Home /News /dharm-bhakti /Oracle Speaks 29 March: કુંભ રાશિના જાતકોને મળી શકે છે નવી જવાબદારી, જાણો આજનું આપણું રાશિફળ

Oracle Speaks 29 March: કુંભ રાશિના જાતકોને મળી શકે છે નવી જવાબદારી, જાણો આજનું આપણું રાશિફળ

ORACLE SPEAKS

Oracle Speaks 29 March: જૂની યાદો આજે તમારા મનમાં રહી શકે છે. રીયાલીટી ચેક મદદરૂપ થઇ શકે છે. તમારા માતાપિતા તમારા અટેન્શનની રાહ જોઇ રહ્યા હશે, તપાસ કરો. જૂની અપ્રોચ માટે નવો પ્લાન બનાવો.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
મેષ (21 માર્ચ – 19 એપ્રિલ)

બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવા અને ભૂતકાળમાં જો કોઇ કાર્યો બાકી રહી ગયા હોય તો તે ચકાસવા માટેનો ઉત્તમ દિવસ છે. કોઈ સામાન્ય ઈન્ફેક્શન અથવા માથાનો દુ:ખાવો થઇ શકે છે. કોઈપણ વિવાદમાં તમારી જાતને શાંત રાખશો. ભવિષ્યમાં મદદરૂપ બનશે.

લકી સાઇન- ગાર્ડન

વૃષભ (20 એપ્રિલ- 20 મે)

આજના દિવસની એનર્જી ખૂબ જ શક્તિશાળી છે. જે તમને કોઇ નવું કાર્ય કે નવો વિચાર કરવામાં મદદ કરશે. જો કોઇ તમારી પાસેથી ઉધાર માંગે તો તમે તેને શાંતિથી મનાઈ કરી શકો છો. ખૂબ જ ચાલવાનું રાખશો, તે તમારા માટે હિતાવહ છે.

લકી સાઇન – બે મોરપીંછ

મિથુન (21 મે- 21 જૂન)

આજે કોઇ તમારી લાગણીશીલ છબી જોશે, જોકે તમે અંદરથી ખૂબ જ મજબૂત છો. સંતુલન જાળવવા માટે વાતચીતની કેટલીક યુક્તિઓની જરૂર પડશે. કોઈ સાથીદાર આર્થિક સહાય માટે પૂછી શકે છે, તે સાચી હોઈ શકે છે.

લકી સાઇન- પીબલ્સ

કર્ક (22 જૂન – 22 જુલાઇ)

કોઈ જૂના પરિચિત વ્યક્તિ સાથે મુલાકાત અથવા ફરીથી કનેક્ટ સંભાવના છે. જો કોઇને બહાર મળવા જવાનું હોય તો હવામાન કદાચ બાહ્ય મુલાકાત માટે યોગ્ય ન હોઇ શકે. જો તમે કોઈ વસ્તુને ટેકો આપવાનું વિચારી રહ્યા છો, તો તમને હવે તક જોવા મળી શકે છે.

લકી સાઇન- હેન્ડમેડ પેપર

સિંહ (23 જુલાઇ- 22 ઓગસ્ટ)

અચાનક મહેમાન આવી શકે છે. આજે તમને સારી ટ્રીટ્સ પણ મળી શકે છે. અટવાયેલા નાણાં પણ પરત મળી શકે છે. તમારો સપોર્ટ સ્ટાફ ફરિયાદ લાવી શકે છે, પ્રાથમિકતાના ધોરણે તમે તેનો ઉકેલ લાવી શકો છો.

લકી સાઇન – પર્લ્સ

કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)

કામ પરનું વાતાવરણ અનુકૂળ લાગતું હોવાથી તમે લાંબા સમયથી વિલંબિત કોઇ વાતચીત કરવાનું પસંદ કરી શકો છો. ઘરે અને ઑફિસમાં બંને જગ્યાએ પેપરવર્ક ચાલુ રાખો. તમે ઊંઘથી વંચિત છો, આજે રાત્રે થોડી ક્વોલિટી ઊંઘ લેવાનું ખાસ યાદ રાખશો.

લકી સાઇન- ડોરસ્ટેપ

તુલા (23 સપ્ટેમ્બર- 23 ઓક્ટોબર)

કેરિંગ હોવું તમને નબળા નથી બનાવતું. તમારો મજબૂત પોઇન્ટ સામે રાખો, અમુક લોકો તમારા પર નજીકથી નજર રાખી રહ્યા છે. તમારી તબિયતની ખાસ કાળજી રાખો.

લકી સાઇન- લાલ સ્કાર્ફ

વૃશ્વિક (24 ઓક્ટોબર -21 નવેમ્બર)

ખરાબ સપનાઓ સબકોન્સિયસ માઇન્ડનો ડર છે, તેને ગંભીરતાથી ન લેશો. વિરુદ્ધ લિંગની કોઇ વ્યક્તિ તમને આકર્ષિત કરી શકે છે. તમારા જૂના મિત્રને ફોન કરીને દિવસ પૂર્ણ કરો.

લકી સાઇન- બ્રિક વોલ

ધન (22 નવેમ્બર- 21 ડિસેમ્બર)

કોઇ નજીકનું વ્યક્તિ તમને ખૂબ યાદ કરી રહ્યું છે. આજે તમારા પ્રિયજનો માટે સમય કાઢો. સાંજના સમયે કોઇ આઉટિંગ પર જવાનું થઈ શકે છે. રૂટિન મેડિકલ ચેકઅપ મદદરૂપ થઇ શકે છે.

લકી સાઇન- નિયોન

મકર (22 ડિસેમ્બર- 19 જાન્યુઆરી)

જૂની યાદો આજે તમારા મનમાં રહી શકે છે. રીયાલીટી ચેક મદદરૂપ થઇ શકે છે. તમારા માતાપિતા તમારા અટેન્શનની રાહ જોઇ રહ્યા હશે, તપાસ કરો. જૂની અપ્રોચ માટે નવો પ્લાન બનાવો.

લકી સાઇન – ગ્લાસ બોટલ

કુંભ (20 જાન્યુઆરી- 18 ફેબ્રુઆરી)

તમારો ડર હવે કન્ટ્રોલમાં છે. હવે કોઇ ખરાબ સપનાઓ નહીં આવે, સમય બદલાઇ ગયો છે. હાલના થોડા મહિનાઓમાં તમે જે મેળવ્યું છે, તેના માટે તમે આભારી અનુભવી શકો છો. તમારા પર કોઇ જવાબદારી આવી શકે છે.

લકી સાઇન- બન્યાન ટ્રી

મીન (19 ફેબ્રુઆરી- 20 માર્ચ)

તમે તમારા પરીવારની ઇમોશનલ સપોર્ટ સિસ્ટમ છો, તેમને તમારી પાસેથી વધારે સમયની અપેક્ષા છે. નવો કોન્ટ્રાક્ટ સાઇન થઇ શકે છે. રીઅલ એસ્ટેટમાં કામ કરતા લોકો માટે દિવસ વ્યસ્ત રહી શકે છે. સરકારી અધિકારીઓને મુશ્કેલીઓ આવી શકે છે.

લકી સાઇન – પક્ષીઓનો કાફલો
First published:

Tags: Aaj nu rashifal, Astrology, Gujarati Rashifal

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો