Oracle Speaks 30 January: ORACLE SPEAKS અનુસાર જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને તમારું લકી સાઈન, લકી કલર શું છે. આ જણાવી રહ્યા છે આપણને વેલનેસ સ્ટુડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા...
કોઈ નવી વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના રહેલી છે, જેની તમારા જીવન પર ખૂબ જ ગંભીર અસર થઈ શકે છે. તમારી માતા તમારી સાથે કોઈ મહત્ત્વપૂર્ણ બાબત પર ચર્ચા કરી શકે છે, જે માટે તમારે મનાઈ ન કરવી જોઈએ. જે પણ પ્રોજેક્ટ પર કામ ચાલુ છે, તે પ્રોજેક્ટ પૂર્ણ થવાને આરે છે.
લકી સાઈન– રંગીન કાચ
વૃષભ (Taurus): 20 એપ્રિલથી 20 મે
જો કોઈ મહત્ત્વપૂર્ણ બાબત પર નિર્ણય કરવામાં આવ્યો નથી, તે બાબતે નિર્ણય લેવામાં આવી શકે છે. તમારા મનમાં જે પણ ડર છે, તે ડર દૂર કરવા માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. તમે કોઈ કમિટમેન્ટ બાબતે પાછળ રહી શકો છો, તે કમિટમેન્ટ પૂર્ણ કરવાની કોશિશ કરો.
લકી સાઈન– ગુલાબનો વાંસ
મિથુન (Gemini): 21મેથી 21 જૂન
તમે જે શાંત વાતાવરણ માટે રાહ જોઈ રહ્યા છો, તમને તે વાતાવરણ મળી શકે છે. તમારી આસપાસ જે પણ અરાજકતા ચાલી રહી છે, તેના કારણે તમે તમારું ધ્યાન કેન્દ્રિત નહીં કરી શકો. મિત્રોને મળવાનો પ્લાન કેન્સલ થઈ શકે છે.
લકી સાઈન– ઈમેઈલ
કર્ક (Cancer): 22 જૂનથી 22 જુલાઈ
થોડા સમયમાં તમે નવા સ્થળનો આનંદ લેવાની શરૂઆત કરી શકો છો. તમારી લાગણીઓને વ્યક્ત કરવામાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. કોઈપણ સંબંધમાં તમારી વાતોને કારણે કોઈને દુ:ખ થઈ શકે છે.
લકી સાઈન– હેરિટેજ સાઈટ
સિંહ (Leo): 23 જુલાઈથી 22 ઓગસ્ટ
તમારા વિચારોને વ્યક્ત કરવામાં નહીં આવે તો તમારા મનમાં ખૂબ જ મૂંઝવણ ઊભી થઈ શકે છે. આ કારણોસર સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂરી છે. ટૂંક સમયમાં કોઈ પ્રોજેક્ટને લીડ કરવા માટેની તક મળી શકે છે. તમારી આસપાસ જે પણ કમ્પેટેટીવ છે તેનાથી સાવચેત રહો.
લકી સાઈન– નવું રેસ્ટોરન્ટ
કન્યા (Virgo): 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર
તમે તમારો આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે, આ કારણોસર કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરવાથી તમારામાં આત્મવિશ્વાસ આવી શકે છે. તમારા સુધી જે પણ વસ્તુ આવી છે, તેના આધાર પર તમારી યોગ્યતામાં વધારો થઈ શકે છે. તમારા મનમાં જે પણ નેગેટીવ વાતો ચાલી રહી છે, તેને સાંભળશો તો તમને વધુ મૂંઝવણ અને ટેન્શન થશે.
લકી સાઈન– પાર્ક
તુલા (Libra): 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર
દિવસે તમારે જાણીજોઈને કોઈ આશા શોધવી પડી શકે છે. તમારા રુટીનને કારણે તમને અનેક પરેશાની થઈ શકે છે. સ્માર્ટ વર્ક કરવા માટે વિચારણા કરવાથી તમારી આંતરિક શક્તિમાં વૃદ્ધિ થશે.
લકી સાઈન– સ્લોગન
વૃશ્વિક (Scorpio): 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર
કોઈ વ્યક્તિ તમારી વાસ્તવિક ક્રેડિટ છીનવવાની કોશિશ કરી શકે છે અને તે વ્યક્તિને તેમાં સફળતા પણ મળી શકે છે. તમારામાં હવે યોગ્ય ઊર્જા રહી નથી. કોઈ અંગત મિત્ર તમને યોગ્ય રીતે સમજી શકશે અને તમારામાં ફરીથી અગાઉ જેવી ઊર્જાનો સંચાર કરી શકે છે.
લકી સાઈન– કાચનો જગ
ધન (Sagittarius): 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર
અનેક વ્યક્તિઓ તમારા જેવી પરિસ્થિતિમાં રહેવાની ઈચ્છા ધરાવે છે. તમારે તમારા વર્તમાન કાર્ય અને ભવિષ્યની સુરક્ષા અંગે વિચારણા કરવી જોઈએ. હળવું ભોજન કરવાથી પાચન સંબંધિત સમસ્યાને રોકી શકાય છે.
લકી સાઈન– સંગેમરમરની તિજોરી
મકર (Capricorn): 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી
જો તમે કંઈક શોધવાની કોશિશ કરી રહ્યા છો, તો તે માટે આસપાસ જવાથી કંઈપણ નહીં થાય. તમે જે વસ્તુ શોધી રહ્યા છો, તે તમારા પરિચિત વ્યક્તિ સાથે મળી શકે છે. કોઈ નવા ઉત્સાહને કારણે તમે બિઝી રહી શકો છો.
લકી સાઈન– મણિની વીંટી
કુંભ (Aquarius): 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી
ભવિષ્ય માટેની યોજનાઓ સાથે આગળ વધવા માટે આજે શુભ દિવસ છે. એક સહજ દ્રષ્ટિકોણ વિકસાવવાની જરૂરિયાત હોઈ શકે છે. કોઈ વૃદ્ધ વ્યક્તિ તમને સતત સલાહ આપતી રહે છે, જે તમને ઉપયોગી સાબિત થઈ શકે છે.
લકી સાઈન– બદામ
મીન (Pisces): 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ
તમારી આસપાસ કોઈ એવી વ્યક્તિ છે, જે તમારા વિશે વધુ જાણવાની કોશિશ કરી શકે છે. જૂનો પ્રેમ પ્રસંગ ફરીથી સામે આવી શકે છે. ફરી એકવાર કાર્ડ પર જોડાવાની શક્યતા છે.
લકી સાઈન– જૂની પેન
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર