Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 22 Jan: ધન અને મિથુન રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર, વાંચો આજનું રાશિફળ

ORACLE SPEAKS 22 Jan: ધન અને મિથુન રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર, વાંચો આજનું રાશિફળ

Oracle Speaks 22 January

ORACLE SPEAKS 22 Jan: તમે જે યોજના બનાવી રહ્યાં છો તેના પર અમલ કરવાનો આ સારો સમય હોઈ શકે છે. વ્યવસાયિક વિચારો સારા પ્રારંભિક પરિણામો લાવી શકે છે. ભાગીદારી તમારા માટે ઘણી હદ સુધી કામ કરી શકે છે અને સહાય પણ પ્રદાન કરી શકે છે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  મેષ: 21 માર્ચ-19 એપ્રિલ


  તમને એવું લાગશે કે તમે કોઈ ભ્રમમાં ફસાઈ ગયા છો. તમે જે મેળવવા માંગો છો તેને પ્રાપ્ચ કરવા માટે થોડી અડચણોનો સામનો કરવો પડી શકે છે. તમારે કોઈનું ધ્યાન ખેંચવા માટે નવી રીતો અપનાવવાની જરૂર છે. પબ્લિક ડિંલિગના ક્ષેત્રમાં કામ કરનારા લોકોએ ખોટુ અર્થઘટન ન થાય તે માટે કાળજીપૂર્વક વાતચીત કરવી જોઈએ. નવી વસ્તુઓ શીખવાની ઇચ્છા હશે તો રસ્તો મળશે. જો તમે આના પર નજીકથી કામ કરો છો, તો તે રચનાત્મક વ્યવસાયિક વિચારો તરફ દોરી શકે છે.

  લકી સાઇન -ટ્રંકે

  વૃષભ: 20 એપ્રિલ-20 મે


  તમારા માર્ગમાં આવતી કોઈપણ સૂચનાને સ્વીકારવાના દિવસો જતા રહ્યાં છે. ક્યારેક ક્યારેક તમારા હાવ ભાવ તમારી લાગણી પર પણ હાવી થઇ શકે છે. પરંતુ તમારા મનમાં શું ચાલી રહ્યું છે તે અન્ય વ્યક્તિને જણાવવું મહત્વનું છે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો, તો નવી તકો તમારી રાહ જોઇ રહી છે. નવા સંબંધો પણ નવા વચનો સાથે આવશે અને તમને તેમાં સુધારો કરવાનુ મન પણ થઈ શકે છે. તમારામાં રહેલા જૂના ડર દુર થઇ જશે.
  લકી સાઇન - નિયોન સાઇન

  મિથુન: 21 મે - 21 જૂન


  કોઇ વસ્તુ મેળવવા માટે તમે તમારી જાતને પહેલાં કરતા વધુ મહેનત કરી હોય અને તે મળી ગઇ હોય તેવુ બની શકે છે. આવનારા દિવસોમાં તમારા કાર્યો સરળતાથી પુર્ણ થતા દેખાઇ રહ્યાં છે. તમારામાં વધુ આત્મવિશ્વાસ આવશે. પરંતુ તમે થાકી પણ જશો. છેલ્લા કેટલાક દિવસોથી જો કોઇ બળતરા થતી હોય તો તે હજુ આગળ પણ રહી શકે છે. તમારા જીવનસાથી તમને યોગ્ય સલાહ-સૂચન આપી શકે છે.
  લકી સાઇન -નવી કાર

  કર્ક: 22 જૂન-22 જુલાઈ


  એવું લાગે છે કે તમે નવા વિચારોથી છલકાયા છો, પરંતુ હાલ એ વિચારો માટે રસ્તો મળી રહ્યો નથી. તમે એવા વરિષ્ઠ વ્યાવસાયિકને મળી શકો છો જેની સલાહ તમને મદદરૂપ થઈ શકે છે. જો કોઈ રોમેન્ટિક રિલેશનશીપમાં હોવ તો તમારે તેમાં થોડો ક્વોલિટી ટાઇમ સ્પેંડ કરવાની જરૂર પડી શકે છે. આ ઉપરાંત, તમારા જીવનસાથીને કેટલીક ધારણાઓ હોય તેવું લાગે છે, જેને ઉકેલવાની જરૂર છે. જો તમે પરિસ્થિતિ પર તાત્કાલિક નિયંત્રણ ન લાવી શક્યા તો દલીલો થઇ શકે છે.
  લકી સાઇન - એન્ટિક લેખ

  સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ


  હવે અન્ય લોકો પર દબાવની યુક્તિઓ કામ કરી શકશે નહીં. તમે તમારી આસપાસના કેટલાક લોકોને પરેશાન કરી શકો છો. તમારો ઈરાદો સ્પષ્ટ હોવા છતાં, તમારે તમારી વાતચીત કરવાની પદ્ધતિમાં ફેરફારની જરૂર છે. જો પાવરની સ્થિતિમાં હો તો તમે તે ઇમેજ બનાવવાનું ચાલુ રાખી શકો છો. છેલ્લા કેટલાક મહિનાઓથી સંકટમાં મુકાયેલો ધંધો કદાચ સુધરી શકે છે. મેટલનો વેપાર કરનારાઓને સારો નફો થઈ શકે છે.

  લકી સાઇન - ચાંદીનો સિક્કો

  કન્યા: 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર


  ભૂતકાળની કેટલીક યાદો તમારા નવા અભિગમને પ્રભાવિત કરી શકે છે. જો કે, તમે એ જ ભૂલોનું પુનરાવર્તન ન કરવા માટે સાવચેત રહેશો. તમે તાત્કાલિક ચિંતાની કેટલીક બાબતોમાં સ્પષ્ટતા મેળવવા માટે સક્ષમ ન હો તો સંપર્ક કરવો સારું છે. કેટલીક સારી નાણાકીય પ્રગતિ તમને પાટા પર પાછા લાવી શકે છે. નાની એવી ટ્રીપનું પ્લાનિંગ કરી શકો છો. તમે એવી વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છો જે તમને સારું બિઝનેસ માર્ગદર્શન આપશે.

  લકી સાઇન- રેનબો

  તુલા: 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર


  તમારી સ્કિલનો ઉપયોગ તમારા મિત્ર દ્વારા કરવામાં આવી શકે છે. નીરસ દિનચર્યા ટૂંક સમયમાં થોડા દિવસોમાં વ્યસ્ત દિનચર્યામાં બદલાઈ શકે છે. તમે તમને ગમતા કામની રાહ જોઇ રહ્યાં છો, તમારા અભિગમ અને વલણમાં નાનો ફેરફાર પણ સૂચવવામાં આવે છે. કોઇ નજીકનું વ્યક્તિ તમને ટિપ આપી શકે છે.
  લકી સાઇન- લાલ કાર

  વૃશ્ચિક : 24 ઓક્ટોબર - 21 નવેમ્બર


  ઉતાવણમાં કરેલા બધા જ કામ ખરાબ પરિણામ આપે તેવુ ન પણ બને. અમુક સમયે વ્યક્તિ ચોક્કસ દિશામાં ચાલવુ યોગ્ય હોય છે. તમે તમારી પસંદગી પર વિશ્વાસ અનુભવો છો અને હવે તમે અન્ય લોકોને પણ તમારી પસંદગીમાં સંમત થતા જોઈ શકો છો. કામમાં થોડી અશાંતિનો સમયગાળો સૂચવવામાં આવે છે. અંદરથી તમે વારંવાર વિચલિત થઇ શકો છો, પણ તમારે તેમા ખાસ ધ્યાન આપવાની જરુર નથી.
  લકી સાઇન- તમારું મનપસંદ

  ધન : 22 નવેમ્બર - 21 ડિસેમ્બર


  તમે ભૂતકાળમાં તમારા સંબંધોને લઇને જે પગલાં લીધા છે તે તમારા માટે આગળ જતાં મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. જો તમે કાનૂની કેસમાં સામેલ હોવ તો તમારા પુરાવા સુરક્ષિત રહે તેની ખાતરી કરો. કેટલાક નજીકના લોકો તમારી આસપાસની ગુપ્ત માહિતી આપવા માટે નિમિત્ત બની શકે છે.

  લકી સાઇન- ઇન્ડોર પ્લાન્ટ

  મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી


  તમે જે યોજના બનાવી રહ્યાં છો તેના પર અમલ કરવાનો આ સારો સમય હોઈ શકે છે. વ્યવસાયિક વિચારો સારા પ્રારંભિક પરિણામો લાવી શકે છે. ભાગીદારી તમારા માટે ઘણી હદ સુધી કામ કરી શકે છે અને સહાય પણ પ્રદાન કરી શકે છે. ઔપચારિક રીતે આવતો વૈવાહિક પ્રસ્તાવ ફળદાયી સાબિત થઈ શકે છે. તમારું મન સ્પષ્ટ રહે તેવી શક્યતા છે. મિત્રો સાથેની રેન્ડમ યોજના સારી સાબિત થઈ શકે છે.

  લકી સાઇન- એકેન્ડલ સ્ટેન્ડ

  કુંભ: 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી


  કોઇ સારી યોજના બનાવી રહ્યાં હોવ તો તમે થોડી મુશ્કેલી અનુભવી શકો છો. ઘરથી દૂર રહેતા જાતકો હોમ સિકનેસ અનુભવી શકે છે. પરંતુ તે અસ્થાયી લાગણી હશે. સારી કસરતની દિનચર્યા હવે જરૂરી છે. તમારી તબિયતના કારણે તમારામાં ચીડિયાપણુ આવી શકે છે.

  લકી સાઇન- એક પીળો

  મીન: 19 ફેબ્રુઆરી - 20 માર્ચ


  નવા કામ માટે નજીકના પારિવારિક મિત્ર તરફથી સલાહ સુચન આવી શકે છે. સોંપાયેલ કાર્ય પર તમારું ધ્યાન રાખવાથી તમને ઇચ્છિત પરિણામ મળી શકે છે. જોકે, હાલમાં ઘણા વિક્ષેપો પણ છે. તમારા વિશેના અભિપ્રાય થોડા હેરાન કરી શકે છે. નાનકડી ટ્રીપ સારી સાબિત થઈ શકે છે. બહારના અનુભવની કાયમી અસર પડી શકે છે.

  લકી સાઇન– નેપકીન હોલ્ડર
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन