Home /News /dharm-bhakti /Oracle Speaks 28 March: આ રાશિના જાતકોને બિનજરૂરી ભયથી મળશે મુક્તિ, જાણો આજનું રાશિફળ

Oracle Speaks 28 March: આ રાશિના જાતકોને બિનજરૂરી ભયથી મળશે મુક્તિ, જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS

ORACLE SPEAKS 28 March: તમે અગાઉ કરેલું કામ હવે અન્ય લોકોને વધુ આકર્ષક દેખાવાનું શરૂ કરી શકે છે. તમારે કેટલીક કુશળતાને પણ અપગ્રેડ કરવાની જરૂર પડી શકે છે. જો તમને ઘરમાં એક વધારાની જગ્યા બનાવવાનું મન થાય છે, તો તમે હવે તે કરી શકો છો.

વધુ જુઓ ...

  મેષ (21 માર્ચ- 19 એપ્રિલ)


  તમે થોડા પ્રભાવશાળી લોકો સાથે યોગ્ય પ્રભાવ છોડી શકો છો. જો તમારામાંથી કેટલાક લોકો ઘરકંકાસથી કંટાળી ગયા હોય, તો હવે સમય આવી ગયો છે કે તમે ઘરે પરત ફરવાનું આયોજન કરો અથવા કોઈને આમંત્રિત કરો. તમે જે ઘટનાની રાહ જોતા હતા, તે કોઈક સમયે પરંતુ એક અલગ સ્વરૂપમાં થવાની સંભાવના છે.

  લકી સાઇન- જેડ પ્લાન્ટ


  વૃષભ (20 એપ્રિલ – 20 મે)


  તમે આજે વધુ ફ્લેક્સિબલ અને અનુકૂળ અનુભવી શકો છો. તમારા જીવનસાથીને ભાવનાત્મક રૂપે દુઃખની લાગણી અનુભવાઇ શકે છે, આજે તમારે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. તમારી જાતને બિનજરૂરી રીતે સમયનો વ્યય કરતા અટકાવો, કારણ કે તમારી સામે અજાણ્યા વિક્ષેપો આવી શકે છે.

  આ પણ વાંચો:  Grah Gochar 2023: 20 વર્ષ પછી બની રહ્યો છે આ 4 રાજયોગનો અદભુત સંયોગ, આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા

  લકી સાઇન- સોલ્ટ લેમ્પ


  મિથુન (21 મે – 21 જૂન)


  તાજેતરની ટ્રીપ તમને નવા બિઝનેસ વિચારો સાથે પ્રેરણા આપી શકે છે. તમે તમારા જૂના ટચ પોઇન્ટ્સ સાથે નેટવર્કિંગ શરૂ કરી શકો છો. એક નવો પડકાર કે જે અચાનક સામે આવે છે તે તમને થોડા વ્યસ્ત રાખી શકે છે.

  લકી સાઇન- કોબેલ્ટ બ્લૂ બોક્સ


  કર્ક (22 જૂન – 22 જુલાઇ)


  તમે અગાઉ કરેલું કામ હવે અન્ય લોકોને વધુ આકર્ષક દેખાવાનું શરૂ કરી શકે છે. તમારે કેટલીક કુશળતાને પણ અપગ્રેડ કરવાની જરૂર પડી શકે છે. જો તમને ઘરમાં એક વધારાની જગ્યા બનાવવાનું મન થાય છે, તો તમે હવે તે કરી શકો છો.

  લકી સાઇન- મોર


  સિંહ (23 જુલાઇ- 22 ઓગસ્ટ)


  દાનના કાર્યની તક અથવા અન્ય લોકોને સહાય કરવાની તક તમારા માર્ગમાં આવી શકે છે. જો તમારા ઘરે કોઈ દલીલ થઈ હોય, તો તમે તેને ભૂલી જાવ તેવી ભલામણ કરવામાં આવે છે. તમે બાળકો તમારા માટે કંઈક યુનિક યોજના બનાવી શકો છો.

  લકી સાઇન- સ્પોર્ટ્સ ઇવેન્ટ


  કન્યા (23 ઓગસ્ટ- 22 સપ્ટેમ્બર)


  પ્રેક્ટિકલ હોવાના પોતાના ગેરફાયદા હોઈ શકે છે. તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારા વલણથી ખરાબ અનુભવી શકે છે. કાર્યની સૂચિ બનાવવા માટે આ એક સારો દિવસ છે જે કરી શકાય તેવું લાગે છે અને એનર્જી તમારી સાથે હોવાથી તમે પણ તે પૂર્ણ કરી શકો છો.

  લકી સાઇન- ફેવરીટ ફિલ્મ


  તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)


  બિનજરૂરી ભયથી મુક્તિ એ આજના દિવસની સિદ્ધિ હોવાની સંભાવના છે. જે તમને લાંબા સમયથી તમારી ચિંતાનું કારણ બની રહ્યું હશે. તમને કોઈકને મળવાની ઇચ્છા છે જેને તમે ટાળી રહ્યા છો. નાની ફોલ્લીઓ અથવા ત્વચાની એલર્જી તમને પરેશાન કરી શકે છે.

  આ પણ વાંચો:  Ram Navami 2023: રામ નવમી આ 4 રાશિઓ માટે અત્યંત શુભ, નોકરીમાં પ્રમોશનના છે યોગ

  લકી સાઇન- ક્લિઅર ક્રિસ્ટલ


  વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)


  તમારા વિશેની કેટલીક અફવાઓ ફરતી રહી છે, તમને તેના વિશે સાંભળવા મળશે. એક નવી દરખાસ્ત કે જે કદાચ પહેલા તમને રસપ્રદ ન લાગી હોય તે હવે અચાનક આકર્ષક લાગી શકે છે. તમારા માતાપિતા તાત્કાલિક તમારી સાથે ગંભીર ચર્ચા કરવાનું નક્કી કરી શકે છે.

  લકી સાઇન- જ્યૂટ બેગ


  ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)


  જો તમે કોઈ જૂના કોન્ટેક્ટ સાથે જોડાવા વિશે વિચારી રહ્યા છો, તો તમે આજે તે કરી શકો છો. તમે જેડ રૂટિન પ્રત્યે નવો ઉત્સાહ અનુભવી શકો છો. આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવે તે જરૂરી છે. તમે નવા વેલનેસ રૂટિન માટે કેટલાક નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.

  લકી સાઇન – ન્યૂ ક્રાફ્ટ


  મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)


  દરરોજ દિવસની શરૂઆત કંઇક નવીન રીતે કરવાનું મન થતું નથી, તમે આજે તેને સાઇડમાં રાખવાની ઇચ્છા અનુભવી શકો છો. તમે કોઈ મહત્વપૂર્ણ વસ્તુની સમીક્ષા કરવાનું વિચારી રહ્યા હોઈ શકો છો. આજે દ્રષ્ટિકોણ બદલવાનો દિવસ છે.

  લકી સાઇન – રંગીન સ્કાર્ફ


  કુંભ (20 જાન્યુઆરી- 18 ફેબ્રુઆરી)


  આજે તમે રીલેક્સ અનુભવશો અને તમારી જાતને પેમ્પર કરવા માટે આજે તમે કોઇ વેલનેસ એક્ટિવિટી કરી શકો છો. આવું તમે તમારા મિત્રો સાથે કરવાનું પણ વિચારી શકો છો. હાલ કોઇને ઉધાર માટે પૂછવું એ સારો વિચાર ન હોઇ શકે.


  લકી સાઇન- કેટલ


  મીન (19 ફેબ્રુઆરી- 20 માર્ચ)


  જો તમે કોઇ ખાસ રીસ્પોન્સની રાહ જોઇ રહ્યા છો તો તમારા માટે દ્રાક્ષ ખાટી સાબિત થઇ શકે છે. બદલતી પરીસ્થિતિ વચ્ચે તમારે ખરેખર શું જોઇએ છે તમે તેના વિશે વિચારી શકો છો. ઇચ્છિત પરીણામ માટે તમારે થોડી રાહ જોવી પડી શકે છે.

  લકી સાઇન – સિન્ક્રોનાઇઝ્ડ નંબર પ્લેટ

  First published:

  Tags: Aaj nu rashifal, Astro, Astrology, Gujarati Rashifal