Home /News /dharm-bhakti /Oracle Speaks 2 April: આ રાશિના જાતકો અનુભવશે ઇમોશનલી બ્લોક, જીવનમાં થશે નવા વ્યક્તિની એન્ટ્રી
Oracle Speaks 2 April: આ રાશિના જાતકો અનુભવશે ઇમોશનલી બ્લોક, જીવનમાં થશે નવા વ્યક્તિની એન્ટ્રી
ORACLE SPEAKS
Oracle Speaks 2 April: જો તમે ટ્રાવેલ સંબંધિત કોઇ કામ કરવા ઇચ્છતા હોય, તો ઘણું બધુ આવી રહ્યું છે. વર્ક પ્રેશર પણ વધી રહ્યું છે અને તમને આપેલા ટાસ્ક પૂર્ણ કરવા તમારે વધારે લોકોની જરૂર છે.
તમારી એનર્જીમાં કંઇક સારો સુધારો થઇ શકે છે. આજે સુસ્તી ઓછી અને વધુ એક્ટિવ રહેશો. તમે તમારી જાત પાસેથી કેટલાક ગ્રાઉન્ડ-બ્રેકિંગ કામની અપેક્ષા કરી શકો છો. બીજાના મંતવ્યોને વધારે ભારણ ન આપો અને સાવચેત રહેવાની જરૂર છે. જો તમે તમારા ઘરમાં કોઈ ઉમેરો કરવાનું વિચારી રહ્યા છો, તો તમે હવે તેના માટે પ્લાનિંગ બનાવી શકો છો.
લકી સાઇન- ગાર્નેટ ક્રિસ્ટલ
વૃષભ (20 એપ્રિલ – 20 મે)
જો તમે કોઇ બાબત અંગે દ્રઢ નિશ્ચય કરી લીધો છે, તો આગળ વધો કારણે છે તમે તેને પૂર્ણ કરી શકશો તેની પૂરતી શક્યતાઓ છે. તમે જેવો ઇચ્છો છો તેવો સપોર્ટ નહીં મળી શકે, પરંતુ તમે તમારી રીતે યોગ્ય છો. તમારા બાળકોને તમારા સમયની જરૂર હોઇ શકે છે. અમુક બાબતો કહ્યા વગર સમજવાની જરૂર છે. પરીવાર સાથે બોન્ડિંગ જાળવી રાખવાની સલાહ આપવામાં આવે છે.
લકી સાઇન – સોલિટેર
મિથુન (21 મે – 21 જૂન)
રોકડ પ્રવાહને કામચલાઉ ફકટો પડી શકે છે. જો તમે અપકમિંગ બિઝનેસમેન છો, તો તમને નવું કામ અને લીડ્સ પણ મળવાની સંભાવના છે. કોઈપણ કાનૂની કન્સલ્ટેશન તમને હાલ માટે સહેજ ભ્રમિત કરી શકે છે. તમારા સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પર નજીકથી ધ્યાન રાખો. કોઈ નજીકનો મિત્ર આ બાબતમાં ખરેખર પ્રેરણાદાયક સાબિત થઈ શકે છે. તમારા સ્ટેટસને બૂસ્ટ કરવા માટે તમને પ્રીમિયમ મેમ્બરશિપ મેળવવાનો લ્હાવો મળી શકે છે.
લકી સાઇન- પીળો નીલમ
કર્ક (22 જૂન – 22 જુલાઇ)
પરીવાર તરફ મળેલું સરપ્રાઇઝ તમને એક પરફેક્ટ બૂસ્ટ આપી શકે છે. આવનારા થોડા દિવસોમાં કાર્ય પ્રવાહ વધી શકે છે. હાલમાં તમે ખરેખર જે ડિલિવર કરી શકો છો, તેના કરતા કાર્ડ્સ પર ઘણું બધું હોઈ શકે છે, પરંતુ ખંત એ જ ખરી ચાવી છે. સમયસર મળેલી સલાહ તમારો દિવસ બચાવવામાં મદદ કરી શકે છે. મૈત્રીપૂર્ણ કનેક્શન માટે તમને કોઈ યુનિક પ્રસ્તાવ મળી શકે છે. ખૂબ જરૂરી રજા માટે હજી રાહ જોવી પડી શકે છે.
લકી સાઇન – નિયોન લાઇટ
સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)
આજે ઘણી બાબતો વિશે તમે આશાસ્પદ અને તમારા મગજમાં એક સ્પષ્ટતા મેળવી શકશો, તેથી દિવસ તમને થોડો અલગ લાગશે. થોડા દિવસ પહેલા તમે થોડા મૂંઝવણમાં ચાલી રહ્યા હતા. આર્થિક બાબતોમાં ખૂબ જરૂરી રાહત મળે છે. હવે કોઈ નવું રોકાણ કરી શકાય છે. તમારા નોકરીના પર્ફોમન્સને પ્રશંસા મળે તેવી સંભાવના છે. કોઈપણ નવી કમિટમેન્ટ્સ કરતા પહેલા સાવધ રહો.
લકી સાઇન – કેનોપી
કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)
તમને આવનાર સમયમાં અમુક સરપ્રાઇઝ મળી શકે છે. તમે કોઇ એવી અજાણી વ્યક્તિને મળશો, જે લાંબા સમય માટે તમારો મિત્ર બની શકે છે. તમે રીલેક્સ અને ચીઅર અપ કરવાની તક મેળવી શકો છો. તમારા જીવનની અમુક બાબતો જવાબ માંગી રહી હતી, હવે તમને મળી શકે છે. તમારા બાળક સાથે બોન્ડિંગ કરી શકશો. કાર્ડ્સ પર એક ટ્રિપ પણ છે. તમારે ઓવરઇટિંગ ટાળવું જોઇએ અને તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.
લકી સાઇન – ક્લિઅર ક્વાર્ટ્ઝ
તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)
કાર્ડ્સ પર એક લાંબી ટ્રીપ છે. તમારે તમારી સાચી લાગણી જાણવા અને તમારા મગજમાં શું છે તે સમજવા તમે ઘણું અંતર કાપ્યું છે. તમારા મનમાં હાલ ઘણા વિચારો ચાલી રહ્યા છે, પરંતુ તમે નક્કી નથી કરી શકતા કે કઇ વસ્તુ સાથે પહેલાં પતાવટ કરવી. તમને ખાસ કરીને તમારા પરીવારના સભ્યો પર વિશ્વાસ કરવામાં શંકા લાગી શકે છે. જોબ તમારી મોટી જરૂરિયાત હોઇ શકે છે. સેલિબ્રિટી સાથે મુકાબલો પ્રેરણાદાયી સાબિત થઇ શકે છે.
લકી સાઇન – બ્લૂ સ્ટોન
વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)
આજનો દિવસ થોડો લો હોઇ શકે છે. તમે ગમે તેટલું નક્કી કરો કે દિવસ એનર્જેટિક અને તમારા માટે કામ કરે, પરંતુ તમને નિરાશા મળી શકે છે. તમારે હંમેશા પ્રવાહની વિરુદ્ધ જવાની જરૂર નથી. આગળના પ્લાનિંગ માટે તમે દિવસનો ઉપયોગ કરી શકો છો. થોડા બ્રેક લો અને પછી આગળ વધો. ભૂતકાળના કોઇ રોકાણમાં થોડું નુકસાન થઇ શકે છે. પરંતુ કામમાં કોઇ સારા સમાચાર મળી શકે છે, જેની તમે રાહ જોઇ રહ્યા હતા અને તમારો દિવસ સારો બનાવી દેશે.
લકી સાઇન – સલાડ બાઉલ
ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)
તમને અન્ય લોકોના અયોગ્ય વર્તન વિશે આશ્ચર્ય થશે અને હવે તે તમારા માટે ખૂબ અનુમાનિત હશે. તેમને સમજવામાં પણ સમસ્યા આવી શકે છે કે કેમ તે જાણવા માટે તમને થોડો સમય લાગી શકે છે. ગેટ ટુગેધર કાર્ડ્સ પર હોઈ શકે છે. કોઈ વ્યક્તિ જે દૂર રહે છે તે કદાચ તમારા વિશે પ્રેમથી વિચારતું હશે અને તેને ફરીથી કનેક્ટ થવાની ઇચ્છા થઈ શકે છે. તમે તમારી જાતને કેટલીક અચાનક શોપિંગમાં વ્યસ્ત રાખશો.
લકી સાઇન- શોપીસ
જો કોઇ બાકી રહેલા મુદ્દાઓની પતાવટ કરવી હોય તો આ યોગ્ય દિવસ છે. આગળ શું કરવું તેનું પ્લાનિંગ તમે અગાઉ જ કરેલું હશે. થોડા ખંત સાથે તમે તેને પતાવી શકશો. તમે તમારી અંદરની વાતો કોઇને કહેવા ઇચ્છો છો, પરંતુ તમને યોગ્ય સમય કે વ્યક્તિ નથી મળી રહ્યું. ઇમોશનલી તમે બ્લોક અનુભવી રહ્યા છો. કાર્યસ્થળે કોઇ સરપ્રાઇઝ હશે, જે પોઝીટીવ હશે. અમુક નવા લોકો તમારા જીવનમાં એન્ટ્રી કરશે.
લકી સાઇન- ગ્લૂ સ્ટિક
કુંભ (20 જાન્યુઆરી- 18 ફેબ્રુઆરી)
હવે એક રૂટિન બની શકે છે. ભૂતકાળનો તમારો તમામ ઉત્સાહ વધતો જણાશે અને તમે ઘણા બધા આશીર્વાદથી તમારી જાતને મેનેજ કરી શકો છો. તમારા ભૂતકાળમાં થયેલા ઘણા બધા ફેરફારો સાથે તમે તેને ધીમે અને સ્થિરતા સાથે સ્વીકારવા તૈયાર છો. કોઈ અન્ય વ્યક્તિ તમારી કોઈ યોગ્યતા તરફ ધ્યાન દોરે તેવી શક્યતા છે, જેનો ઉપયોગ તમારા કાર્યસ્થળ પર અસરકારક રીતે થઈ શકે છે. જો તમે કેમેરાથી શરમ ન અનુભવતા હોય તો વિઝ્યુઅલ માધ્યમ દ્વારા તમારી જાતને પ્રસ્તુત કરવાનું વિચારવાનો આ સારો સમય છે. આરોગ્યનું ધ્યાન રાખશો.
લકી સાઇન – ગ્લો સાઇન
મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)
જો તમે ટ્રાવેલ સંબંધિત કોઇ કામ કરવા ઇચ્છતા હોય, તો ઘણું બધુ આવી રહ્યું છે. વર્ક પ્રેશર પણ વધી રહ્યું છે અને તમને આપેલા ટાસ્ક પૂર્ણ કરવા તમારે વધારે લોકોની જરૂર છે. તમારે હાલના સમયે તમારા નાણાંની બાબતોની અવગણના ન કરવી જોઇએ. તમારી પીઠ પાછળ ખાસ કરીને કાર્યસ્થળ પર કોઈ ખરાબ અથવા નેગેટિવ પ્લાનિંગ બનાવી શકે છે. જેને તમે મિત્ર માનતા હતા તે તેમની સાચી લાગણીઓ શેર કરી શકે છે. પોતાને જમીન સાથે જોડાયેલા રાખવા મેડિટેશન અવશ્ય કરો.
લકી સાઇન – ચુંબક
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર