Home /News /dharm-bhakti /Oracle Speaks 22 March: કન્યા અને તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સર્વશ્રેષ્ઠ, તો અન્ય રાશિના જાતકોને મળશે સફળતા
Oracle Speaks 22 March: કન્યા અને તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સર્વશ્રેષ્ઠ, તો અન્ય રાશિના જાતકોને મળશે સફળતા
ORACLE SPEAKS
Oracle Speaks 22 March: કામ માટે નવી તક મળી શકે છે, જે માટે તમારે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. કોઈ પ્રાસંગિક વિષય પર વાત કરવા માટે માતા-પિતા તમારી પાસે થોડા સમયની આશા રાખી રહ્યા છે. આવનારા દિવસોમાં મહેમાન આવવાની શક્યા છે. કેશ ફ્લોમાં સુધારો થઈ શકે છે.
તમારા મનમાં જે પણ લાગણી છે, તે વ્યક્ત કરવા માટે આજે સૌથી સારો દિવસ છે. આ પ્રકારની તક તમને પહેલાં પણ મળી હશે. તમારા મનની જે પણ લાગણી છે, તે તમે સારી રીતે સમજી શકો છો. આ કારણોસર આ લાગણી વ્યક્ત કરવી વઘુ યોગ્ય રહેશે. એક નવી શરૂઆત કરો.
લકી સાઈન: પત્થર
વૃષભ (Taurus): 20 એપ્રિલથી 20 મે
તમે જે પણ નિર્ણય લીધો છે, તે માટે પુનર્વિચાર કરવો તે દુર્લભ બાબત છે. તેમ છતાં તમને આ પ્રકારે કરવાની ઈચ્છા થઈ શકે છે. અચાનકથી ઉદાર થવાની ઈચ્છા પણ થઈ શકે છે. તમે જે વ્યક્તિની મદદ કરી હશે તે વ્યક્તિ તમારું ઋણ ચૂકવી શકે છે.
લકી સાઈન: ઓનિક્સ પત્થર
મિથુન (Gemini): 21 મેથી 21 જૂન
તમે સર્વશ્રેષ્ઠ કૃતિ બનાવી હશે, પરંતુ તે કૃતિને સ્વીકૃતિ મળવાની સંભાવના નથી. ઓફિસમાં હકારાત્મક હલનચલન જોવા મળી રહી છે, પરંતુ તેની ગતિ ધીમી છે. કોઈ વ્યક્તિ તમારા પરત ફરવાની રાહ જોઈ રહ્યું છે.
લકી સાઈન: રૂદ્રાક્ષ
કર્ક (Cancer): 22 જૂનથી 22 જુલાઈ
તમારી મેચ્યોરિટીના કારણે તમે કોઈપણ ગંભીર પરિસ્થિતિ સંભાળી શકો છો. તમારા દ્રષ્ટિકોણમાં સુધારો જોવા મળી શકે છે. આ સપ્તાહે તમને આરોગ્યની નાની મોટી ચિંતા થઈ શકે છે.
લકી સાઈન: મણિ
સિંહ (Leo): 23 જુલાઈથી 22 ઓગસ્ટ
અગાઉ જે પણ ભૂલ કરી હશે, તેના નિશાન રહી ગયા છે. આ ભૂલને માફ કરીને આગળ વધવું જોઈએ. કોઈ જૂનો મિત્ર તમને ખૂબ જ સારી સરપ્રાઈઝ આપી શકે છે. તમારા મગજમાં ખૂબ જ કન્ફ્યુઝન ચાલી રહ્યું છે, જેની સ્પષ્ટતા પ્રાપ્ત થશે.
લકી સાઈન: મોરપીંછ
કન્યા (Virgo): 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર
શાંતિથી વિસ્તારપૂર્વક વાત કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. જેનો અર્થ સમજવા માટે તમારે યોગ્ય સમય કાઢવો પડશે. ઓર્ગેનાઈઝ રહેવાને કારણે તમને ટૂંક સમયમાં લાભ પ્રાપ્ત થશે. નવું રૂટીન શામેલ થશે.
લકી સાઈન: પીળી મીણબત્તી
તુલા (Libra): 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર
જીવનમાં જે પણ એકરસતા ચાલી રહી છે, તેમાં નવી પેટર્ન શામેલ થશે. તમારા કામની સરાહના થવાની સંભાવના છે. કાર્ડ પર એક નવી યાત્રા થવાની સંભાવના જોવા મળી રહી છે. જે વ્યક્તિ સાથે તમે રોમેન્ટીક રૂપે જોડાયેલા છો, તમને તેની સાથે સમય પસાર કરવાની તક મળી શકે છે.
લકી સાઈન: કાળો મણિ
વૃશ્વિક (Scorpio): 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર
તમારા વિશેની વાત ફેલાઈ ગઈ હોવાને કારણે કોઈ એવી વ્યક્તિ તમારો સંપર્ક કરશે, જેની સાથે તમે ક્યારેય પણ મુલાકાત કરી નથી. તમારા જીવનની મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ માટે સમય કાઢવાની કોશિશ કરો. જો તમે ઉપકરણ અથવા સ્પેર પાર્ટ્સના બિઝનેસ સાથે જોડાયેલા છો, તો તમારા કાર્યબળે સંકટનો સામનો કરવો પડી શકે છે.
લકી સાઈન: રંગબેરંગી મણિ
ધન (Sagittarius): 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર
ખૂબ જ લાંબા સમય પછી તમને સારું લાગી શકે છે. તમને તમારા માટે સમય કાઢવાની ઈચ્છા થઈ શકે છે. કામ માટે નવા રસ્તાઓ ખુલી શકે છે. તમારા ભાઈ-બહેન પર આર્થિક દબાણ આવી શકે છે.
લકી સાઈન: સિટ્રીન મણિ
મકર (Capricorn): 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી
જો તમે કોઈ બાબતનું નિવારણ નથી લાવી શકતા, તો તમારે તે બાબતને જવા દેવી જોઈએ. કેટલીક બાબતો સમય પર છોડી દેવી વધુ યોગ્ય રહેશે. કામ બાબતે કોઈ વ્યક્તિનો સહયોગ કરવા માટે રસપ્રદ વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છો. તમારા મગજમાં કોઈ અન્ય નવા વિચારો ચાલી રહ્યા છે.
લકી સાઈન: પર્લ
કુંભ (Aquarius): 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી
સરળતા અને સરળ દ્રષ્ટિકોણને કારણે તમારું કામ વધુ સરળ બની શકે છે. લોકો પાસેથી વધુ અપેક્ષા રાખવાથી તમારી લાગણીઓને ખૂબ જ ઠેસ પહોંચી શકે છે. તમે એક નાના પાયે પાર્ટીની આશા રાખી રહ્યા છો, જ્યાં તમે લોકોનું ધ્યાન તમારી તરફ ખેંચી શકો છો.
લકી સાઈન: રૂબી
મીન (Pisces): 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ
કામ માટે નવી તક મળી શકે છે, જે માટે તમારે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. કોઈ પ્રાસંગિક વિષય પર વાત કરવા માટે માતા-પિતા તમારી પાસે થોડા સમયની આશા રાખી રહ્યા છે. આવનારા દિવસોમાં મહેમાન આવવાની શક્યા છે. કેશ ફ્લોમાં સુધારો થઈ શકે છે.
લકી સાઈન: નીલમણિ
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર