Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 21 Nov: આ રાશિના જાતકોએ મનના અવાજને અનુસરવો, જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS 21 Nov: આ રાશિના જાતકોએ મનના અવાજને અનુસરવો, જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS 21th Nov

ORACLE SPEAKS 21 Nov: તમે જે કરી રહ્યા છો તેમાં ધીમી પ્રગતિનો સંકેત મળી શકે છે. તમારી અંદરના અવાજને અનુસરો અને તમારી નકારાત્મક લાગણીઓને ચકાસો. આજનો દિવસ મિશ્ર પરિણામો ધરાવે છે, પરંતુ તે સ્થિર થવાની શક્યતા છે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  મેષ (aries ): 21 માર્ચ-19 એપ્રિલ


  તમે તમારી જાતની કાળજી રાખવાનું ભૂલી ગયા હોવ તો આજે તમને તે માટે સમય મળી શકે છે. જો કોઈ તમારી સાથે બિનજરૂરી દુર્વ્યવહાર કરી રહ્યું હોય તો તેને અવગણો. તમારા ઓફિસના કામને સંપૂર્ણ પૂરું કરવા અને અપ ટુ માર્ક રાખવાનો પ્રયત્નો કરો.

  લકી સાઇન - સેલેનાઇટ

  વૃષભ (Vrishabha ): 20 એપ્રિલ-20 મે


  આજનો દિવસ તમારા આઉટિંગ કરવાના અને સામાજિકરણના પ્લાનને અમલમાં મુકવાનું સૂચવી જાય છે. આ દિવસ મિત્રતા અને તમારી વચ્ચે રહેતા લોકો સાથે આનંદથી વિતાવવાનો છે. નાણાકીય બાબતે પ્રગતિશીલ થવાના સંકેતો છે. રોકાયેલા નાણાં બાબતે સુધારો જોવા મળી શકે છે.

  લકી સાઇન - ટુરમાલાઇન

  મિથુન (Mithuna): 21 મે-21 જૂન


  આજે તમારામાં ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ હોવાથી તમે ધારેલું કામ તત્પરતાથી પૂરું કરશો. તમારા બોસ તમને કોઈ નવી મોટી તક આપી શકે છે. તમે જેમની સંભાળ રાખો છો તે વ્યક્તિ તરફથી તમને સારી ટ્રીટ મળી શકે છે.

  લકી સાઇન - રેતીનો પથ્થર

  કર્ક (Karka): 22 જૂન-22 જુલાઈ


  તમે શોપિંગ માટે કરેલું પ્લાન આઉટ ઓફ ટર્ન થઈ શકે છે. કામકાજમાં આપેલી સમયમર્યાદાનું પાલન કરવું જોઈએ. ઘર કામ કરનાર તમારા નિયમિત કામોમાં અવરોધ પેદા કરી શકે છે.

  લકી સાઇન - જીવનનું વૃક્ષ

  સિંહ (Singha): 23 જુલાઈ- 22 ઓગસ્ટ


  ટીમવર્ક આજે તમારા માટે ફળદાયી રહી શકે છે. જો તમને તક મળે તો સહયોગ કરી શકો છો. ઘરમાં ઉગ્ર બોલાચાલી તમારા દિવસને પ્રભાવિત કરી શકે છે. તેને મન પર ન લેવું જોઈએ.

  લકી સાઇન - સ્ટીલ બોક્સ

  કન્યા: (Kanya) 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર


  તમારું કામ અટકી રહ્યું હોય અને તમારે કોઈના અહંકારને સંતોષવાની જરૂર પડે તો તે કામ અત્યારે જ કરો. લાંબાગાળાનું આયોજન લાભદાયી બની શકે છે. આજે રાત્રે મહેમાનોને આવકારવા માટે તૈયાર રહો.

  લકી સાઇન - રૂબી

  તુલા (Tula): 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર


  ઘરમાં ભાઈ-બહેન સાથે થોડો સમય વિતાવવા માટે સારો દિવસ છે. વર્ચ્યુઅલ રીતે કામ કરી શકો છો. તમારા કામની સમીક્ષા કરવામાં આવશે. અતિશય બિનજરૂરી તણાવથી તમે ચિડાઈ ગયા હોવ તો વહેલી તકે તેને છોડી દો.

  લકી સાઇન - વાદળી નીલમ

  વૃશ્ચિક (Vrashchika): 24 ઓક્ટોબર - 21 નવેમ્બર


  તમારામાં રહેલી સર્જનાત્મકતાને નષ્ટ થવા દેશો નહીં. તેના ઉપર ફરીથી ધ્યાન આપવાની જરૂર છે. તમે ઉત્સાહથી શરૂ કરેલું કામ પૂર્ણ કરી શકશો.

  લકી સાઇન - પીળો કાચ

  ધન (Dhanusha): 22 નવેમ્બર - 21 ડિસેમ્બર


  દૂરથી અથવા વિદેશથી આવેલ કોલ તમારો દિવસ બનાવી શકે છે. કંઈક સ્પેશ્યલ થયાનું મેહસૂસ થઈ શકે છે. નાની ટુર પર જવાની યોજના પર કામ કરી શકો છો. વર્તમાન સંબંધમાં વ્યક્તિને તાત્કાલિક ધોરણે જવાબ આપવાની જરૂર પડી શકે છે. સ્પર્ધા પર નજર રાખો.

  લકી સાઇન - એક લાલ કોરલ

  મકર (Makar): 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી


  કોઈ નવી દિનચર્યા શરૂ કરવા માટે સારો દિવસ છે. પુસ્તક કે લેખ તમારા માટે પ્રેરણાદાયી બની શકે છે. કંઈક જે તમે શોધી રહ્યા હતા તે ખોવાયેલ વસ્તુઓ મળી શકે છે. તમારી જરૂરિયાતોને પ્રાથમિકતા આપો.

  લકી સાઇન - પક્ષીઓ

  કુંભ (Kumbha): 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી


  તમે જે કરી રહ્યા છો તેમાં ધીમી પ્રગતિનો સંકેત મળી શકે છે. તમારી અંદરના અવાજને અનુસરો અને તમારી નકારાત્મક લાગણીઓને ચકાસો. આજનો દિવસ મિશ્ર પરિણામો ધરાવે છે, પરંતુ તે સ્થિર થવાની શક્યતા છે.

  લકી સાઇન - એમિથિસ્ટ

  મીન (Meena)): 19 ફેબ્રુઆરી - 20 માર્ચ


  સારું સૂચન ઘણો કિંમતી સમય બચાવી શકે છે. તમે હવે આત્મવિશ્વાસ સાથે નિર્ણયો લઈ શકશો. પરિવારને પ્રાથમિકતા આપવાનું સૂચન છે. શ્રેષ્ઠ કામ કરી તમારી જાતને અનુકૂળતા મેહસૂસ કરવી શકો છો.
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन