Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 1st Nov: આજનો દિવસ કોના માટે રહેશે શુભ અને કોને મળશે સફળતા?

ORACLE SPEAKS 1st Nov: આજનો દિવસ કોના માટે રહેશે શુભ અને કોને મળશે સફળતા?

Oracle Speaks જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS 1st Nov: તમે તમને પરેશાન કરનારી બાબતનું નિવારણ લાવી શકો છો. કોઈપણ બાબતને લાંબી ખેંચવી જરૂરી નથી, જો તમારા પરિવારની વાત હોય તો ક્યારેય પણ ના ખેંચવી જોઈએ. તમારી પાસે કોઈ સારી તક આવવાની સંભાવના જોવા મળી રહી છે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  મેષ (Aries)- 21 માર્ચથી 19 એપ્રિલ


  સંકટ સમયે તમે તમારી મૂળ વાતો પર પરત આવવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. તમે અનેક વાર પોતાના નિરસ જીવનમાં ખુદને ફસાયેલો મહેસૂસ કરી શકો છો. આ એક અનેપક્ષિત સ્ટેજ છે. આવનારા સપ્તાહમાં મની મેટર્સ પણ શરૂ થવાની સંભાવના છે.

  લકી સાઈન- ઝુલો

  વૃષભ (Taurus)- 20 એપ્રિલથી 20 મે


  તમે તમને પરેશાન કરનારી બાબતનું નિવારણ લાવી શકો છો. કોઈપણ બાબતને લાંબી ખેંચવી જરૂરી નથી, જો તમારા પરિવારની વાત હોય તો ક્યારેય પણ ના ખેંચવી જોઈએ. તમારી પાસે કોઈ સારી તક આવવાની સંભાવના જોવા મળી રહી છે.

  લકી સાઈન- સ્પ્રિંગ બોક્ષ

  મિથુન (Gemini)- 21 મેથી 21 જૂન


  કોઈપણ ચર્ચા કરવા દરમિયાન ધ્યાનથી નિરીક્ષણ કરવું તે તમારો સ્વભાવ છે. આ તમામ વિચારોને પ્રતિબિંબિત કરવાનો અને તે રજૂ કરવાનો સમય છે. તમારો એક્સ તમારો સંપર્ક કરવાની કોશિશ કરે. તમારા કાર્ય અને કાર્યબળને યોગ્ય રીતે રજૂ કરવાનો વિચાર કરવો જોઈએ.

  લકી સાઈન- વાંસનો છોડ

  કર્ક (Cancer)- 22 જૂનથી 22 જુલાઈ


  તમારે અચાનક કામના કારણે ટ્રાવેલ કરવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે. તમે જે બાબત પર કામ કરી રહ્યા છો, તેમાં તમને મંજૂરી મળવાની સંભાવના છે. તમારે તમારા સમય અનુસાર નવું શિડ્યુલ બનાવવું જોઈએ, જેનાથી તમને મદદ મળી શકે છે. તમારું લાઈફ પાર્ટનર થોડા સમય માટે જુદાઇ મહેસૂસ કરી શકે છે.

  લકી સાઈન- અમૂર્ત કળા

  સિંહ (Leo)- 23 જુલાઈથી 23 ઓગસ્ટ


  વિશ્વાસના કારણે કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં સર્જાય. કોઈ નવું પરિચિત વ્યક્તિ તમારી અપેક્ષાથી ઉપર તમારા જીવનનો હિસ્સો બની શકે છે અને તે સંબંધ વધુ મજબૂત બની શકે છે.

  લકી સાઈન- ગુલાબનો છોડ

  કન્યા (Virgo)- 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર


  છેલ્લા કેટલાક મહિનાઓનો સારાંશ દ્રઢરૂપે મજબૂત થઈ શકે છે. તે દિશા તરફથી પરિણામ પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે. એક નવો બિઝનેસ શરૂ કરવામાં ઓફ્બીટ વિચારને કારણે તમે તે બિઝનેસ પાર પાડી શકો છો. તમારે જૂના મિત્રો સાથેની મુલાકાત અને કામના સમયને મેનેજ કરવાનો રહેશે.

  લકી સાઈન- સાંકેતિક ભાષા

  તુલા (Libra)- 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર


  જીવનમાં સ્માર્ટ વિકલ્પ વધુ ફાયદેમંદ રહેશે, જે વધુ સમય સુધી નહીં ચાલી શકે. નવા નિયમો અનુસાર જીવનનું નિર્માણ કરવું જોઈએ, તેમ છતાં તમારે તમારા મૂળ જીવન સાથે જોડાયેલા રહેલું જોઈએ. આવનારા દિવસોમાં આ આંદોલન વધુ સમય સુધી રોકાઈ જવાની સંભાવના છે.

  લકી સાઈન- તમારી માણસાઈ

  વૃશ્વિક (Scorpio)- 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર


  તમારે તમારી ઈચ્છાઓને તાત્કાલિક રજૂ કરવાની અને તે પૂર્ણ કરવા માટે પોતાના પર ભરોસો કરવાની જરૂરિયાત છે. તમે જોઈ શકો છો કે, તમે જે બાબતો વિચારી રહ્યા છો તે પૂર્ણ થઈ રહી છે. એકબીજાની સરાહના કરવાથી સંબંધ વધુ મજબૂત થઈ શકે છે.

  લકી સાઈન- આદુ

  ધન (Sagittarius)- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર


  તમે એક જ સમયે પરિવાર અને કામ બાબતે અનેક બાબતો મેનેજ કરવાની કોશિશ કરી રહ્યા છો. ઓફિસમાં તમારા કાર્યકરો સાથે સ્પષ્ટ રીતે વાતચીત કરો. જો તમે કોઈ બાબતે સમજદારીપૂર્વક વિચાર કરી રહ્યા છો, તો તમે હજુ પણ થોડો સમય રાહ જોઈ શકો છો.

  લકી સાઈન- ખિસકોલી

  મકર (Capricorn)- 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી


  કોઈપણ પ્રકારના દેવાને યોગ્ય રીતે હેન્ડલ કરી શકાશે. જેને મેનેજ કરવા માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. આ વર્ષે તમારું નસીબ તમને સાથ આપી શકે છે. તમારે ખૂબ જ ટૂંક સમયમાં તમારી લાઈફ સ્ટાઈલને સુધારવા માટે જરૂરિયાત ઊભી થઈ શકે છે.

  લકી સાઈન- કબૂતર

  કુંભ (Aquarius)- 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી


  તમારી આસપાસના લોકોને ખુશ રાખવાની કોશિશ કરો. જેમાંથી કેટલાક લોકો તમારી પાસેથી કંઈક સાંભળવાની કોશિશ કરી રહ્યા છે. તમારા નટવર્કિંગ ક્લેન્સમાંથી તમને કેટલાક લાભ મળવાના સંકેત જોવા મળી રહ્યા છે. આધ્યાત્મિક રુટીનમાં શામેલ થવા માટે હાલનો સમય ખૂબ જ સારો છે.

  લકી સાઈન- ગ્લાસ

  મીન (Pisces)- 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ


  ઊર્જા માનસિકરૂપે માર્ગદર્શન આપી રહી છે. તમે શારીરિક રીતે હરવા ફરવા માટે સક્ષમ નથી. તમારે તમારા બાળકો સાથે વાત કરવાની જરૂરિયાત હોઈ શકે છે.

  લકી સાઈન- પીંછુ
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology in gujarati

  विज्ञापन
  विज्ञापन