Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 24 December: આજે સારી તકો તમારો દિવસ બનાવી શકે, જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS 24 December: આજે સારી તકો તમારો દિવસ બનાવી શકે, જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS 24 December

ORACLE SPEAKS 24 December: સમૃદ્ધિ અને વિપુલતા ટૂંક સમયમાં દસ્તક દઈ શકે છે. કાયદાકીય બાબતોમાં અટવાયેલા કામોમાં હવે હલચલ અનુભવી શકે છો. તાજેતરનો મિત્ર સુસંગત બાબતોમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તમારા પ્રેમ પાત્ર સાથે સારી કેમેસ્ટ્રી બનતી જણાય તો કોઈને ઈર્ષ્યા થઈ શકે છે.

વધુ જુઓ ...

મેષ : 21 માર્ચ-19 એપ્રિલ


કરિયર ઓરિએન્ટેડ વ્યાવસાયિકો માટે નવી સંભાવનાઓ આવી રહી છે. તમારા માટે હમણાં વસ્તુઓ સરળ થઈ શકે છે. જો તમે કોઈ પ્રકારની દલીલમાં ફસાઈ ગયા હશો, તો હવે તે ઉકેલાઈ જશે.

લકી સાઈન : હિબિસ્કસ છોડ

વૃષભ : 20 એપ્રિલ-20 મે


સમૃદ્ધિ અને વિપુલતા ટૂંક સમયમાં દસ્તક દઈ શકે છે. કાયદાકીય બાબતોમાં અટવાયેલા કામોમાં હવે હલચલ અનુભવી શકે છો. કોઈ તમારા માટે કદાચ તેમના પ્રશ્નોના ઉકેલ માટે રાહ જોઈ રહ્યા છો. લોકોનું ધ્યાન તમને આકર્ષી શકે છે.

લકી સાઇન - એક વાદળી પથ્થર

મિથુન : 21 મે - 21 જૂન


તાજેતરનો મિત્ર સુસંગત બાબતોમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તમારા પ્રેમ પાત્ર સાથે સારી કેમેસ્ટ્રી બનતી જણાય તો કોઈને ઈર્ષ્યા થઈ શકે છે. કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજને લઈને સાવધાન રહો.

લકી સાઇન - એક કાચનો બાઉલ

કર્ક : 22 જૂન-22 જુલાઈ


તમારે થોડા મહેમાનોનું મનોરંજન કરવું પડશે. હવે જૂની યોજના વિશે પરિસ્થિતિના તફાવતને ધ્યાનમાં રાખીને કામ કરી શકશો. તમે તેમાં પ્રયત્ન કરી શકો છો. કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સંપર્ક કરવાનો આ યોગ્ય સમય હશે.

લકી સાઇન - એક બલ્બ

સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ


જો તમે તમારા પોતાના લાભ માટે ચોક્કસ કાર્ય કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, તો તમને અત્યારે તેમાં સફળતા મળી શકે છે. આગામી થોડા દિવસો માટે મજબૂત ઈચ્છાશક્તિ એ તમારી વિશેષતા છે. તમને નજીકની વ્યક્તિ તરફથી ભાવનાત્મક આંચકો મળી શકે છે

લકી સાઇન - એક જાર

કન્યા : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર


જો કામ વચ્ચે બિનઆયોજિત વિરામ લીધો તો તમે થોડું ચીડિયાપણું પણ અનુભવી શકો છો. પાવરમાં આવી કોઈ વ્યક્તિ તેમનું ઘમંડ પ્રદર્શન કરી શકે છે. કોઈ અસંભવ કાર્યને હાંસલ કરવાનું તમારા લક્ષ્ય તરફ થોડી આશા હવે બની શકે છે

લકી સાઇન - પીછું

તુલા : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર


કોઈ તમારી પ્રતિભાનું સર્જનાત્મક પ્રદર્શન જોઈ શકે છે. એવી શક્યતા છે કે દૂરની કોઈ વ્યક્તિ તમારા કાર્ય અને પ્રતિભા વિશે પ્રભાવિત થઈ શકે છે. વાહન ચલાવતી વખતે તમારે સાવધાન રહેવું જોઈએ.

લકી સાઇન - એક સિગ્નેચર ટ્યુન

વૃશ્ચિક: 24 ઓક્ટોબર - 21 નવેમ્બર


ભૂતકાળની કેટલીક ક્રિયાઓ તમને ટૂંક સમયમાં પરેશાન કરી શકે છે. જો તમે નવો સંબંધ બનાવ્યો હોય, તો તમારા પરિવારમાં ગેરસમજ ઉભી થઈ શકે છે.ઓફિસમાં કોઈ કામમાં તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર પડી શકે છે.

લકી સાઇન - એક દેડકો

ધન : 22 નવેમ્બર - 21 ડિસેમ્બર


જાહેરમાં બોલવાની કુશળતાનો અભ્યાસ કરો. આજે તમારી શક્તિનો સ્તર અસામાન્ય અને ઉચ્ચ હોઈ શકે છે. આજે તમારે સ્વયં પ્રેરિત રહીને દિવસને સફળ બનાવી આગળ વધી શકો છો.

લકી સાઇન - એક ચોરસ સ્લેબ

મકર :22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી


બ્રહ્માંડનો એક સૂક્ષ્મ સંકેત તમારા આગળ વધવા માટે પૂરતો હશે. તમારી આંતરિક વૃત્તિને અનુસરવાનો દિવસ છે. એક લાભદાયી ભાગીદારી મળવાની શક્યતા હોઈ શકે છે.

લકી સાઇન - એક શાહી ખુરશી

કુંભ : 20 જાન્યુઆરી- 18 ફેબ્રુઆરી


એક જટિલ મીટિંગ તમને પાછળ ધકેલી શકે છે. કેટલીક મહત્વપૂર્ણ વિગતોનો અભાવ હજુ પણ જોવા મળી શકે છે. કોઈ નવો સાથીદાર ઓફિસમાં તમને મહત્વપૂર્ણ સમજ આપી શકે છે. કૌટુંબિક બાબતોમાં પ્રાથમિકતામાં ઓછી રહી શકે છે.

લકી સાઇન - ગુલાબનું ફૂલ

મીન : 19 ફેબ્રુઆરી - 20 માર્ચ


તમારો દિવસ સારા અને શુભ સમાચારથી શરૂ થવાની સંભાવના છે. કોઈ નવા કમિટમેન્ટ્સ ન કરવાની સલાહ આપવામાં આવે છે. તમે સમાન પરિસ્થિતિને અલગ રીતે જોઈ શકો છો.

લકી સાઇન - કાંકરાનો ઢગલો
First published:

Tags: Aaj nu rashifal, Gujarati Rashifal, Rashi bhavishya

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો