Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 2nd January: મેષ રાશિના જાતકોની સુસ્તીના કારણે કામ વિલંબિત થશે, જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS 2nd January: મેષ રાશિના જાતકોની સુસ્તીના કારણે કામ વિલંબિત થશે, જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS 2nd January

ORACLE SPEAKS 2nd January: તમારા જીવનસાથીને વધુ વખત સાંભળવા અને દરકાર રાખવાની જરૂર પડી શકે છે. જો ક્યારેક અણગમો તમારી વિરુદ્ધ હોય તો દૂર રહેવું સારું છે. સમયસર બનાવેલી યોજનાનું રીમાઇન્ડર તમને વધારાના કામથી બચાવશે. રમતગમતની કેટલીક પ્રવૃત્તિ હાથ ધરવાથી વધુ ઉર્જા પણ મળી શકે છે.

વધુ જુઓ ...

  મેષ : 21 માર્ચ-19 એપ્રિલ


  આજે સુસ્તીને કારણે તમારા જરૂરી કામ વિલંબિત થઈ શકે છે અને બિનજરૂરી કામમાં પડી શકો છો. તમે રેન્ડમ શોપિંગ અથવા વિન્ડો શોપિંગમાં વ્યસ્ત થઈ શકો છો. આજે એકંદરે ઉર્જા સહેજ વેરવિખેર અને વિચલિત જણાઈ શકે છે.

  લકી સાઈન : પ્રિઝમ

  વૃષભ : 20 એપ્રિલ-20 મે


  ખાસ અને નજીકના સંબંધોને સતત કામની જરૂર હોય છે. તમારા જીવનસાથીને વધુ વખત સાંભળવા અને દરકાર રાખવાની જરૂર પડી શકે છે. જો ક્યારેક અણગમો તમારી વિરુદ્ધ હોય તો દૂર રહેવું સારું છે. પ્રયત્ન કરોઅને કામના કલાકોનો મહત્તમ ઉપયોગ કરો.

  લકી સાઇન - લીલા કાચની બોટલ

  મિથુન : 21 મે - 21 જૂન


  કોઈ નવી વ્યક્તિ તમારી સાથે જોડાઈ શકે છે અને તમારા કામનો બોજ દૂર કરી શકે છે. આ સારા સમાચાર છે કારણ કે તે તમને કામમાં ગતિની સાથે આરામ પણ આપી શકે છે. સમયસર બનાવેલી યોજનાનું રીમાઇન્ડર તમને વધારાના કામથી બચાવશે. રમતગમતની કેટલીક પ્રવૃત્તિ હાથ ધરવાથી વધુ ઉર્જા પણ મળી શકે છે.

  લકી સાઇન - ફુવારો

  કર્ક : 22 જૂન-22 જુલાઈ


  સૌથી વ્યસ્ત સમયમાં પણ તમારા પરિવાર સાથે સંપર્કમાં રહેવું સંતુલન લાવશે અને તમને આનંદિત રાખશે. વેલનેસ પ્રવૃત્તિ આધ્યાત્મિક રસ પેદા કરી શકે છે. નેતૃત્વ અને સહયોગની તક ટૂંક સમયમાં આવી રહી છે.

  લકી સાઇન – એન્ટિક ઘડિયાળ

  સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ


  જો તમે અગાઉ કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો તેઓ તમને તમારા કાર્યો માટે માફ ના પણ કરે એવું બને. બદલાવ લાવવા માટે વધારાના પ્રયત્નો કરો. હવે સમાધાન કરવાનો સારો સમય હોઈ શકે છે. નજીકના મિત્રો નાના પ્રવાસનું આયોજન કરી શકે છે. આજે વ્યસ્ત રહેવા માટે સારો દિવસ છે.

  લકી સાઇન - સ્પષ્ટ આકાશ

  કન્યા : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર


  કોઈ લોકપ્રિય વ્યક્તિ તમારા કામથી પ્રભાવિત થઈ શકે છે અને તમારો સંપર્ક કરી શકે છે. તે રેફરન્સ દ્વારા આવી શકે છે. તમે તમારા વિશે શંકા અનુભવવાનું શરૂ કર્યું હશે ત્યારે આવું બની શકે છે. તમારી કામ કરવાની વૃત્તિ પર વિશ્વાસ રાખો.

  લકી સાઇન - ક્રમમાં સંખ્યાઓ

  તુલા: 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર


  નાનકડી ભૂલને કારણે નોકરીએ સંચાલન પર અસર પડી શકે છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં વિક્ષેપ પડી શકે છે. તમે ધાર્યું હોય તેવું વધારાનું કામ મળી શકે છે, એક નવું મનોરંજન તમારું ધ્યાન વિચલિત કરી શકે છે. જૂના મિત્રને તમારા પ્રત્યે કોઈ અપેક્ષા હોઈ શકે છે.

  લકી સાઇન - રેશમ સ્કાર્ફ

  વૃશ્ચિક : 24 ઓક્ટોબર - 21 નવેમ્બર


  કાર્યસ્થળ પર હવે ઊભી થતી પરિસ્થિતિનું ધ્યાન રાખો. તેમાં તમારું ધ્યાન તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. તમારી પડોશમાં ખલેલ વિક્ષેપ પેદા કરી શકે છે. રોમેન્ટિક બાબતોમાં પ્રગતિ જોવા મળી શકે છે.

  લકી સાઇન - નેટ

  ધન: 22 નવેમ્બર - 21 ડિસેમ્બર


  આજે સારા સમાચાર મળી શકે છે. આજે ધીમો અને એકધારો દિવસ અનુભવી શકો છો. તમે થાકીને વહેલા પથારીમાં જઈ શકો છો. તમે લાંબા સમય સુધી વાતચીતમાં વ્યસ્ત રહેશો.

  લકી સાઈન : ફ્લોરલ પેટર્ન

  મકર : 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી


  તમે ભાગીદારીની નવી તક માટે તૈયારી રહો અથવા કોલેબરેશન કરી શકો છો. તમારા સહયોગી માર્ગદર્શિકા અનુસાર કામ ના પણ કરે એવું બને. આજે ધીરજ રાખવી જરૂરી બની શકે છે.

  લકી સાઇન - કેનવાસના જૂતા

  કુંભ : 20 જાન્યુઆરી- 18 ફેબ્રુઆરી


  જો તમે ફેસ વેલ્યુ પર વસ્તુઓ સ્વીકારવા તૈયાર હોવ તો આજે સરળ દિવસ રહેશે. તમને થાક લાગવો તે સામાન્ય છે, તમારી જાતને થોડો વિરામ આપો. કોઈ કામનું મેનેજમેન્ટ કરતાં પહેલા ફેક્ટ તપાસો. તમારા કામમાં એકવિધતા ટૂંક સમયમાં તોડવાનું મન થાય તો તમે તે કરી શકો છો.

  સાઇન - વોટરબોડી

  મીન : 19 ફેબ્રુઆરી - 20 માર્ચ


  કોઈ સારા મિત્રને પારિવારિક બાબતોમાં મદદની જરૂર પડી શકે છે. તમે સારી રીતે જાણતા ન હોવ તેવા કોઈની પણ ટીકા ન કરો. બચાવેલ ભંડોળ હવે મદદરૂપ સાબિત થઈ શકે છે. નિર્ણય લેવામાં થોડી પ્રેક્ટિસની જરૂર પડી શકે છે.

  લકી સાઇન - નવી ફૂલદાની
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology, Astrology in gujarati, Gujarati Rashi

  विज्ञापन
  विज्ञापन