Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 28th Nov: મેષ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ, વૃશ્ચિકે વાદ-વિવાદ ટાળવો: જાણો શું કહે છે આપના ગ્રહ-તારા

ORACLE SPEAKS 28th Nov: મેષ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ, વૃશ્ચિકે વાદ-વિવાદ ટાળવો: જાણો શું કહે છે આપના ગ્રહ-તારા

ORACLE SPEAKS 28th Nov

ORACLE SPEAKS 28th Nov: તમે કોઈ તબીબી સમસ્યાના કારણે તમારુ ધ્યાન હટી શકે છે. તમારો કોઇ મિત્ર કે સાથી જે તમારા સૌથી નજીક છે તેને કેટલીક ઘરગથ્થુ પરેશાનીઓ આવી શકે છે.

  મેષ : 21 માર્ચ-19 એપ્રિલ


  આજનો દિવસ શુભ સમાચારનો દિવસ ખાસ કરીને નાણાંકીય મોરચે સારા સમાચાર આવશે. તમારી આસપાસની તાજેતરની ઘટનાઓને લીધે તમે અસ્વસ્થ અનુભવશો. તમારી નજીકની વ્યક્તિ પ્લાનિંગમાં અચાનક ફેરફાર કરી શકે છે.

  લકી સાઇન – પતંગ

  વૃષભ : 20 એપ્રિલ-20 મે


  નવી વ્યક્તિ થોડોક વિક્ષેપ ઉભો કરી શકે છે. તમે અસમંજસતા અને અરાજકતાનો માહોલ સમાપ્ત થતા શાંતિ અનુભવી શકો છો. જટિલ પરિસ્થિતિઓ સરળ થાય તે પહેલાં તેનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તમે પાર ન પાડી શકો તેવી કોઈ બાંહેધરી આપશો નહીં.

  લકી સાઇન - પવનચક્કી

  મિથુન : 21 મે - 21 જૂન


  કેટલીક અરજન્ટ ડેડલાઈનને કારણે થાક અનુભવશો. તમને તમારા જીવનની આગળની યોજના બનાવવા અને વધુ કમાણી કરવા માટે નવા સ્ત્રોતો શોધવા માટે વિચારો માટે અવકાશ અને એકલતાની જરૂર પડશે. જરૂરિયાતમંદ વ્યક્તિ મદદ મેળવવા તમારો સંપર્ક સાધશે.

  લકી સાઈન - ચાંદીનો તાર

  કર્ક : 22 જૂન-22 જુલાઈ


  તમારી પોતાની જાત માટે કરેલ ખરીદારીના આયોજનમાં વ્યસ્ત રહેશો એટલેકે, શોપિંગમાં સમય જશે. કામમાં ડેડલાઈનનું પાલન કરવું જરૂરી. રૂટિન કામોમાં ઘરેલું મદદ અડચણ ઊભી કરી શકે છે.

  લકી સાઇન - ચાંદીના વાસણો

  સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ


  અગાઉ નકારેલો એક વિકલ્પ ફરી સામે આવી શકે છે. કોઈ વસ્તુનું વધુ પડતું વિશ્લેષણ કરવાથી યોગ્ય પરિણામ ન પણ મળે. તમને દિવસમાં કેટલીક ટેક્નિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. બેકઅપ લેવાનું યાદ રાખો.

  લકી સાઇન - લાકડાની સોટી/લાકડી

  કન્યા : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર


  પડકારના સમયમાં તમને અચાનક કોઈ સપોર્ટ સિસ્ટમની મદદ મળી શકે છે પરંતુ કોઈની સાથે આકસ્મિક મુલાકાત ઝડપી પરિણામ લાવી શકે છે. તમે હાલમાં થોડી ઉતાવળ અનુભવી શકો છો પરંતુ કામકાજને શાંત, સમયને ધીમો થવા માટે સમય અને અવકાશ આપો.

  લકી સાઈન - માટીની બરણી

  તુલા : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર


  એક ગેટ ટુ ગેધર તમને આરામ અનુભવવા અને રસપ્રદ વાતચીત કરવાની તક આપી શકે છે. તમારો કોઈ પ્રશંસક આ સમયે તમારું ધ્યાન ખેંચી શકે છે. એક લાંબી યાત્રા તમને એ સ્થાન આપી શકે છે, જેની તમને જરુર છે.

  લકી સાઇન – સોનાની નેટ

  વૃશ્ચિક : 24 ઓક્ટોબર - 21 નવેમ્બર


  તમે તમારી જાતને સત્તાની સ્થિતિમાં શોધી શકો છો. પૈસા વધુ સારા લાગી શકે છે. કોઇ પણ વસ્તુ જેના માટે તમે દ્ઢ નિર્ણય રાખો છો તે તમારા પક્ષમાં આવી શકે છે. પરિવારના કોઈપણ સભ્ય સાથે વાદ-વિવાદ ટાળો.

  લકી સાઇન – સ્ટોરેજનું પીપડું કે પેટી

  ધન: 22 નવેમ્બર - 21 ડિસેમ્બર


  આ રાશિના લોકોએ અમુક બાબતો ધ્યાનમાં રાખવી, તમને સોંપાયેલ કાર્ય મોકૂફ થઈ શકે છે અથવા તમારી પાસે સમય ઓછો થઈ શકે છે. જેથી તમારે અગાઉથી તૈયારી કરવી શ્રેષ્ઠ રહેશે. જો તમારા પિતાએ તમને કોઈ કામ સોંપ્યું હોય, તો તમારે તે કામ કરવુ જોઇએ. તમારી માનસિક સ્થિતિને તમારી શારીરિક પ્રવૃત્તિ સાથે સંરેખિત રાખો.

  લકી સાઇન– એક બબલ રેપ

  મકર : 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી


  કોઈપણ પ્રકારની યાત્રા તમારા મનમાં ઘણી શાંતિ લાવી શકે છે. આ અઠવાડિયે કેટલાક જૂના મિત્રો તમારી સાથે મળવાનું વિચારી શકે છે. તમારે તમારા ક્યાંક ખોવાઇ ગયેલા તમારા વિચારોને એકત્રિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

  લકી સાઇન- એક પેપર કપ

  કુંભ : 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી


  તમારા કામની કોઈ નવી વ્યક્તિ તરફથી પ્રશંસા મળી શકે છે. જો તમે તમારા સંબંધમાં કચવાટ અનુભવી રહ્યાં છો, તો હવે તમારા સંબંધોમાં સુધારો આવી શકવાની સંભાવના દેખાઇ રહી છે. કોઈનું નુકસાન કોઈના લાભમાં બદલાઈ શકે છે.

  લકી સાઇન - પીચ ગુલાબ

  મીન: 19 ફેબ્રુઆરી - 20 માર્ચ


  તમે કોઈ તબીબી સમસ્યાના કારણે તમારુ ધ્યાન હટી શકે છે. તમારો કોઇ મિત્ર કે સાથી જે તમારા સૌથી નજીક છે તેને કેટલીક ઘરગથ્થુ પરેશાનીઓ આવી શકે છે. નવો તબક્કો ટૂંક સમયમાં શરૂ થવાનો છે.

  લકી સાઇન - પીળા કાપડ
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Astrology, Astrology in gujarati, Dharm Bhakti, Dharm bhakti news

  विज्ञापन
  विज्ञापन