Home /News /dharm-bhakti /Oracle Speaks 20 January : આ રાશિના જાતકોને કાર્યસ્થળે વિવાદથી બગડશે દિવસ, કોલાબ્રેશનની તક આવી શકે છે હાથમાં

Oracle Speaks 20 January : આ રાશિના જાતકોને કાર્યસ્થળે વિવાદથી બગડશે દિવસ, કોલાબ્રેશનની તક આવી શકે છે હાથમાં

Oracle Speaks 20 January:

Oracle Speaks 20 January : દૂરથી અથવા વિદેશથી કોઇ ફોન તમારો દિવસ સુધારી શકે છે. તમે ખાસ અનુભવશો. બહાર જવાનું કોઇ પ્લાનિંગ આજે સફળ રહેશે. તમારા હાલના રીલેશનશિપમાં અમુક જવાબોની આવશ્યકતા રહેશે.

  મેષ (21 માર્ચ - 19 એપ્રિલ)


  તમારા ભૂતકાળના તમામ પ્રયત્નો માટે યોગ્ય દિશામાં કરવામાં આવેલા તમામ પ્રયત્નો માટે પ્રશંસાઓ મળી શકે છે. જો કોઈ તમને બિનજરૂરી રીતે જજ કરી રહ્યું હોય તો તેમને નજરઅંદાજ કરો. તમારા ઓફિસના કામને માર્ક રાખો, કારણ કે રેન્ડમ તપાસ થઈ શકે છે.

  લકી સાઇન – ફ્લોરલ સ્લિપર્સ

  વૃષભ (20 એપ્રિલ – 20 મે)


  મહિનાના મધ્યા ગાળા માટે તમારી ટ્રાવેલિંગ યોજનાઓને મુલતવી રાખો. આજનો દિવસ એક પછી એક વસ્તુઓનું આયોજન કરવાનો અને હાથમાં લેવા માટેનો દિવસ છે. ભવિષ્યનું પ્રગતિકારક આયોજન માટે સારા સંકેત છે. અટવાયેલા રોકડ પ્રવાહમાં સુધારો થવાની સંભાવના છે.

  લકી સાઇન – ગુઝબેરીઝનું બંચ

  મિથુન (21 મે – 21 જૂન)


  આજના દિવસનો સૌથી વધુ ઉપયોગ કરો, કારણ કે તમે જે કરવા માંગો છો તેની સાથે એનર્જી સુસંગત છે. કોઈ ભાઈ-બહેન અથવા સંબંધીને તમારા માર્ગદર્શનની જરૂર પડી શકે છે. સાંજે કોઈ ખાસ વ્યક્તિ દ્વારા તમને સરપ્રાઈઝ વિઝિટ મળી શકે છે.

  લકી સાઇન – સિલ્વર વાયર

  કર્ક (22 જૂન – 22 જુલાઇ)


  જો તમે શોપિંગ પર જવાનું પ્લાનિંગ કર્યું છે, તો તમે તમારી જાતને તેમાં વ્યસ્ત રાખી શકો છો. કામ પર સમયમર્યાદા અનુસરવી પડી શકે છે. ઘરેલું સહાયનો અભાવ નિયમિત કાર્યમાં અડચણો ઉભી કરી શકે છે.

  લકી સાઇન – મેટાલિક આર્ટ

  સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)


  આજે તમારે ટીમ વર્ક પર ધ્યાન આપવું જોઇએ. જો તમને કોલાબ્રેશનનો મોકો મળે તો, તમારે તેને ઝડપી લેવો જોઇએ. આજે કાર્યસ્થળે થયેલો વિવાદ તમારો દિવસ બગાડી શકે છે. તેને જવા દો અને વસ્તુઓને ધ્યાનમાં ન લેશો.

  લકી સાઇન – કલર્ડ બોટલ

  કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)


  જો તમારું કામ અટવાઈ રહ્યું છે અને તમારે કોઈના અહંકારને ખુશ કરવાની જરૂર છે, તો હવે સમય આવી ગયો છે. ટૂંકા ગાળાનું આયોજન વર્તમાન સમય માટે ફાયદાકારક રહેશે. તમારે આજે રાત્રે મહેમાનોના સ્વાગત માટે તૈયાર અને સજ્જ રહેવાની જરૂર છે.

  લકી સાઇન – વૂડન બોક્સ

  તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)


  આજે થોડો સમય પરીવાર સાથે ઘરે અથવા વર્ચ્યુઅલી પસાર કરી શક છો. આજે કાર્ય થોડું વધારે રહેશે અને તમારું યોગદાન ધ્યાનમાં લેવામાં આવશે. આજે વધારે પડતો તણાવ તમને થ઼કવી શકે છે.

  લકી સાઇન – પેઇન્ટિંગ

  વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)


  આજે તમારી જાતે જ નિશ્ચય કરો કે તમે તમારા જૂના જુસ્સાને ક્યારેય ઓછો નહીં થવા દો. તમારા માટે તે ફરીથી જોવાનો સમય આવી ગયો છે. દિવસ પ્રગતિશીલ પરંતુ સુસ્ત એનર્જી રહેશે. તમે જે પણ શરૂ કરો, તમે ધીમે ધીમે સમાપ્ત કરી શકશો.

  લકી સાઇન – આઇસ ક્રિમ

  ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)


  દૂરથી અથવા વિદેશથી કોઇ ફોન તમારો દિવસ સુધારી શકે છે. તમે ખાસ અનુભવશો. બહાર જવાનું કોઇ પ્લાનિંગ આજે સફળ રહેશે. તમારા હાલના રીલેશનશિપમાં અમુક જવાબોની આવશ્યકતા રહેશે.

  લકી સાઇન – બોલ

  મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)


  કોઇ હેલ્થ રૂટિન શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે. આવું કરવામાં કોઈ પુસ્તક અથવા લેખ પ્રેરણાદાયક હોઈ શકે છે. એવું કંઈક કે જેને તમે ગુમાવી દીધેલું માનો છો તે મળી શકે છે.

  લકી સાઇન – ફ્લાય

  કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)


  તમે જે કરવાનું વિચારી રહ્યા છો તેને અંતિમ સ્વરૂપ આપવા માટે તમને હવે સંકેત મળી શકે છે. તમારી અંતઃવૃત્તિને અનુસરો અને તમારી નકારાત્મક લાગણીઓ પર નજર રાખો. દિવસ દરમિયાન મિશ્ર પરિણામો રહેશે.

  લકી સાઇન – ડ્યુ ડ્રોપ્સ

  મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)


  કોઈ બહારના વ્યક્તિ તરફથી સમયસર સૂચન મળવાથી ઘણો સમય બચશે. તમે હવે આત્મવિશ્વાસ અનુભવશો અને બાકી નિર્ણય લેવા માટે તૈયારી અનુભવશો. મિત્રો અને પરિવાર હાઇ પ્રાયોરિટી પર રાખશો.

  લકી સાઇન - લેક
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology, Astrology tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन