Home /News /dharm-bhakti /Oracle Speaks 26 December: આ રાશિના જાતકો ખૂબ જ બિઝી રહેશે, બિઝનેસમાં થશે લાભ, જાણો આજનું રાશિફળ
Oracle Speaks 26 December: આ રાશિના જાતકો ખૂબ જ બિઝી રહેશે, બિઝનેસમાં થશે લાભ, જાણો આજનું રાશિફળ
ORACLE SPEAKS 26 December
Oracle Speaks 26 December: તમને ખૂબ જ સુસ્ત સુસ્ત લાગી રહ્યું છે, તમે બિનજરૂરી રીતે કામમાં પરોવાયેલા રહો તેવી સંભાવના રહેલી છે. એક તમારા ફિટનેસ રુટીનમાં આધ્યાત્મિક એક્ટિવિટી શામેલ થઈ શકે છે. ટૂંક સમયમાં કોઈ મહત્ત્વપૂર્ણ બાબતે સમજૂતી થઈ શકે છે.
અંગત અને ખાસ સંબંધોમાં સતત કામ કરવાની જરૂર હોય છે. તમારા સાથીએ તે પ્રયાસોને વધુ વાર સાંભળવાની અને જોવાની જરૂર હોય છે. જો કોઈ વ્યક્તિ ક્યારેક તમારી વિરુદ્ધ હોય તો તમારે તેનાથી દૂર જ રહેવું જોઈએ. તમારા કામના કલાકોનો સદુપયોગ થાય તેવા પ્રયત્ન કરો.
લકી સાઈન - ચશ્મા
વૃષભ (Taurus) : 20 એપ્રિલથી 20 મે
તમને ખૂબ જ સુસ્ત સુસ્ત લાગી રહ્યું છે, તમે બિનજરૂરી રીતે કામમાં પરોવાયેલા રહો તેવી સંભાવના રહેલી છે. તમે સમજ્યા વિચાર્યા વગર ખરીદી કરી શકો છો. તમારી ઊર્જા બિનજરૂરી કામમાં વપરાઈ શકે છે અને તમારું મન ચંચળ રહી શકે છે.
લકી સાઈન - ગ્લાસ જાર
મિથુન (Gemini) : 21મેથી 21 જૂન
જે સમયે તમે ખૂબ જ બિઝી રહો છો, તે સમયે પણ પરિવાર અને મિત્રોના સંપર્કમાં રહેવાથી સંતુલન જળવાઈ રહેશે. એક તમારા ફિટનેસ રુટીનમાં આધ્યાત્મિક એક્ટિવિટી શામેલ થઈ શકે છે. ટૂંક સમયમાં કોઈ મહત્ત્વપૂર્ણ બાબતે સમજૂતી થઈ શકે છે.
લકી સાઈન - ફુવારો
કર્ક (Cancer): 22 જૂનથી 22 જુલાઈ
કોઈ નવી વ્યક્તિ તમારી સાથે જોડાઈ શકે છે, જેના કારણે તમારા કામનો બોજ ઓછો થઈ શકે છે. આ કારણોસર તમે કોઈ બાબતે પ્લાનિંગ પણ કરી શકો છો. રિમાઈન્ડર રાખવાથી તમે વધારાના કામથી બચી શકો છો. સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવાથી તમારામાં ઊર્જાનો સંચાર થઈ શકે છે.
લકી સાઈન - પ્રાચીન ઘડિયાળ
સિંહ (Leo): 23 જુલાઈથી 22 ઓગસ્ટ
કોઈ પ્રભાવશાળી વ્યક્તિ તમારા કામ પર ધ્યાન આપી શકે છે અને તમારો સંપર્ક પણ કરી શકે છે. જે એક સંદર્ભનું માધ્યમ બની શકે છે. તમે જ્યારે તમારા જ કામ પર આશંકા વ્યક્ત કરી રહ્યા હશો, તે સમયે આ પરિસ્થિતિ સર્જાશે. તમારે તમારા પર વિશ્વાસ રાખવો જરૂરી છે.
લકી સાઈન - આકાશ
કન્યા (Virgo): 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર
જો તમે અગાઉ કોઈને હર્ટ કર્યું હશે, તો એવું પણ બની શકે છે કે, તે વ્યક્તિએ તમને હજુ સુધી માફ નહીં કર્યા હોય. જલ્દી ફેરફાર લાવવા માટે તમારે વધુ પડતા પ્રયાસ કરવા પડી શકે છે. આ બાબતે સુલહ કરવા માટે આ એક સારો સમય હોઈ શકે છે. કોઈ અંગત વ્યક્તિ નાની ટ્રિપ માટે પ્લાન કરી શકે છે.
લકી સાઈન - સિક્વન્સમાં નંબર
તુલા (Libra): 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર
ઓફિસમાં જે પણ પરિસ્થિતિ સર્જાઈ છે, તેના પ્રત્યે સજાગ અને સચેત રહો. કોઈપણ કામમાં તમારી ભાગીદારી ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. આસપાસમાં સર્જાયેલ અશાંતિના કારણે મુશ્કેલી ઉત્પન્ન થઈ શકે છે. રોમેન્ટીક બાબતોમાં આશાનું કિરણ સામે આવી શકે છે.
લકી સાઈન - સિલ્ક સ્કાર્ફ
વૃશ્વિક (Scorpio): 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર
સારા સમાચાર કાર્ડ પર હોઈ શકે છે. આજનો દિવસ નિરસ નહીં રહે. આજે તમને ખૂબ જ થાક લાગવાને કારણે તમે જલ્દી સૂઈ શકો છો. તમે લોન્ગ ડિસ્ટન્સના કન્વર્ઝેશનમાં શામેલ થઈ શકો છો.
લકી સાઈન - જાળી
ધન (Sagittarius): 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર
ઓફિસમાં સર્જાયેલ પરિસ્થિતિને યોગ્ય રીતે મેનેજ ન કરવાને કારણે ઓફિસમાં અશાંતિ સર્જાઈ શકે છે. તમને વધારાનું કામ આપવામાં આવી શકે છે. કોઈ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત થઈ શકે છે.
લકી સાઈન - ફ્લોરલ પેટર્ન
મકર (Capricorn) : 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી
જો તમે કોઈ બાબતનો સ્વીકાર કરી લેશો તો આજનો દિવસ ખૂબ જ સરળ રહેશે. આજે તમને થાક લાગી શકે છે. આજે તમારે ખુદને થોડો ટાઈમ અને બ્રેક આપવાની જરૂર છે. કોઈપણ બાબતનું એનેલિસિસ કરતા પહેલા તમે જે કંઈપણ વિચારો છો, તે સત્ય છે કે નહીં તેની તપાસ કરો. તમે અગાઉની પેટર્ન તોડવા અંગે વિચારણા કરી શકો છો.
લકી સાઈન- કેનવાસ શૂઝ
કુંભ (Aquarius): 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી
તમે સમજૂતી અથવા કોઈ નવી તક માટે તૈયાર થઈ શકો છો. રસ્તો સાફ અને સીધો જ દેખાશે, પરંતુ ફાઈન પ્રિંટ એકવાર જરૂરથી વાંચી લેવી. તમારો ઉપરી અધિકારી ગાઈડલાન્સ અનુસાર વર્તન નહીં કરે.
લકીસાઈન- ગીધ
મીન (Pisces): 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ
તમારા સૌથી સારા મિત્રને પારિવારિક મામલાઓમાં મદદની જરૂર પડી શકે છે. તમે જે વ્યક્તિને ખૂબ જ સારી રીતે ઓળખો છો, તેની ટીકા બિલ્કુલ પણ ન કરશો. તમે જે પણ પૈસા બચાવ્યા હશે, તે તમને મદદરૂપ થશે. તમારા હાથમાં રોકડ આવી શકે છે.
લકી સાઈન - નવો વાંસ
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર