Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 24 March: મેષ રાશિના જાતકે અટકેલા કાર્ય પૂર્ણ કરવા, જાણો 24મી માર્ચનું આપનું રાશિફળ

ORACLE SPEAKS 24 March: મેષ રાશિના જાતકે અટકેલા કાર્ય પૂર્ણ કરવા, જાણો 24મી માર્ચનું આપનું રાશિફળ

ORACLE SPEAKS

ORACLE SPEAKS 24 March: અમુક સામાન્ય હળવા પ્રયાસો ધાર્યા પ્રમાણેના પરિણામો નહીં જ આપે. છેલ્લા કેટલાક સમયથી તમે ધ્યાન કેન્દ્રિત કરવાની એટલેકે કોઈક બાબત પર ફોકસ કરવાની સમસ્યા સામે લડી રહ્યા છો. તમારા ભાઈ-બહેનો તમને મોટિવેટ કરી શકે છે. માર્કેટમાં વિતાવેલો દિવસ ફળદાયી રહેશે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
મેષ : 21 માર્ચ-19 એપ્રિલ

જો તમારી કોઈ જવાબદારી બાકી હોય તો તમારે આગળ વધની તેને પૂર્ણ કરવી જોઈએ. થોડું રહસ્ય મૂંઝવણમાં પરિણમી શકે છે. એકંદરે ફળદાયી દિવસ છે. છેલ્લા કેટલાક દિવસો કરતાં એનર્જી વધુ સંરેખિત લાગે છે.

લકી સાઈન - એક ક્રિસ્ટલ ફૂલદાની

વૃષભ : 20 એપ્રિલ-20 મે

મૂળ યોજનામાંથી કોઈપણ વિચલન તમને તે કાર્ય ફરી કરવા તરફ દોરી શકે છે. જો તમે પ્રવાસનું આયોજન કરી રહ્યાં હોવ તો નક્કર પ્લાનિંગ કરો અને કોઈ પણ વિલંબને ટાળો. કોઈ બાબતની જિજ્ઞાસા તમને પરેશાન કરી શકે છે.

લકી સાઈન - એક પીળો ક્રિસ્ટલ/સ્ફટિક

મિથુન : 21 મે - 21 જૂન

કાર્ડ્સ કઈંક સરપ્રાઈઝ સૂચવે છે. આજનો દિવસ નિર્ણાયક ડેવલપમેન્ટ સાથે વ્યસ્ત દિવસ છે. કાર્યસ્થળ પર કોઈ તમને નજીકથી જોઈ શકે છે. મહત્વપૂર્ણ સિક્રેટ ખુલી શકે છે.

લકી સાઇન - વાદળી માટીના મગ

કર્ક : 22 જૂન-22 જુલાઈ

જો તમે કોઈ વાત પર ગુસ્સે હોવ તો તેને બહાર કાઢો. તમારી લાગણીઓને રોકી રાખવાથી તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. કાર્યસ્થળ પર નવી તકો દૂરથી જ જાણી જશો. તમારા ભાઈને કોઈક વાટાઘાટો કરવા માટે તમારી મદદની જરૂર પડી શકે છે.

લકી સાઇન - બે પીંછા

સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ

તમારા મૂળ ઓરિજનલ વિચારનો કોઈ વિકલ્પ નથી. કંઈક નવું સ્વીકારતા પહેલા તમારા મનમાં પૂરતી જગ્યા બનાવવાનો પ્રયાસ કરો. કંઈક તમને અલગ રીતે કામા કરવા માટે પ્રેરણા આપી શકે છે. પેટના સ્વાસ્થ્યને લઈને કેટલીક સમસ્યાઓ હોઈ શકે છે.

લકી સાઈન - એક પિરામિડ

કન્યા : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર

જો તમે બાંહેધરી આપી હોય તો તમારે કમિટમેન્ટને વળગી પણ રહેવું પડશે. તમારા હૃદયની ખૂબ નજીકના પ્રોજેક્ટ માટે સલાહ-સૂચનો આવી શકે છે. તમારી કોમ્યુનિકેશન સ્કીલનો મહત્તમ ઉપયોગ કરો. ધ્યાનપૂર્વક ખાઓ.

લકી સાઈન - એક સ્ટીકર

તુલા : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર

જો કોઈ વ્યક્તિ ફોલોઅપ લઈ રહ્યું હોય તો તમે ડેડલાઈન ચૂકી શકો છો. જે પણ થયું છે તેના વિશે પ્રમાણિક બનવું વધુ સારું છે. અધુરૂં રહેલું કઈંક ફરી શરૂ કરવું પડી શકે છે. કોઈ જૂનો મિત્ર ફરીથી કનેક્ટ થવા માંગશે.

લકી સાઇન - જૂની કાર

વૃશ્ચિક : 24 ઓક્ટોબર - 21 નવેમ્બર

અમુક સામાન્ય હળવા પ્રયાસો ધાર્યા પ્રમાણેના પરિણામો નહીં જ આપે. છેલ્લા કેટલાક સમયથી તમે ધ્યાન કેન્દ્રિત કરવાની એટલેકે કોઈક બાબત પર ફોકસ કરવાની સમસ્યા સામે લડી રહ્યા છો. તમારા ભાઈ-બહેનો તમને મોટિવેટ કરી શકે છે. માર્કેટમાં વિતાવેલો દિવસ ફળદાયી રહેશે.

લકી સાઈન - એક અસ્પષ્ટ ઈમેજ/છબી

ધન : 22 નવેમ્બર - 21 ડિસેમ્બર

તમે જે માની લીધું હશે તે બાબત સાચી પડી શકે છે. ફેમિલીના ઈતિહાસમાંથી કંઈક નવું જાણાવા મળી શકે છે. આજે કામ કરતાં કુટુંબને વધુ પ્રાથમિકતા આપશો. તમે કોઈ જટિલ સમસ્યાનું નિરાકરણ લાવી શકશો.

લકી સાઇન - અનાજનો બાઉલ

મકર : 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી

તમે જે બદલી શકતા નથી તેને છોડી દેવું જ શ્રેષ્ઠ છે. તરફેણ કે વિરુદ્ધમાં નિર્ણય લેવો મુશ્કેલ બની શકે છે. દિવસનો યોગ્ય ઉપયોગ કરો. ટૂંકી સફર કાયાકલ્પ કરી શકે છે.

લકી સાઈન - લાકડાની ફ્રેમ

કુંભ : 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી

જો કોઈ પ્લાન તમને યોગ્ય પરિણામ નથી આપતું, તો તેને છોડી દેવું જ શ્રેષ્ઠ છે. કાર્યસ્થળ પર કોઈ તમારી માહિતીનો ઉપયોગ કરી શકે છે, તેથી સાવચેત રહો. કાર્ડ સૂચવે છે કે સારા સમાચાર જલદી જ મળશે. એનર્જી સંકેત આપે છે કે ટૂંક સમયમાં સકારાત્મક પરિવર્તન આવશે.

લકી સાઇન - એક પોટલી ખાંડ

મીન : 19 ફેબ્રુઆરી - 20 માર્ચ

લાંબા સમય પછી તમારો નજીકનો મિત્ર તમને કનેક્ટ કરી શકે છે. હૃદયથી હૃદય સુધી કરેલ વાતચીત ભૂતકાળની સમસ્યાઓ-વિખવાદનું નિરાકરણ કરશે. જો તમે એક દર્દી છો તો વધુ સમય રાહ જોવાની સલાહ આપવામં આવે છે. કોઈ નિર્ણય કરતા પહેલા કે ચુકાદો આપતા પહેલા ખાતરી કરો કે તમે તમામ તથ્યો-હકીકતો ચકાસી છે.

લકી સાઇન - એક લવન્ડર ફૂલ
First published:

Tags: Aaj nu rashifal, Astrology, Gujarati Rashifal