Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 28 January: આ લોકોને આવી શકે છે નવો બિઝનેસ આઈડિયા, જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ

ORACLE SPEAKS 28 January: આ લોકોને આવી શકે છે નવો બિઝનેસ આઈડિયા, જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ

ORACLE SPEAKS 28 January:

ORACLE SPEAKS 28 January: તમારે પ્રયાસ કરવો જોઈએ કે હાલમાં તમે જે મૂળભૂત બાબતોનો અભ્યાસ કરી રહ્યાં છો તમે લાંબા સમય સુધી તેને વળગી રહો. આ રીતે તમે પ્રગતિ કરી શકશો અને મનની સ્પષ્ટતા મેળવી શકશો. જો તમે કોઈની સાથે સહયોગ કરવાનું વિચારી રહ્યા છો, તો તેવું કરવા માટે આ સમય યોગ્ય છે. તમારી બધી યોજનાઓ એક જ વારમાં શેર ન કરવાની સલાહ આપવામાં આવે છે.

વધુ જુઓ ...

મેષ: 21 માર્ચ-19 એપ્રિલ


જો તમે કંઈક નવું શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો તે તેના માટે સારો દિવસ છે. પરંતુ આ પહેલા તમારે ખાતરી કરવાની રહેશે કે તમે આ કાર્ય માટે તમારી તૈયારી અને હોમવર્ક સારી રીતે કર્યું છે. તમે જે સ્વ-મૂલ્યાંકન કરવાની ટેવ વિકસીત કરો છો તો આવું કરવાથી તમારી ક્ષમતા ઘણી વધે છે. ઘરમાં પવિત્ર સ્થાન બનાવવાનો પ્રયાસ કરો.

લકી સાઈન- મિરર ઈમેજ

વૃષભ: 20 એપ્રિલ-20 મે


તમારે પ્રયાસ કરવો જોઈએ કે હાલમાં તમે જે મૂળભૂત બાબતોનો અભ્યાસ કરી રહ્યાં છો તમે લાંબા સમય સુધી તેને વળગી રહો. આ રીતે તમે પ્રગતિ કરી શકશો અને મનની સ્પષ્ટતા મેળવી શકશો. નિર્ણય લેવાની પ્રક્રિયા થોડા સમય માટે સ્થગિત થઈ શકે છે. એક સારી તક તમારો દિવસ શ્રેષ્ઠ બનાવી શકે છે.

લકી સાઈન– લાલ કેન્ડલ

મિથુન: 21 મે-21 જૂન


જો તમે કોઈની સાથે સહયોગ કરવાનું વિચારી રહ્યા છો, તો તેવું કરવા માટે આ સમય યોગ્ય છે. તમારી બધી યોજનાઓ એક જ વારમાં શેર ન કરવાની સલાહ આપવામાં આવે છે, ખાસ કરીને મોટા ફોરમ પર આવું કરવાથી તમારે ખાસ બચવાની જરૂર છે. તમારે બિનજરૂરી રીતે વધુ પડતું ચિંતિત ન થવું જોઈએ, ઊર્જા આજે તમારા પક્ષમાં છે.

લકી સાઈન– નંગ

કર્કઃ 22 જૂન-22 જુલાઇ


તમારી છુપાયેલી લાગણીઓ હવે સામે દેખાઈ શકે છે, જે તમારા હાવભાવ થકી તે વ્યક્તિ સ્પષ્ટ જોઈ શકે છે. તમે કોઈ બીજા પર ભાવનાત્મક રીતે ખૂબ જ નિર્ભર છો તો હવે તમારે આમ કરવાથી બચવાની જરૂર છે. આવું ન કરવા માટેની ભલામણ કરવામાં આવે છએ. તમારે તમારી જાતને અલગ કરવાની અને સ્વતંત્ર રીતે મૂવ કરવાની જરૂર છે.

લકી સાઈન– યલો સ્ટોન

સિંહ રાશિ: 23 જુલાઈ- 22 ઓગસ્ટ


તમને કોઈ એવી વ્યક્તિ દ્વારા ઉષ્માભર્યું આવકાર મળે જેને તમે થોડા સમયથી મળ્યા નથી તેવી શક્યતા છે. તમને વૈભવી વસ્તુઓમાં વ્યસ્ત રહેવાનું મન થઈ શકે છે. તમારામાંથી કેટલાક વિદેશમાં વેકેશનનું આયોજન પણ કરી રહ્યા હશે. અત્યારે રમતગમત એક સારી થેરાપી બની શકે છે.

લકી સાઈન– કેન્ડલ

કન્યા: 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર


જો તમે કોઈ એવી વ્યક્તિ સાથે સંબંધમાં છો જે તમારાથી દૂર જઈ રહ્યું છે, તો લાગણીઓથી જલ્દી છૂટકારો મેળવવા માટે સંઘર્ષ થઈ શકે છે, તમારી એકબીજા પ્રત્યેની લાગણી એકદમ અનોખી છે. જો તમે રોકડ સાથે વ્યવહાર કરી રહ્યા છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે.

લકી સાઈન– બુધ્ધની પ્રતિમા

તુલા: 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર


તમારા નેતૃત્વના ગુણો હવે સુધરી રહ્યા છે. તમારી પાસે વિગતવાર અને સંપૂર્ણતા પર નજર હોવાથી તમે બાબતો અને વાતોમાં મૂલ્ય લાવવા માટે તેનો ઉપયોગ કરો તેવી શક્યતા છે. કોઈ તમારી પ્રશંસા કરે છે, પરંતુ આ પ્રશંસા દૂરથી જ હશે. ઘર તરફથી કોઈ સારા સમાચાર તમને ઉત્સાહિત કરશે.

લકી સાઈન– ઈનડોર પ્લાન્ટ

વૃશ્ચિક: 24 ઓક્ટોબર - 21 નવેમ્બર


તમારી કાર્યશૈલી સામે અગાઉ કેટલાક લોકો વાંધો ઉઠાવતા હતા, પણ હવે તેવું જોવા મળશે નહીં. તમને થતા નાણાકીય લાભ ચાલુ રહેશે. તમે બહુ જલ્દી નવી પ્રોપર્ટી માટે સાઇન અપ કરી શકો છો.

લકી સાઈન– ચેમ્બર

ધન: 22 નવેમ્બર - 21 ડિસેમ્બર


જો તમે નવા બિઝનેસ આઈડિયા વિશે વિચારી રહ્યાં છો, તો તે વાસ્તવમાં ખૂબ જ જલ્દી તમારી તરફેણમાં કામ કરશે. ભાગીદારીની પણ ભલામણ કરવામાં આવે છે. જોકે ઘરમાં શાંતિ એક પડકાર બની શકે છે. અત્યારે જોખમ લેવાનું ટાળવું વધુ હિતાવહ રહેશે.

લકી સાઈન– સીડી

મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી


દિવસ ખૂબ જ મિશ્ર વાઇબ્સ ધરાવે છે. તમે જેનો ખૂબ નજીકથી વિશ્વાસ કરો છો તે તમારી અંગત બાબચતોને જાહેર કરી શકે છે. તમે તેમના પર તમારી નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી શકો છો. તમે બહુ જલ્દી રોડ ટ્રીપ માટે જઈ શકો છો. કોઈપણ શારીરિક ઈજાથી દૂર રહેવા માટે સાવધાની રાખવી.

લકી સાઈન– પતંગિયું

કુંભ: 20 જાન્યુઆરી - 18 ફેબ્રુઆરી


આજે તમે તમારા પેન્ડિંગ કામને પૂર્ણ કરવા માટે વિસ્તૃત યોજનાઓ બનાવી શકો છો, પરંતુ તે સ્થગિત થઈ શકે તેવી શક્યતાઓ છે. બસ પ્રયાસ કરો, આરામ કરો અને યોગ્ય સમયની રાહ જુઓ. કુટુંબ અથવા જીવનસાથી તરફથી આવતી કોઈપણ સલાહ તમારા માટે અત્યાર સુધી સુસંગત ન લાગે.

લકી સાઈન– કેનવાસ

મીન: 19 ફેબ્રુઆરી - 20 માર્ચ


જે લોકો તમારા જવાબની રાહ જોઈ રહ્યાં છો તેમની માટે તમારો જવાબ મુશ્કેલ હોઈ શકે છે. તમારી ભૂતકાળની ક્રિયાઓ અંગે હાલમાં તમારામાં ઘણો અપરાધ ભાવ છે. ભાગીદારી કરનાર વ્યક્તિ ગેરવાજબી વર્તન કરી શકે છે.

લકી સાઈન– બે પીંછા
First published:

Tags: Aaj nu rashifal, Rashi bhavishya

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો