Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 27th October : આજનો દિવસ કોના માટે રહેશે શુભ અને કોને મળશે સફળતા?

ORACLE SPEAKS 27th October : આજનો દિવસ કોના માટે રહેશે શુભ અને કોને મળશે સફળતા?

Oracle Speaks જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS : આ લકી સાઈનને કારણે તમારા દિવસના શરૂઆતમાં ગૂડ ન્યૂઝ આવવાથી તમે સકારાત્મકતા અને આશાસ્પદ અનુભવશો. તમારા દરેક પ્રશ્નો કે સમસ્યા પણ તમને નુકસાન નહિ પહોંચાડી શકે.

મેષ (Aries)- 21 માર્ચથી 19 એપ્રિલ


તમે આજે ખૂબ જ બિઝી રહી શકો છો. તમે અચનાક જે કામની શરૂઆત કરશો, તેમાં વધુ સમય લાગી રહી શકે છે. આજે ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. જ્યાં સુધી તમારા વિરુદ્ધ કંઈ બોલવામાં ન આવે ત્યાં સુધી કંઈ કરવું ન જોઈએ.

લકી સાઈન- ચમેલીના ફૂલ

વૃષભ (Taurus)- 20 એપ્રિલથી 20 મે


આજના દિવસની શરૂઆત સુસ્તી સાથે થઈ શકે છે અને આજે આખો દિવસ ખૂબ જ વ્યસ્ત રહી શકો છો. તમારું કોઈ અંગત વ્યક્તિ તમને સારા સમાચાર આપી શકે છે. તમે જે કામ પછી કરવાનું વિચારી રહ્યા છો, તે કામની હવે શરૂઆત થઈ શકે છે.

લકી સાઈન- લીંબુ

મિથુન (Gemini)- 21 મેથી 21 જૂન


આજે નાણાંકીય લાભ થવાની સંભાવના જોવા મળી રહી છે. તમારા અટકી ગયેલ પૈસા અને કમિટમેન્ટ્સ તમને ફરીથી મળી છે. તમારે તમારા બાળકની કંપની અંગે સમીક્ષા કરવી પડશે. તમારે કામમાંથી હવે થોડો વિરામ લેવાની જરૂરિયાત છે.

લકી સાઈન- બે ખિસકોલી

કર્ક (Cancer)- 22 જૂનથી 22 જુલાઈ


તમારી અગાઉની યોજનાઓ યોગ્ય રીતે લાગુ થઈ શકે છે. એકતરફી સંબંધનો કોઈ જ અર્થ નહીં રહે, જેથી તમે તેમાંથી બહાર આવવાની કોશિશ કરી શકો છો. સરકારી નોકરીવાળી વ્યક્તિઓ અને મિડીયા ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો સાબિત થઈ શકે છે.

લકી સાઈન- an eagle

સિંહ (Leo)- 23 જુલાઈથી 23 ઓગસ્ટ


તમારી વ્યક્તિગત બચતનું અલગ મહત્ત્વ રહેલું છે, જે તમને તમારી પ્રગતિ માટે એક અલગ મંચ પ્રદાન કરી શકે છે. તમે અત્યાર સુધી જે પણ કાર્યો પાછળ ઠેલ્યા છે, તે પૂર્ણ કરવા માટે આજનો દિવસ સારો છે. તમારા જીવનસાથીને તમારા સહયોગની આવશ્યકતા છે, પરંતુ તમારી પાસે સમય ના હોય તેવું બની શકે છે.

લકી સાઈન- નોટીસ બોર્ડ

કન્યા (Virgo)- 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર


તમારી ઈચ્છાઓ પ્રત્યે સભાન રહો અને પરિણામોનો સામનો કરવા માટે તૈયાર રહો. તમારા કાર્યોના આધાર પર તમને આંકવામાં આવી શકે છે. અલગ અલગ પર્સનાલિટી ધરાવતી વ્યક્તિ તમારો સંપર્ક કરી શકે છે. અચાનક ટ્રાવેલ કરવાની શક્યતા જોવા મળી રહી છે.

લકી સાઈન- પીળો મણિ

તુલા (Libra)- 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર


આજનો દિવસ ખૂબ જ સારો અને શુભ છે અને તમારે આજના દિવસનો આનંદ લેવો જોઈએ. યોગ્ય રીતે રહેવાથી તમે કંઈક એક્સ્પલોર કરી શકો છો. તમારી એનર્જી તમને આગળ વધવા માટે માર્ગદર્શન આપી રહી છે. પરિવાર સાથે ટ્રાવેલ કરવાની સંભાવના જોવા મળી રહી છે.

લકી સાઈન- ન્યુ ગેજેટ

વૃશ્વિક (Scorpio)- 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર


તમારા જીવનમાં તમે નવા શોખને સ્થાન આપી શકો છો. તમે તાજેતરમાં જે વ્યક્તિને મળ્યા છો, તે વ્યક્તિ પર તમે ભરોસો મુકી શકો છો. તમારા મનમાં ખૂબ જ અસમંજસ જોવા મળી રહી છે, જેના કારણે તમારા માનસિક આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે. યોગ્ય રીતે રહેવા માટે દૈનિક દિનચર્યાનું પાલન કરવું જરૂરી છે.

લકી સાઈન- લાઈટની સીરિઝ

ધન (Sagittarius)- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર


યોગ્ય સમય પહેલા વાત કરવી તે યોગ્ય નથી. તમારે ધીરજ રાખવી જરૂરી છે. તમારા ઈરાદા અને તમારી ઈચ્છાઓ યોગ્ય છે, પરંતુ તે યોગ્ય પ્રકારે રજૂ કરવા જરૂરી છે. પાડોશમાં રહેતી કોઈ વ્યક્તિ મુશ્કેલી ઊભી કરી શકે છે.

લકી સાઈન- વેનિલા

મકર (Capricorn)- 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી


આજે તમારા ઈરાદાઓને યોગ્ય કરવાનો દિવસ છે. તમે ઘણા દિવસથી કાર્યવાહી કરવા માટે તપાસ કરી રહ્યા હતા, જેનો હવે સમય આવી ગયો છે. તમારે ડર્યા વગર એક નવો પડકાર સ્વીકાર કરવાનો રહેશે.

લકી સાઈન- મશરૂમનો છોડ

કુંભ (Aquarius)- 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી


તમને સમૃદ્ધિ મળવાની સંભાવના છે. નવા વિચાર અને તે વિચારોને અમલમાં મુકવાનો પ્રયાસ કરો. તમારું રુટીન થોડા સમય માટે બગડી શકે છે. નવા લોકોની ભરતી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

લકી સાઈન- આકાશ

મીન (Pisces)- 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ


તમારો ડર સત્ય સાબિત થઈ રહ્યો છે, તેવો તમને આભાસ થઈ શકે છે. તમે આ પરિસ્થિતિને યોગ્ય પ્રકારે મેનેજ કરી શકશો. તેઓ મદદ કરશે અને તમને સમર્થન પણ આપશે. તમારે કેટલીક પરિસ્થિતિઓની સમીક્ષા કરવાની આવશ્યકતા છે. નવી તક પ્રાપ્ત થવામાં થોડો સમય લાગી શકે છે.

લકી સાઈન- જાંબલી કલરના ફૂલ
First published:

Tags: Astrology, Astrology in gujarati, Zodiac sign

विज्ञापन
विज्ञापन