબ જ નજીક પહોંચી ગયા છો, પરંતુ તે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં હજુ પણ થોડો સમય રહેલો છો. તમને કોઈ નવી તક મળી શકે છે, પરંતુ તેના પર તમારું ધ્યાન નથી.

    લકી સાઈન– પીળો મણિ
    First published:

    Tags: Dharm Bhakti, Horoscope