Home /News /dharm-bhakti /Oracle Speaks 30th Nov: મકરને મળશે મિત્રોનો સાથ, કોણે સંબંધ વધારતા લોકોથી રહેવું સાવચેત? આજે કોને થશે ધનલાભ?

Oracle Speaks 30th Nov: મકરને મળશે મિત્રોનો સાથ, કોણે સંબંધ વધારતા લોકોથી રહેવું સાવચેત? આજે કોને થશે ધનલાભ?

ORACLE SPEAKS 30th Nov

Oracle Speaks 30th Nov:કામના ભારણને કારણે તમને જરૂરી છે અને તમે કલ્પના કરી રહ્યાં છો તે બ્રેક મળી શકે છે. અત્યારે જ તાત્કાલિક વિરામની યોજના બનાવી શકો છો. કોઈ વ્યક્તિ ફક્ત માહિતી મેળવવા, વાતો જાણી લેવા તમારી નજીક જવાનો પ્રયાસ કરી શકે છે.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  મેષ : 21 માર્ચ-19 એપ્રિલ


  આજનો દિવસ તમને તમારી વર્તમાન માનસિકતા અંગે પુનર્વિચાર કરવા દબાણ કરી શકે છે. ફેરવિચારણા અંગેનો ખ્યાલ કે વિચાર તમને આપવામાં આવી શકે છે તમને તેના અંગે આશંકા, ભ્રમણા પણ ઉભી થશે પરંતુ ખરેખર તમારે માનસિકામાં ફેરફારની જરૂર છે. એક સુખદ આશ્ચર્ય દિવસના સ્વરને સરળ બનાવી શકે છે.

  લકી સાઇન – સિમ્બોલ-પ્રતીક

  વૃષભ : 20 એપ્રિલ-20 મે


  તમારા આજના દિવસને સરળ બનાવવા તમારી પ્રી-પ્લાનિંગને સુનિશ્ચિત કરો. અન્ય લોકો પર વિશ્વાસ મૂકવો થોડો અઘરો લાગશે. તમને તમારી ટીમ સાથે વધુ અસરકારક રીતે વાર્તાલાપ કરવા માટે એક નવો વિચાર મળી શકે છે, જે અમુક પ્રકારની માન્યતા તરફ દોરી શકે છે.

  લકી સાઇન - એક વિન્ટેજ ઘડિયાળ

  મિથુન : 21 મે - 21 જૂન


  તમે સંક્ષિપ્તમાં પરંતુ અસરકારક રીતે તમારા નિર્ણયોને લાગુ કરી શકશો. અનેક વાસ્તવિકતાઓ હવે છતી થશે અને સચ્ચાઈનો આભાસ કરાવશે. કાર્યસ્થળે શિફ્ટિંગનું પ્લાનિંગ કરો.

  લકી સાઈન – નક્ષત્ર/તારો

  કર્ક : 22 જૂન-22 જુલાઈ


  તમે તમારી કેટલીક જૂની આદતો બદલવાનું વિચારી શકો છો. થોડું સ્થાનિક મોરચે ઘર્ષણ કામકાજમાં વિક્ષેપ પેદા કરી શકે છે. તમે અમુક સમયે અન્ય વ્યક્તિની માનસિકતા પણ સમજવાનું પસંદ કરી શકો છો.

  લકી સાઇન - સોનાનો સિક્કો

  સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ


  નાણાંકીય લેવડ-દેવડ આજે માનસિક દ્રષ્ટિએ સૌથી પ્રમુખ બાબત રહેશે. તમારે તમારા છૂટા-છવાયા પરચુરણ ખર્ચને પણ કાબૂમાં લેવાની જરૂર પડી શકે છે. ટૂંક સમયમાં આવકના કેટલાક નવા સ્ત્રોત ખુલી શકે છે. તમારા આરોગ્યની કાળજી રાખો, તપાસ કરાવો.

  લકી સાઇન - ચાંદીનો તાર

  કન્યા : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર


  તમારું હૃદય ખૂબ બેચેન છે અને તમે થોડો સમય લેવાનું વિચારી રહ્યા છો, શાંતિ ઈચ્છો છો. તમે જલ્દીથી તે મેળવવા પણ ઈચ્છો. તમે સ્વાસ્થ્ય પર ફોકસ વધારીને ડેઈલી રૂટિનને ઝડપી બનાવવા તરફ આગળ વધશો.

  લકી સાઇન - એલાર્મ ઘડિયાળ

  તુલા: 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર


  જો તમે એક વેપારી છો, તો અગાઉ થઈ ગયેલા કેસ અંગે ફરી તમે અમુક કાયદાકીય કાર્યવાહીમાં અટવાઈ શકો છો. તમારા વ્યવહારને એક સમીક્ષાની જરુર છે. તમને જામીન આપવા કે કોઈ કપરી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે કોઈ પ્રભાવશાળી વ્યક્તિને મળી શકો છો.

  લકી સાઇન - ફળ

  વૃશ્ચિક: 24 ઓક્ટોબર - 21 નવેમ્બર


  કામના ભારણને કારણે તમને જરૂરી છે અને તમે કલ્પના કરી રહ્યાં છો તે બ્રેક મળી શકે છે. અત્યારે જ તાત્કાલિક વિરામની યોજના બનાવી શકો છો. કોઈ વ્યક્તિ ફક્ત માહિતી મેળવવા, વાતો જાણી લેવા તમારી નજીક જવાનો પ્રયાસ કરી શકે છે.

  લકી સાઇન - નવી કાર

  ધન : 22 નવેમ્બર - 21 ડિસેમ્બર


  દિવસની શરૂઆત ધીમી થઈ શકે છે પરંતુ સાંજ સુધીમાં તે ગતિ પકડી લેશે. સોશિયલ ગ્રુપના મિત્રો સાથે ફરી કનેક્ટ થવાનો સારો દિવસ. જો તમે બેંકિંગ સેક્ટરમાં કામ કરો છો, તો વર્કલોડ વધી શકે છે.

  લકી સાઇન - નવી નવલકથા

  મકર : 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી


  તમારા એક જુના મિત્રોનું ગૃપ તમને ફરીથી મળવા માટે અથવા તમારા સાથે કનેક્ટ થવાની રાહ જોઈ રહ્યું હશે. માતાપિતા દ્વારા સૂચવાતા અમુક અવલોકનોના જેના પર તમે પણ વિચાર કરી રહ્યાં હતા તેને પર ચર્ચા કરીને આચરણ કરવાની જરૂર. તમે દિવસભર આળસ અનુભવો તેવી શક્યતા છે પરંતુ આજનો દિવસ પોતાની જાતને આગળ વધારવાનો છે.

  લકી સાઇન – એક ઉબડખાબડ રસ્તો

  કુંભ: 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી


  તમે જેની રાહ જોઈ રહ્યા છો તે સતત આગળ ધકેલાઈ રહ્યું છે. કાર્ય પૂર્ણ કરવા માટે તમારે મક્કમ-સભાન પ્રયત્નો કરવા પડી શકે છે. તમારો જુસ્સો થોડા સમય માટે પાછળ ધકેલાશે પણ Push Upની જરૂર.

  લકી સાઇન – એક સમન્વયિત નંબર

  મીન: 19 ફેબ્રુઆરી - 20 માર્ચ


  તમે સવારના સમયે કામ કરવામાં આળસ અનુભવશો. રસપ્રદ વાત એ છે કે, બપોર સુધીમાં તમે આળસને ખંખેરી નાંખશો. તમે તમારી યથાસ્થિતિમાં પાછા ફરવાનું વિચારી રહ્યા હશો પણ તેના માટે હજુ સમય છે.

  લકી સાઇન - એક રિંગ
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology in gujarati, Gujarati Rashifal

  विज्ञापन
  विज्ञापन