તમારું રોમેન્ટિક જીવન રોમાંચક અને જુસ્સાદાર બને. આજે સુધારા સ્વીકારો અને મનોરંજન આપતી મુસાફરી કરો. તમારા મિત્રો તમારી દ્રઢતા અને ઉત્સાહની પ્રશંસા કરશે. તેમની સાથે આનંદદાયક પ્રવાસ ગોઠવો. આજે તમારા મિત્ર વર્તુળને વધવા દો. આજે ઉતાવળમાં કામ ન કરો. તમારી અંદરની લાગણીઓ પર વિશ્વાસ કરવાનું શીખો. અન્ય લોકો માટે ખુલ્લા રહો અને તમારી સ્વતંત્રતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખો. તમારું આર્થિક ભવિષ્ય ઉજ્જવળ જણાય. રોકાણ અથવા નાણાકીય વ્યાપ માટે તકોમાંથી નફો થાય. તમારી આક્રમકતા અને દ્રઢતા તમને સિદ્ધિ તરફ દોરી જશે. તમારી કારકિર્દીમાં આશ્ચર્યજનક પ્રગતિ થઈ શકે છે. જેથી આજે રીવર્ડ પર નજર રાખો. આંતરનું સંતુલન માટે યોગ અથવા ધ્યાન કરો. દરરોજ વર્કઆઉટનું શેડ્યૂલ જાળવો. આજે નાની દુર્ઘટનાઓ અથવા ઇજાઓથી સાવચેત રહો. તમારા શરીરને શું જોઈએ છે તે ધ્યાનમાં રાખો.
લકી સાઈન - ઓર્કિડ્સ
લકી કલર - બેબી પિંક લકી નંબર - 6
વૃષભ (Taurus) : 20 એપ્રિલ-મે 20
કમિટેડ અને લાંબા સમય સુધી ચાલનારા સંબંધોમાં રોમાન્સ ખીલશે. તમારી જાતને ખુલીને વ્યક્ત કરો. તમારી વફાદારીને કારણે તમે વિશ્વસનીય મિત્ર છો. તમારા પ્રિયજનો સાથે ઉષ્માભર્યા મેળાપનું પ્લાનિંગ કરો. વધુને વધુ કનેક્શન બનાવો. તમારા માલિકીભાવ અથવા જીદના સ્વભાવને દૂર કરો. તમારા પરિવારના સભ્યો પર વિશ્વાસ રાખો અને તેમને વિકાસ માટે જગ્યા આપો. સ્થિરતા અને લાંબાગાળાના નાણાંકીય ઉદ્દેશોને પહેલો આગ્રહ આપો. અત્યારે કરેલી બચત અને રોકાણ ફાયદાકારક છે. ઉતાવળે ખરીદી ન કરો. તમારી વ્યવહારિકતા અને ખંત કારકિર્દીમાં સફળતા માટેનો માર્ગ મોકળો કરશે. તમારા વર્ક ગોલ સુધી પહોંચવા માટે તમારા કમિટમેન્ટ અને ધૈર્ય જાળવી રાખો. શાંત અને આરામ મેળવવા પ્રકૃતિના ખોળે જાવ અથવા સર્જનાત્મક કાર્યોમાં પોતાની જાતને વ્યસ્ત રાખો. તંદુરસ્ત આહાર લો. સ્વ-સંભાળ રાખો. આજે તમારા ગળા પર ધ્યાન આપવું જરૂરી છે.
લકી સાઈન - સનગ્લાસ લકી કલર - લાલ લકી નંબર - 2
મિથુન (Gemini) : 21 મેથી 21 જૂન
તમારી વાતચીતની પ્રતિભા ખીલશે અને તમારી લવ લાઇફને વેગ આપશે. અર્થપૂર્ણ વાતચીત કરો. આજે તમારા વિચારોને અવાજ આપો. તમારી બહુમુખી પ્રતિભા તમને ઉત્તમ મિત્ર બનાવે છે. તમારી સમજશક્તિ અને ચાર્મની પ્રશંસા કરે તેવા લોકો સાથે જોડાઓ. તમારા પ્રિયજનોનો ટેકો લો અને તમારી સમસ્યાઓ વિશે ખુલીને કહો. વિશ્વાસ કરવાનું શીખવાથી તમારા કનેક્શનમાં વધારો થશે. નાણાંકીય તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરો. આજે ઉતાવળમાં ખર્ચ ઓછો કરો. તમારી કમાણીને વધારવા માટે કઈક નવું કરો. તમારી સ્વીકૃતિની ક્ષમતા અને બુદ્ધિ તમને બધાથી આગળ રાખે છે. નવા પડકારો સ્વીકારો અને અન્ય વ્યાવસાય તરફ નજર દોડાવો. તમારા મનને જિજ્ઞાસુ રાખવા માટે ગમતી વાતચીતમાં કરો અથવા નવી સ્કીલ શીખો. તમારા માનસિક સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપો. માનસિક સ્પષ્ટતામાં સુધારો કરતી પ્રવૃત્તિઓમાં જોડાવ. આજે વિરામ લેવો જરૂરી છે.
સંબંધો વધુ ભાવનાત્મક રીતે આગળ વધે. તમારા પ્રિયજનોની કાળજી રાખો. આજે સ્નેહ બાબતે નિખાલસ બનો. તમે તમારા સારા સ્વભાવને કારણે વિશ્વસનીય મિત્ર છો. આજીવન યાદ રહે તે માટે તમારા ખાસ મિત્રો સાથે ગેટ-ટુ-ગેધરનું ગોઠવો. તમને દુ:ખ પહોંચાડી શકે તેવી બાબતો અંગે મન ખુલ્લું રાખો અને લોકોના સારા ઇરાદામાં વિશ્વાસ રાખો. તમારા સંબંધો વધુ મજબૂત બને તે માટે અગાઉના દુ:ખને ભૂલી જાવ. તમારી આર્થિક સુરક્ષા જાળવો અને બિનજરૂરી જોખમોથી દૂર રહો. બજેટ બનાવો અને બચત કરવાનું શરૂ કરો. તમારી દ્રઢતા અને સૂઝ તમને સફળ થવામાં મદદ કરે છે. કારકિર્દીના મહત્ત્વના નિર્ણયો લેતી વેળાએ તમારા અંતરના અવાજ પર ભરોસો રાખો. તમારા ઘરને આરામદાયક સ્થળ બનાવો. તમને મોકળાશ આપે તેવું સ્થળ બનાવો. માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. પોતાની જાતની કાળજીને પ્રથમ અગ્રતા આપો. આજે આરામ કરો.
તમારી સમર્પણની ભાવના તમારી લવ લાઈફમાં વધારો કરે છે. સંવાદી અને સારી ભાગીદારીનું નિર્માણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. વફાદારીના કારણે તમે વિશ્વસનીય મિત્ર છો. એકબીજાની મદદ કરવા પ્રોડક્ટિવ હોય તેવા સંમેલનનું પ્લાનિંગ કરો. પ્રિયજનો પ્રત્યે તમારે કેટલો વિશ્વાસ જોઈએ છે, તેની જાણ કરો તમારી નબળાઈઓ બહાર આવવા દો અને તેને શેર કરો. નાણાંકીય સ્થિરતા અને બજેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરો. બિનજરૂરી ખર્ચા ટાળો અને લાંબાગાળાની નાણાંકીય સુરક્ષા માટે પ્લાનિંગ કરો. તમારી ચોકસાઈ તમને વ્યાવસાયિક સફળતા તરફ દોરી જશે. આજે નાની મોટી વિગતો પર ધ્યાન આપો. શાંતિની ભાવનાને પ્રોત્સાહન આપતી માઇન્ડફુલ પ્રવૃત્તિઓમાં જોડાઓ, કઈક લખી શકો છો. તમારી પાચક શક્તિ પર ધ્યાન આપો. તંદુરસ્ત દિનચર્યાઓ બનાવો. તણાવ ઘટાડવા માટે રિલેક્સ થવાની ટેકનિકને પ્રાધાન્ય આપો.
સંવાદિતા અને સંતુલનના કારણે તમારી લવ લાઈફ સારી છે. લાંબાગાળાના સુખ માટે તમારા સંબંધોમાં નિષ્પક્ષતા રાખો. તમારો ડિપ્લોમેટીક સ્વભાવ તમને ગમતા મિત્ર બનાવે છે. તમે કનેક્શનને પ્રોત્સાહન આપી શકો અને તકરારનું નિરાકરણ લાવી શકો તેવા સંમેલનનું પ્લાનિંગ કરો. સુમેળ માટેની તમારી ઇચ્છા અને તમારી ચિંતાઓ વચ્ચે સંતુલન શોધો. બોન્ડને મજબૂત કરવા માટે ખુલ્લા કોમ્યુનિકેશન પર વિશ્વાસ રાખવો. નાણાંકીય ભાગીદારી અને સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા મૂલ્યો સાથે સુસંગત હોય અને સ્થિરતા આપે એવી તકો શોધો. તમારો કુદરતી ચાર્મ અને મુત્સદ્દીગીરી એ તમારી કારકિર્દીની સંપત્તિ છે. તમારા કામના સ્થળે સુમેળ રાખો. સહકારી પ્રોજેક્ટ્સને અપનાવો. ધ્યાન ધરવું કે કલાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા જેવી શાંતિ અને સંવાદિતાને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓમાં જોડાઓ. આજે સુખાકારી જાળવવા માટે કામ અને આરામ વચ્ચે સંતુલન રાખો. પોતાની જાતની સંભાળને પ્રાધાન્ય આપો. તમને આનંદ આપતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો.
તમારું રોમેન્ટિક જીવન ઉત્સાહથી ભરેલું છે. તમારા સંબંધોમાં પરિવર્તન અને મજબૂત ભાવનાત્મક સંબંધોને સ્વીકારો. તમારી દ્રઢતા અને ઇચ્છાશક્તિને કારણે તમે મિત્રનું રક્ષણ કરતા મિત્ર છો. વિશ્વાસપાત્ર અને વફાદાર બનીને તમારી મિત્રતા જાળવો. પ્રેમ અને કનેક્શન બનાવમાં વિશ્વાસ કરો. સંવેદનશીલ હોવાના તમારા ડરને છોડી દો. નાણાંકીય ક્ષેત્રમાં પરિવર્તન પર ધ્યાન આપો. વિસ્તરણની તક પર ધ્યાન આપો. નાણાંકીય બાબતોમાં મદદ કરતી વખતે સાવચેતી રાખો. તમારું ધ્યાન અને દ્રઢતા તમને સફળ બનાવશે. આજે પડકારો સ્વીકારો અને પડકારોથી આગળ વધવાની તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો. પરિવર્તનને પ્રોત્સાહન આપતી જર્નલિંગ અથવા કાઉન્સેલિંગ જેવી પ્રવૃત્તિઓ કરો. તમારા મનના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપો. આત્મનિરીક્ષણ કરો. ભાવાત્મક ભારણ ઘટાડે તેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લો.
લકી સાઈન - ફૂલદાની લકી કલર - મૌવ લકી નંબર – 23
ધન (Sagittarius): 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર
તમારા સાહસની ભાવનાને કારણે તમારી લવ લાઇફ વધુ સારી દેખાય છે. નવા અનુભવો સ્વીકારો અને કોમ્યુનિકેશન ખુલ્લું રાખો. તમારો સકારાત્મક દૃષ્ટિકોણ તમારા જેવા મિત્રોને આકર્ષિત કરે છે. કોઈ મિત્ર સાથે પ્રવાસની યોજના બનાવો અને અનુભવોના રોમાંચનો આનંદ માણો. પ્રિયજનો સાથે તમારા વિશ્વાસના મુદ્દા ઉઠાવો. નક્કર પાયો નાંખવા માટે નિખાલસ સંવાદને કરો. નાણાંકીય વૃદ્ધિ અને સંપતિ પર ધ્યાન આપો. વૃદ્ધિની તક જુઓ અને સમજી વિચારીને જોખમો લો. તમારી ઊર્જા તમને નવી તકો આપશે. રોજગારના વિકલ્પો પર નજર કરો અને પરિવર્તન માટે મન ખુલ્લું રાખો. નવી જગ્યાઓ શોધવી અથવા નવી સ્કીલ પસંદ કરવી જેવી તમારી ક્ષમતાને વિકસાવતી પ્રવૃત્તિઓમાં ભાગ લો. આજે આઉટડોર પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો અને જીવનશૈલી સક્રિય રાખો. તમારા સાથળ અને જાંઘ તરફ ધ્યાન આપો. વધુ પડતા આનંદથી દૂર રહો.
લકી સાઇન - કેમેરા લકી કલર - લીલો લકી નંબર – 9
મકર (Capricorn) : 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી
તમારા કમિટમેન્ટ અને વ્યવહારિકતા દ્વારા તમારી લવ લાઇફ મજબૂત થઈ શકે છે. કાયમી જોડાણ માટે તમારી ઊર્જાનો ઉપયોગ કરો. તમારી આકાંક્ષાઓને કારણે તમે વિશ્વસનીય મિત્ર છો. તમારા લક્ષ્યો વિશે વાત કરી શકો અને પ્રોત્સાહન આપો શકો તેવી મીટિંગનું આયોજન કરો. તમારા પ્રિયજનોના કમિટમેન્ટ પર વિશ્વાસ કરો. તમારી નબળાઇઓ વિશે પ્રામાણિક બનો. લાંબાગાળાના આયોજન અને નાણાકીય સ્થિરતાને આગ્રહ આપો. આવેગની વસ્તુઓ પર ઓછો ખર્ચ કરો. તમારા નાણાંને સલામત રોકાણોમાં મૂકો. તમારી દ્રઢતા અને આત્મસંયમ ધંધાકીય સિદ્ધિના દ્વાર ખોલશે. તમારા લક્ષ્યોને ધ્યાનમાં રાખો. ટુ-ડુ લિસ્ટ બનાવવા અથવા ભવિષ્યની યોજનાઓ બનાવવા જેવી માળખા અને તંત્રને પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓમાં ભાગ લો. પોતાની જાતની કાળજી રાખો. વર્ક અને લાઇફ વચ્ચે સારું સંતુલન જાળવો. તમારા સાંધા અને હાડકાંનું ધ્યાન રાખો.
તમારો ખાસ દૃષ્ટિકોણ તમારા રોમેન્ટિક જીવનમાં ઉત્સાહ ઉમેરશે. તમારી વિશિષ્ટતાને સ્વીકારો અને તેની કદર કરે એવા જીવનસાથીની શોધ કરો. ખુલ્લા મનના કારણે તમે ઉત્તમ મિત્ર છો. બૌદ્ધિક ચર્ચાઓ કરી શકો તે માટે મીટિંગનું પ્લાનિંગ કરો. અસામાન્ય બાબતમાં વિશ્વાસ કરતા શીખો. ખુલીને વાત કરવાની બાબતને પ્રોત્સાહન આપો. નાણાંકીય સ્વતંત્રતા અને રોકાણની તકો પર ધ્યાન કેન્દ્રિત કરો. આવક ઊભી કરવા માટે તમારી સંશોધનની સ્કિલનો ઉપયોગ કરો. તમારી સર્જનાત્મકતા અને બૌદ્ધિક શકિત કારકિર્દીમાં પ્રગતિ લાવશે. તમારી ખાસિયતને સ્વીકારો અને કઈક નવું વિચારો. માનવતાવાદી પ્રવૃત્તિઓમાં ભાગ લો. સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે વાતચીત કરો. તમારા માનસિક સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપો. બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં જોડાઓ. માનસિક થાકથી બચવા માટે આરામ કરો.