Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 28 March: આ રાશિના જાતકો માટે સફળતાના દ્વાર ખુલવાની સંભાવના, જાણો આજનું રાશિફળ
ORACLE SPEAKS 28 March: આ રાશિના જાતકો માટે સફળતાના દ્વાર ખુલવાની સંભાવના, જાણો આજનું રાશિફળ
Oracle Speaks જાણો આજનું રાશિફળ
ORACLE SPEAKS 28 March: જો તમે કોઈને કૉલ કરવાનું મુલતવી રાખ્યું હોય, તો આજે તે કોલ કરવા સારો દિવસ છે. તબીબી રીતે હવે નિયમિત વર્કઆઉટ કરવું જરૂરી છે. વ્યવસાયિક પ્રસ્તાવ કે જેના પર તમે કામ કરી રહ્યા છો, તે લાભદાયી સાબિત થઈ શકે છે.
તમારી જાતને વ્યક્ત કરવા માટે આજે સારો દિવસ છે. તમે તમારા વિચારોને લખાવાનું શરૂ કરી શકો છો અને તે ટૂંક સમયમાં જ તમારી આદત બની જશે. તમે તમારા કાર્યસ્થળ પર નવી સિદ્ધિ મેળવી શકો છો. આજે નવા લોકો સાથે ઓળખાણ પણ થઇ શકે છે.
લકી સાઈન -મોતી
વૃષભ : 20 એપ્રિલ-20 મે
તમારા અંગત જીવનની પ્રગતિમાં વિલંબ માટે કેટલાક અજાણ્યા પરિબળો જવાબદાર હોઈ શકે છે. થોડું ઊંડાણમાં વિચારો અને પરિણામોથી તમને આશ્ચર્યચકિત કરશે. વિચારીને લીધેલો નિર્ણય તમને આગળ વધવામાં મદદ કરી શકે છે.
લકી સાઈન - બ્લ્યુ સફાયર
મિથુન : 21 મે - 21 જૂન
કેટલીક શૈક્ષણિક તક મળી શકે છે. આ તમારા જ્ઞાન અથવા સ્કિલ્સને અપગ્રેડ કરવા માટે છે. તમારો કોક ચાહે છે, જે હમણાં માટે દૂર રહેવાનું પસંદ કરી શકે છે.
લકી સાઈન -એક કાળી ટુરમાલાઇન
કર્ક : 22 જૂન-22 જુલાઈ
કાર્યસ્થળ પર થયેલ કોઈ જાહેરાતથી તમારો દિવસ બની શકે છે. ઉર્જા તમારી અંદર નવો ઉત્સાહ પેદા કરવા તરફ નિર્દેશિત થાય છે. તમારા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા, તમારું કુટુંબ તમારી સલાહ લેશે નહિ.
લકી સાઈન - એક લેમ્પશેડ
સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ
આવનાર કૌટુંબિક પ્રસંગ માટે તમારી ઝીણવટભરી તૈયારી તમને પ્રશંસા અપાવી શકે છે. તમારી પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને દિવસ દરમિયાન તમારો સમય બચાવો. તમે દિનચર્યાને અનુસરીને સારું કામ કરી રહ્યાં છો.
લકી સાઈન - લેબલવાળી જાર
કન્યા : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર
કામના સ્થળે કેટલીક ગંભીર સમસ્યાઓમાં તમારે ધ્યાન આપવું પડી શકે છે. તમે પૂરતી ઊંઘ લેવાનું ચૂકશો નહિ. દિવસ દરમિયાન અશાંત થવાનું ટાળો. થોડા બિનજરૂરી કાર્યો છોડી દેવાનો પ્રયાસ કરો. મિત્ર કંઈક અણધાર્યું આયોજન કરી શકે છે.
લકી સાઈન - બગીચો
તુલા : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર
તમારા નજીકના અને પ્રિય લોકો તરફ વધુ ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. ગેરસમજણો હોય તો દૂર કરો. સર્જનાત્મક અને પ્રગતિશીલ રહેવા માટે તમારે મનને સજીવન કરવાની જરૂર છે. જ્યારે તમને તક મળે ત્યારે ફરવાની યોજના અવશ્ય બનાવો.
લકી સાઈન - ખિસકોલી
વૃશ્ચિક : 24 ઓક્ટોબર - 21 નવેમ્બર
ગૂંચવણો ઉકેલીને તમારી આસપાસના લોકો માટે અને તમારા માટે જીવન સરળ બનાવો. જો તમે નવી દિનચર્યા સાથે અનુકૂલન કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો તકલીફ આવી શકે છે. તમને તમારા બોસ તરફથી લાભ મળવાની સંભાવના છે.
લકી સાઈન - પોપટ
ધન : 22 નવેમ્બર - 21 ડિસેમ્બર
તમારા જીવનમાં એક નવી અને રસપ્રદ વ્યક્તિ આવશે પણ તે થોડા સમય માટે જ હશે. તમારા ઘરેલું બાબતોમાં હવે તમારા ધ્યાન આપવાની જરૂર છે. કેટલીક બહારની વ્યક્તિની દખલગીરી તમને ખૂબ જ પરેશાન કરી શકે છે.
લકી સાઈન - એક લાલ ડ્રેસ
મકર : 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી
દિવસનો મહત્તમ ફાયદો ઉઠાવો કારણ કે શક્તિઓ તમારા પક્ષમાં છે. નવીન વિચારો કામ કરી શકે છે અને સિદ્ધિ તરફ આગળ વધી શકશો. યોગ્ય વ્યક્તિઓને મળવું એ દિવસની મુખ્ય ઘટના હોઈ શકે છે.
લકી સાઈન - પીળો નીલમ
કુંભ : 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી
જો તમે કોઈને કૉલ કરવાનું મુલતવી રાખ્યું હોય, તો આજે તે કોલ કરવા સારો દિવસ છે. તબીબી રીતે હવે નિયમિત વર્કઆઉટ કરવું જરૂરી છે. વ્યવસાયિક પ્રસ્તાવ કે જેના પર તમે કામ કરી રહ્યા છો, તે લાભદાયી સાબિત થઈ શકે છે.
લકી સાઈન - એક લીલો એવેન્ચુરીન
મીન : 19 ફેબ્રુઆરી - 20 માર્ચ
આજનો દિવસ વ્યસ્ત છે, જ્યાં તમારી એનર્જી ડેડલાઈન પેહલા કામ કરવામાં વપરાશે. દિવસ દરમિયાન તમે બહારની પ્રવૃત્તિઓ કરી શકો છો. કામનું દબાણ વધવાની શક્યતા છે પરંતુ તમને પૂરતી મદદ મળશે.
લકી સાઈન - નીલમણિ
આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર