Home /News /dharm-bhakti /Oracle Speaks 25 January : જાણો આજે કેવો રહેશે તમારો દિવસ, શું છે તમારા માટે લકી સાઇન

Oracle Speaks 25 January : જાણો આજે કેવો રહેશે તમારો દિવસ, શું છે તમારા માટે લકી સાઇન

Oracle Speaks જાણો આજનું રાશિફળ

Oracle Speaks 25 January: ORACLE SPEAKS અનુસાર જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને તમારું લકી સાઈન, લકી કલર શું છે. આ જણાવી રહ્યા છે આપણને વેલનેસ સ્ટુડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા...

મેષ (21 માર્ચ – 19 એપ્રિલ)

યોગ્ય દિશામાં કરવામાં આવેલા તમારા ભૂતકાળના તમામ પ્રયત્નો માટે તમારી પ્રશંસા થઇ શકે છે. જો કોઈ તમને બિનજરૂરી રીતે જજ કરી રહ્યું હોય તો તેમને અવગણી તેના પર ધ્યાન આપશો નહીં. તમારા ઓફિસના કાર્યને માર્ક પર રાખો, કારણ કે તેની રેન્ડમ પરંતુ સંપૂર્ણ તપાસ થઈ શકે છે.

લકી સાઇન – ફ્લોરલ ડ્રેસ

વૃષભ (20 એપ્રિલ – 20 મે)

તમારા ટ્રાવેલ પ્લાન્સને મુલતવી રાખી શકો છો. એક સમયે એક જ વસ્તુ માટે આયોજન કરીને તેને હાથમાં લેવાનો દિવસ. પ્રગતિશીલ ભવિષ્ય માટે સારા સંકેતો દેખાઇ રહ્યા છે. અટવાયેલા નાણાંકીય પ્રવાહો પાર પડી શક છે.

લકી સાઇન- સ્ટ્રોબેરીઝ

મિથુન (21 મે – 21 જૂન)

તમે જે કરવા માંગો છો, તમારી એનર્જી તેમાં સાથી આપી શકે છે. ભાઈ-બહેનને તમારા માર્ગદર્શનની જરૂર પડી શકે છે. તમે જેની અપેક્ષા ન કરી શકો તેના દ્વારા સાંજે તમને સરપ્રાઇઝ મુલાકાત મળી શકે છે.

લકી સાઇન – સિલ્વર વાયર

કર્ક (22 જૂન – 22 જુલાઇ)

જો તમે તમારા માટે શોપિંગનું આયોજન કર્યું છે, તો તમે તમારી જાતને તેમાં વ્યસ્ત રાખી શકો છો. કામ પર સયમર્યાદા અનુસરવી પડી શકે છે. ઘરેલું સહાયનો અભાવ નિયમિત કાર્યમાં અડચણો ઉભી કરી શકે છે.

લકી સાઇન – મેટાલિક આર્ટ

સિંહ (23 જુલાઇ - 22 ઓગસ્ટ)

આજ માટે ટીમવર્ક તમારું ધ્યાન કેન્દ્રિત કરે છે. જો તમને કોલાબ્રેશન કરવાની તક મળે છે, તો તમારે તેને હાથમાં લેવી જ જોઇએ. કામ પર દલીલ તમારા દિવસ પર નકારાત્મક અસર કરી શકે છે. તેને હમણાં માટે નજરઅંદાજ કરો અને વસ્તુઓનું અકાળે મૂલ્યાંકન ન કરો.

લકી સાઇન – કલર્ડ બોટલ

કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)

જો તમારું કામ અટવાઈ રહ્યું છે અને તમારે કોઈને ખુશ કરવાની જરૂર છે, તો હવે સમય આવી ગયો છે. વર્તમાન સમય માટે ટૂંકા ગાળાનું આયોજન કામ લાગશે. તમારે આજે રાત્રે મહેમાનોના સ્વાગત માટે તૈયાર રહેવું જોઇએ.

લકી સાઇન – વાંદરો

તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)

પરિવાર સાથે ઘરે અથવા વર્ચ્યુઅલ રીતે થોડો સમય પસાર કરવા માટે સારો દિવસ છે. કામ વધારે રહી શકે છે અને તમારા યોગદાનની સમીક્ષા કરવામાં આવશે. વધુ પડતો તણાવ તમને થકાવી શકે છે.

લકી સાઇન – વૂડન બોક્સ

વૃશ્વિક (20 ઓક્ટોબર – 21 નવેમ્બર)

તમારી જાતને વચન આપો કે તમે તમારા જૂના જુસ્સાને ક્યારેય ઠંડો પડવા નહીં દો. તમારા માટે તે જ ફરીથી જોવાનો સમય આવી ગયો છે. દિવસમાં પ્રગતિશીલ, પરંતુ થોડી સુસ્ત એનર્જી રહી શકે છે, તમે જે પણ શરૂ કરો. તમે ધીમે ધીમે સમાપ્ત કરી શકશો.

લકી સાઇન – આઇસક્રિમ

ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)

દૂરથી કે વિદેશથી કોઇ કોલ તમારો દિવસ બનાવી શકે છે. તમે ખાસ અનુભશો. થોડીવાર માટે બહાર જવાથી તમે ફ્રેશ અને સારું અનુભવી શકો છો. તમારા વર્તમાન સંબંધોને કેટલાક તાત્કાલિક જવાબોની જરૂર પડી શકે છે.

લકી સાઇન – બોલ

મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)

કેટલાક નવા હેલ્થ રૂટિન શરૂ કરવા માટે સારો દિવસ છે. આવું કરવામાં કોઈ પુસ્તક અથવા લેખ પ્રેરણાદાયક હોઈ શકે છે. કંઈક કે જેને તમે ખોવાયેલું માનતા હતા તે તમારી પાસે પાછું આવી શકે છે.

લકી સાઇન – માખી

કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)

તમે જે કરવાનું વિચારી રહ્યા છો તેને અંતિમ સ્વરૂપ આપવા માટે તમને હવે સંકેત મળી શકે છે. તમારી અંતર અવાજને અનુસરો અને તમારી નકારાત્મક લાગણીઓ પર ખાસ ધ્યાન રાખો. દિવસ મિશ્ર પરીણામ આપનારો રહેશે.

લકી સાઇન – ડ્યૂ ડ્રોપ્સ

મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)

ઉપરી અધિકારીના સમયસર સૂચનથી ઘણો સમય બચે તેવી સંભાવના છે. હવે તમે બાકી નિર્ણય લેવામાં તમારી અંદર આત્મવિશ્વાસ અનુભવી શકો છો. પરિવારમાં કોઈને તબીબી સહાયની જરૂર પડી શકે છે.

લકી સાઇન – તળાવ
Published by:Damini Patel
First published:

Tags: Dharm Bhakti, Horoscope

विज्ञापन
विज्ञापन