ORACLE SPEAKS 2 February: આ રાશિના જાતકોને ટીમ સ્પિરિટ અને શીખવાની આતુરતા સાથે તમારે પોતાને યોગ્ય બનાવવાની જરૂર છે. ઘરમાં તમારા એટીટ્યુટને કારણે તમારી ટીકા થઈ રહી છે. કેશ ફ્લોને નજીકથી મેનેજ કરવાની જરૂર છે.
તમારા માટે કેટલીકવાર વસ્તુઓને જવા દેવું પણ એક મોટો પડકાર બને છે. બિઝનેસ સંબંધિત એક નવી ભાગીદારી સંભવ. સ્પર્ધાત્મક થવાને તમે અવગણી શકો છો અને વર્તમાન તકો પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.
લકી સાઇન - તળાવ
વૃષભ : 20 એર્પ્રિલ-20 મે
અગાઉ ચેતવણીઓ આપવામાં આવી હતી, તેથી કામમાં હવે કચાસ સિનિયરો દ્વારા સહન નહીં કરવામાં આવે. તમારે આગળ કામ સંબંધિત પડકારો માટે તૈયાર રહેવાની અને તૈયારીઓ કરવાની જરૂર છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા આવી શકે છે.
લકી સાઇન - મધમાખી
મિથુન : 21 મે - 21 જૂન
તમે કદાચ વધુ પ્રયત્નો કર્યા હશે, પરંતુ તમે હવે તમારે જે અનુભવો છો વ્યક્ત કરવું પડશે. સભાનતાપૂર્વક તમારે તમારી વાણીને કાબૂમાં રાખવાની જરૂર રહેશે. કોઈ સહકર્મી જાહેરમાં તમારી છબીને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે.
લકી સાઈન - બ્રોન્ઝ વોલેટ
કર્ક : 22 જૂન-22 જુલાઈ
અન્ય લોકો સાથેના મેળાપમાં તમે પોઝીટિવ વાઇબ ધરાવતા વ્યક્તિ તરીકે ઉભરી શકો છો. તમારે વાસ્તવિકતાને સ્વીકારીને પાછા ફરવાની જરૂર છે. તમે જેમના પર વિશ્વાસ કરી રહ્યાં છો તેમની ખરાઈ કરવાની જરૂર છે અથવા તેમની સાથે નિયમિતપણે વાત કરવાની જરૂર છે.
લકી સાઈન – એક ટમ્બલર
સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ
ટીમ સ્પિરિટ અને શીખવાની આતુરતા સાથે તમારે પોતાને યોગ્ય બનાવવાની જરૂર છે. ઘરમાં તમારા એટીટ્યુટને કારણે તમારી ટીકા થઈ રહી છે. કેશ ફ્લોને નજીકથી મેનેજ કરવાની જરૂર છે.
લકી સાઇન –ચાલવા માટે સહાયક લાકડી
કન્યા : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર
કેટલીકવાર જ્યારે બે લોકો મળે ત્યારે તેઓ કઈંક નવું ઉભું કરી શકે છે, તેથી વાત-ચર્ચાને અવગણશો નહીં. તમે કોઈ વ્યકતિ સાથે ખાસ રીતે બિનઆયોજિત રીતે મળશો તેવી શક્યતા. જલદી જ ટૂંકી મુસાફરીના યોગ બની રહ્યાં છે.
લકી સાઇન - બ્લેક ક્રિસ્ટલ
તુલા : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર
જો તમે અત્યારે અમુક બાબતો વિશે ચોક્કસ ન હોવો તો હમણાં માટે તેને મુલતવી રાખો. તમારો પરિવાર તમારી સાથે થોડો ક્વોલિટી ટાઈમ પસાર કરવા ઝંખે છે. કોઈ નવો પ્રોજેક્ટ અથવા એસાઈનમેન્ટ તમને થોડા દિવસો માટે વ્યસ્ત રાખશે.
લકી સાઈન – સાગના લાકડાનું ફર્નિચર
વૃશ્ચિક : 24 ઓક્ટોબર - 21 નવેમ્બર
મજબૂત સંકેત છે કે તમે લાંબા સમયથી કામકાજ સંબંધિત જોઈ રહેલ રાહ હવે પૂર્ણ થશે, નવી ઊંચાઈએ આંબશો. એક ગેટ-ટૂ-ગેધર નજીક છે અને તે તમારા સ્પિરિટને રીફ્રેશ કરશે. બાદમાં ખર્ચ કરવા માટે હમણાં સેવિંગ કરો.
લકી સાઇન – વાંસનો છોડ
ધનુ : 22 નવેમ્બર - 21 ડિસેમ્બર
કોઈપણ બાબતોનું સોલ્યુશન લાવવા માટે ગુસ્સો કરવો તે ક્યારેય શ્રેષ્ઠ ઉકેલ વિકલ્પ નથી. ગુસ્સાને ઓછો કરવાની અને કાબૂમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. જુગાર જેવા જોખમી પ્રસ્તાવમાં સામેલ થવાનું ટાળો. નવા વાહનની ખરીદી સંભવ છે.
લકી સાઈન – એક સ્પષ્ટ ક્વાર્ટઝ
મકર : 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી
પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય અત્યારે ચિંતાજનક બની શકે છે. કોઈની થોડી મદદ અથવા લોન તમને કોઈપણ અણધાર્યા સંકટનો સામનો કરવામાં મદદ કરી શકે છે. થોડા સમય માટે નાણાંકીય તણાવ રહી શકે છે. તમારા જીવનસાથી સાથેની ચર્ચા મદદરૂપ બનશે.
લકી સાઇન - એક આરોહી (Climber)
કુંભ : 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી
હરહંમેશ તમે આશા રાખતા હોવ તે જ પ્રકારે તમને પ્રતિસાદ ન પણ સાંપડે. તમે તમારા ઘરની બહાર થોડો સમય પસાર કરી શકો છો, ટૂંકી મુસાફરી કાર્ડ પર જોવા મળી રહી છે. તમે પાછા આવો ત્યારે તમારા સ્ટ્રેસને પણ પાછળ છોડી દો.
લકી સાઇન - વાદળી નીલમ
મીન : 19 ફેબ્રુઆરી - 20 માર્ચ
આજનો દિવસ બાકી રહેલ અમુક કામો સાથે થશે. એકંદરે ઓછો તણાવપૂર્ણ દિવસ. ઘરેલું મોરચે પણ તમને ઘણી મદદ મળી રહી છે. આ સમયગાળામાં નવા રોકાણની સલાહ આપવામાં આવે છે.
લકી સાઇન – મોરના પીંછા
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર