Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 23 Jan: આ રાશિના જાતકોએ રાખવો પડશે ભાવનાઓ પર કાબૂ, જાણો શું કહે છે આજનુ રાશિ ભવિષ્ય

ORACLE SPEAKS 23 Jan: આ રાશિના જાતકોએ રાખવો પડશે ભાવનાઓ પર કાબૂ, જાણો શું કહે છે આજનુ રાશિ ભવિષ્ય

Oracle Speaks 23 January

ORACLE SPEAKS 23 Jan : આજે તમારા મનમાં અનુભવાતો બિનજરૂરી તણાવ અને કોઈ બાબતની મૂંઝવણ તમને કાર્ય અને નિર્ણયોમાં વિલંબ તરફ દોરી શકે છે. તમે કોઈપણ કામ માટે અગાઉથી જે પણ આયોજન કર્યું છે, તેના કરતા તમારે વધારે કામ કરવાની જરૂર છે. કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિ વિશે હવે કોઈ નિર્ણાયક વિચારો ન કરવાનો સમય છે. કોઈ વ્યક્તિ કે વસ્તુ માટે તમારી હકીકતો જાહેર કરતા પહેલા તેને ચકાસી લો.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  મેષ: 21 માર્ચ-19 એપ્રિલ


  મેષ રાશિના જાતકોએ આજે લાગણીઓ પર કાબૂ રાખવાની જરૂર છે. મેષ રાશિના લોકોએ આજે ભાવનાત્મક અને વિશ્વાસની બાબતો પર ખાસ નિયંત્રણ રાખવાની જરૂર છે. આજે વધુ કામ આવી શકે છે, તમને કામના કારણે થાકન અનુભવ થઈ શકે છે. આ કામ એવું પણ હોઈ શકે છે, જેની માટે તમે જવાબદાર નથી. જો કામ માટે તમે હાલ જુસ્સો નથી અનુભવી રહ્યાં તો હાલ પૂરતું આ કામને સ્થગિત રાખો.

  લકી સાઈન– રોઝ ક્વાર્ટઝ

  વૃષભ: 20 એપ્રિલ-20 મે


  આજે તમારા મનમાં અનુભવાતો બિનજરૂરી તણાવ અને કોઈ બાબતની મૂંઝવણ તમને કાર્ય અને નિર્ણયોમાં વિલંબ તરફ દોરી શકે છે. તમે કોઈપણ કામ માટે અગાઉથી જે પણ આયોજન કર્યું છે, તેના કરતા તમારે વધારે કામ કરવાની જરૂર છે. કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિ વિશે હવે કોઈ નિર્ણાયક વિચારો ન કરવાનો સમય છે. કોઈ વ્યક્તિ કે વસ્તુ માટે તમારી હકીકતો જાહેર કરતા પહેલા તેને ચકાસી લો.

  લકી સાઈન– ટોપાઝ

  મિથુન: 21 મે - 21 જૂન


  હાલના સમયમાં તમારું નસીબ જોર કરી રહ્યું છે, જેના કારણે તમને લાભ પણ પ્રાપ્ત થઈ શકે છે. કોઈપણ કાર્યની શરૂઆત તમારી ઈચ્છા મુજબના કાર્ય કે જગ્યા તરફ તમારું પ્રથમ પગલું હોઈ શકે છે. આજના દિવસે થતી તમામ વાતચીતને ટુ ધ પોઈન્ટ રાખવાનો પ્રયાસ કરો અને કામ વગરની વાતો અને ચર્ચા કરવાનું ટાળો. જો કોઈ કાર્યમાં જોખમ હોય તો પણ આજે તેને કરવાથી અચકાવવું નહી.

  લકી સાઈન– પાયરાઈટ ક્રિસ્ટલ

  કર્કઃ 22 જૂન-22 જુલાઇ


  આજે તમે તમારી જાતને આત્મવિશ્નાસથી ભરપૂર હોવાનો અનુભવ કરશો. આજે કોઈપણ કામ માટે તમે આત્મવિશ્વાસ સાથોસાથ તેની માટે જુસ્સો અને તેને પૂર્ણ કરવાનું આશ્વાસન પણ ધરાવશો. તમારા જીવનસાથી તમારો સપોર્ટ કરશે અને તમને કેટલીક મહતવપૂર્ણ સલાહ સૂચનો આપી શકે છે જે તમને ઉપયોગી નિવડશે. પરિવારમાં બાળકો તેમની રજાને લઈ ઉત્સાહીત દેખાશે. આવનારા દિવસોમાં વેકેશનનુ પણ આયોજન થઈ શકે છે.

  લકી સાઈન– બ્લૂ ક્રિસ્ટલ

  સિંહ રાશિ: 23 જુલાઈ- 22 ઓગસ્ટ


  આજે તમારી સામે મુશ્કેલી આવી શકે છે તેથી આ મુશ્કેલીના સમયમાં તમારે બહાદુર અને મજબૂત બનવું પડી શકે છે. આજે તમને પરિવારના સહયોગની મોટા પાયે જરૂર પડી શકે છે. કાર્યસ્થળ કે ઓફિસમાં પ્રવર્તતા પ્રશ્નો અને સમસ્યાઓ એકબાદ એક હલ થતા દેખાશે.

  લકી સાઈન– ક્લીયર ક્વાર્ટઝ

  કન્યા: 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર


  તમે તમારા દિનચર્યામાં જે ફેરફારો કરવા વિશે વિચાર્યું હતું, તેને સામેલ કરવા અને અમલમાં મુકવા માટે આ સારો દિવસ છે. આજે તમને દરેક જગ્યાએ સારી તકો જોવા મળશે, જેનો તમે લાભ લઈ શકો છો. તમારા કાર્યસ્થળ પર તમારી માટે નવું ડાયમેન્શન ખુલી શકે છે. પાડોશીઓની ચર્ચા અને બાબતોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

  લકી સાઈન– એમરાલ્ડ

  તુલા: 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર


  કોઈ તમારા પદ અને સત્તાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે. તમારે જાગૃત રહેવાની અને વાતચીતને મુદ્દા પર રાખવાની તાતી જરૂર છે. તમે ફેરફાર કરવા માટે ગ્રહણશીલ છો જો કે, અત્યારે નાના કે મોટા કોઈપણ પ્રકારના ફેરફારો તમારા જીવનમાં આવી શકે છે.

  લકી સાઈન– મેલાકાઈટ

  વૃશ્ચિક: 24 ઓક્ટોબર - 21 નવેમ્બર


  તમને સામાન્ય બાબતોમાંની પણ કેટલીક બાબતો સૌથી અસાધારણ લાગશે. તમને કોઈ પ્રતિષ્ઠિત સંસ્થા તરફથી કામ માટે સારી લીડ મળી શકે છે અને બીજા સ્ત્રોતમાંથી આવક મેળવવાની તક વિશે તમે વિચારી શકો છો.

  લકી સાઈન– એમિથિસ્ટ

  ધન: 22 નવેમ્બર - 21 ડિસેમ્બર


  આજે તમારી જાતને શ્રેષ્ઠ ક્ષમતા સાથે રજૂ કરો અને આખા દિવસ માટે તમારી પ્રાથમિકતાઓને સ્પષ્ટ રાખો. લાંબા સમયથી અટકેલી નોકરીઓ પર તક મળી શકે છે. જો તમે પ્રેમની શોધમાં છો, તો તમે ટૂંક સમયમાં કોઈને મળી શકો છો.

  લકી સાઈન– સીશેલ

  મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી


  જીવનની ગતિશીલતા બદલાઈ રહી છે. ભૂતકાળની પેટર્ન તૂટી ગઈ છે અને નવી રચનાઓ થઈ રહી છે. સ્થિર રહેવા માટે તમારે તમારા પગને જમીન પર મજબૂત રીતે ટકાવી રાખવા જરૂરી છે. થોડા સમય માટે બીજાને લોન આપવાનું ટાળો.

  લકી સાઈન– ઝેડ પ્લાન્ટ

  કુંભ: 20 જાન્યુઆરી - 18 ફેબ્રુઆરી


  તમે મુશ્કેલ સ્થાન અથવા પરિસ્થિતિમાં પ્રવેશ કરી શકો છો. જો કે, તમે સતત બદલાતી પરિસ્થિતિથી થાકેલા અને થોડા ચિડાઈ ગયા છો. થોડો આરામ ખૂબ જરૂરી છે.

  લકી સાઈન– સોલ્ટ લેમ્પ

  મીન: 19 ફેબ્રુઆરી - 20 માર્ચ


  તમે વિદેશ પ્રવાસની યોજના બનાવી રહ્યા છો, હવે પ્રવાસ પર જવા માટે સારો સમય રહેશે. જો તમે પ્રસિદ્ધ સ્થળે શાળા પ્રવેશ માટે પ્રયાસ કરી રહ્યાં છો, તો શક્યતા ઓછી છે. તમારી જરૂરિયાતોને સંબોધવા માટે તમારે બ્રેકડાઉનને સરળ બનાવવાની જરૂર પડી શકે છે.

  લકી સાઈન– માર્બલ ટેબલ
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology, Gujarati Rashifal

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन