Union
Budget 2023

Highlights

Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 21 January: સિંહ રાશિના જાતકોના બાકી લેણાંની ચૂકવણી થઈ શકે, જાણો કેવો રહેશે આજનો દિવસ

ORACLE SPEAKS 21 January: સિંહ રાશિના જાતકોના બાકી લેણાંની ચૂકવણી થઈ શકે, જાણો કેવો રહેશે આજનો દિવસ

Oracle Speaks 21 January:

ORACLE SPEAKS 21 January: દિવસની ઊર્જાઓ એક સમાન થતી જણાય છે. આનાથી તમે કેટલાક નવા વર્ક લિસ્ટ શરૂ કરી શકો છો. તમે ગમે તેટલા મજબૂત દેખાવ પણ અન્ય લોકો આજે તમારી વધુ સંવેદનશીલ બાજુનો અનુભવ કરી શકે છે. કામ પૂર્ણ કરવા માટે વાટાઘાટોની કેટલીક યુક્તિઓની જરૂર પડશે.

વધુ જુઓ ...

  મેષ: 21 માર્ચથી 19 એપ્રિલ


  તમારા અધૂરા કાર્યને ઝડપથી પૂર્ણ કરવા અને પાછલા બાકી લેણાં પૂરા કરવા માટે આજે સારો દિવસ છે. હળવા ચેપ અથવા દુ:ખાવાથી સાવચેત રહો. દલીલની પરિસ્થિતિમાં તમારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કરો. સંતુલિત વલણ ભવિષ્યમાં મદદ કરી શકે છે.

  લકી સાઈન - ઈલાયચી

  વૃષભ : 20 એપ્રિલથી 20 મે


  દિવસની ઊર્જાઓ એક સમાન થતી જણાય છે. આનાથી તમે કેટલાક નવા વર્ક લિસ્ટ શરૂ કરી શકો છો. કોઈ લોન માંગે તો તમે નમ્રતાપૂર્વક ના પાડી શકો છો. આજે સ્વ-સંભાળ રાખવી જોઈએ.

  લકી સાઈન - રાખોડી પીંછા

  મિથુન: 21 મેથી 21 જૂન


  તમે ગમે તેટલા મજબૂત દેખાવ પણ અન્ય લોકો આજે તમારી વધુ સંવેદનશીલ બાજુનો અનુભવ કરી શકે છે. કામ પૂર્ણ કરવા માટે વાટાઘાટોની કેટલીક યુક્તિઓની જરૂર પડશે. કોઈ સાથીદાર મદદ માંગે શકે છે અને તેને ખરેખર જરૂર હોય શકે છે.

  લકી સાઈન - નદી કિનારો

  કર્ક: 22 જૂનથી 22 જુલાઈ


  કોઈ જૂના પરિચિત સાથે મુલાકાત અથવા ફરીથી જોડાવાની સંભાવના છે. બહારના કામકાજને હવામાન નડી શકે છે. તમે કોઈ બાબતને ટેકો આપવાનું વિચારી રહ્યા હતા, તો હવે તમારા માટે અત્યારે તક છે. પ્રવાસની શક્યતા છે.

  લકી સાઈન - જૂનું પેપર

  સિંહ: 23 જુલાઈથી 22 ઓગસ્ટ


  એકાએક મહેમાનો આવી શકે છે. આજનો દિવસ સ્વીટ ટ્રીટસનો દિવસ છે. કેટલાક બાકી લેણાંની ચૂકવણી થઈ શકે છે. તમારો સપોર્ટ સ્ટાફ ફરિયાદ લાવી શકે છે, પ્રાથમિકતાના ધોરણે તેનો ઉકેલ લાવજો.

  લકી સાઈન - મોતી

  કન્યા: 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર


  કામ પરનું વાતાવરણ હવે અનુકૂળ દેખાઈ શકે છે અને તમને હળવાશ આપી શકે છે. ઘરે અને ઑફિસમાં બંને જગ્યાએ કાગળની કાર્યવાહી યોગ્ય રાખો. તમે ઊંઘથી વંચિત રહી શકો છો, આજે રાત્રે સારી ઊંઘ લો.

  લકી સાઈન - ડોરસ્ટેપ

  તુલા: 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર


  તમે લાગણીશીલ હોવ તો તેનો મતલબ એમ નથી કે તમે નબળા છો. તમારા મજબૂત મુદ્દાઓને આગળ મૂકો. નવી રેસીપી અજમાવવા અને કેટલાક નવા સંબંધો બનાવવા માટે આજે સરસ દિવસ છે. તબિયતની કાળજી રાખો.

  લકી સાઈન - લાલ દુપટ્ટો

  વૃશ્ચિક: 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર


  દુઃસ્વપ્નો કે ખરાબ સ્વપ્નો એ માત્ર અર્ધજાગ્રત મનનો ડર છે, તેને ગંભીરતાથી ન લો. વિજાતીય પાત્ર તમને તમારી દિનચર્યાથી વિચલિત કરી શકે છે. કોઈ જૂના મિત્રને મળીને દિવસને ખાસ બનાવી શકે.

  લકી સાઈન - ઈંટની દીવાલ

  ધન: 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર


  કોઈ નજીકની વ્યક્તિ દ્વારા તમને યાદ કરવામાં આવી રહ્યા છે. તમારા પ્રિયજનો માટે ચોક્કસપણે સમય કાઢો. મહિનાના અંતે રેન્ડમ ટ્રિપ થઈ શકે છે. રૂટિન મેડિકલ ચેકઅપ મદદરૂપ થઈ શકે છે. ધ્યાન ધરો.

  લકી સાઈન - નિયોન સાઈન

  મકર: 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી


  આજે જૂની યાદો દિવસના કેન્દ્રમાં રહી શકે છે. રિયાલિટી ચેક મદદરૂપ થઈ શકે છે. તમારા ભાઈ-બહેનને મળો, તેઓ તમારી સત્તાને આગળ વધારવા માંગતા હોઈ શકે છે. જૂના અભિગમ માટે નવી યોજના બનાવો.

  લકી સાઈન - કાચની બોટલ

  કુંભ: 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી


  તમારો ડર હવે નિયંત્રણમાં છે. હવે કોઈ ખરાબ સ્વપ્નો નથી, કારણ કે સમય બદલાઈ રહ્યો છે. તાજેતરના મહિનાઓમાં તમે જે પ્રાપ્ત કર્યું છે તેના માટે તમે કૃતજ્ઞતા અનુભવી રહ્યા છો. તમને કોઈ વધારાની જવાબદારી મળે તેવી સંભાવના છે.

  લકી સાઈન - વડલો

  મીન: 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ


  તમે તમારા પરિવારની ભાવનાત્મક સપોર્ટ સિસ્ટમ છો, તેમને તમારી પાસેથી વધુ સમયની જરૂર છે. નવી ભાગીદારી પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. તબીબી વ્યાવસાયિકોનો દિવસ વ્યસ્ત રહે. વરિષ્ઠ અધિકારીઓને અડચણોનો અનુભવ થાય.

  લકી સાઈન - પક્ષીઓ
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology, Astrology in gujarati

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन