Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 19 March: સિંહ રાશિના લોકોની શરૂ થશે નવી સફર, જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ

ORACLE SPEAKS 19 March: સિંહ રાશિના લોકોની શરૂ થશે નવી સફર, જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ

ORACLE SPEAKS

ORACLE SPEAKS 19 March: તમારી પાસે આવનારી નવી તકનો તમારી સંપૂર્ણ સમજદારીથી અને સમયસર પૂરો ઉપયોગ કરો. તમે હાલમાં જે અસાઇનમેન્ટ પર કામ કરી રહ્યાં છો તે હવે ધીમે ધીમે ગતિ પકડી રહ્યું છે.

મેષ: 21 માર્ચ-19 એપ્રિલ


જો તમે તમારા જૂના પેશનને ફરીથી ફોલો કરવા વિચાર કરી રહ્યાં છો તો આવું કરવાથી હાલ તમારા જીવનમાં કોઈ નોંધપાત્ર ફેરફારા આવશે નહીં. તમારા કામને કારણે તમે કર્યારેક બેઠાળુ જીવન અને તેની પ્રવૃત્તિઓ વચ્ચે અટવાયેલું અનુભવી શકો છો, જો કે આ જ તમારી પ્રગતિનુ કારણ પણ બનશે. કંટાળાનો આ તબક્કો જલ્દી જ પસાર થઈ જશે. આગામી એક સપ્તાહમાં પૈસા સંબંધિત બાબતો પણ સરળતાથી આગળ વધવા લાગશે. કેટલાક લોકોને માનસિક આરામ અને શઆંતિ માટે ઘરે પાલતુ પ્રાણી લાવવાનું પણ મન પણ થઈ શકે છે. તમે નવા બોન્ડ્સ અને નવા સંપર્કો બનાવવાને બદલે જૂના મિત્રો સાથે જોડાઈને રહેશો તો વધુ સારું અનુભવશો.

લકી સાઈન – ઓપન ગેટ

વૃષભ: 20 એપ્રિલ-20 મે


તમારી પાસે આવનારી નવી તકનો તમારી સંપૂર્ણ સમજદારીથી અને સમયસર પૂરો ઉપયોગ કરો. તમે હાલમાં જે અસાઇનમેન્ટ પર કામ કરી રહ્યાં છો તે હવે ધીમે ધીમે ગતિ પકડી રહ્યું છે. તમે તમારા માટે કેટલાક બેન્ચમાર્ક બનાવ્યા હશે, જો કે તમારા દ્વારા જ બનાવ્યા હોવા છતા તે ક્યારેક નિરસ લાગી શકે છે. ઘરની બાબતો ઘરમાં જ પતાવી દેવામાં આવે તો વધુ સારું છે. નવી હેલ્ધી લાઈફસ્ટાઈલને અનુસરવાથી તમે માનસિક રીતે વધુ સક્રિય બનશો.

લકી સાઈન – રોઝ પેટલ

મિથુન: 21 મે-21 જૂન


હાલ તમારા મગજમાં વિવિધ પ્રકારના રિનોવેશનનના આઈડિયો ઘર કરી રહ્યાં છે, આવનારા થોડા સમયમાં આ વિચારો અસલિયતમાં આકાર લે તેવું પણ શક્ય છે. તમને કોઈ નવો આવકનો સ્ત્રોત મળે તેવી સંભાવના છે. આ નવી તક તમારો ઘણો સમય અને કમિટમેન્ટ માંગશે, જો કે તમે હવે તે કરવા માટે તૈયાર થઈ શકો છો. નવા વિકલ્પો એક્સપ્લોર કરવા માટે હવે તમારામાં નવા આત્મવિશ્વાસનો સંચાર થઈ રહ્યો છે. ઉર્જા સકારાત્મક છે અને ભૂતકાળમાં જે પણ પરેશાની અને નકારાત્મક હતી તે હવે જોવા મળશે નહી. વેપારીઓ, રિયલ એસ્ટેટના વ્યવસાયિકો અને નાના વેપારી માલિકો માટે આ સારો સમય છે.

લકી સાઈન – બુધ્ધની પ્રતિમા

કર્કઃ 22 જૂન-22 જુલાઇ


હાલનો સમય તમારી માટે માત્ર વેઈટ એન્ડ વોચનો સમય હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે જ જો તમે એક્શન-ઓરિએન્ટેડ યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છો, તો હવે તમારી માટે થોડો બ્રેક લેવાનો સમય છે. અજમાવેલા અને ચકાસાયેલા સંસાધનો પર જ વિશ્વાસ કરો. કામ પર કોઈ તમારી લાઈમલાઈટ શેર કરવા માંગે છે. કાર્યસ્થળ પર બદલાતા વાતાવરણથી સાવધાન રહો કારણ કે તે હાલ તમારા પક્ષમાં નથી લાગી રહ્યું. ઘરનુ વાતાવરણ શાંતિપૂર્ણ અને ભરોસાપાત્ર રહેશે.

લકી સાઈન – પોટ્રેટ

સિંહ: 23 જુલાઈ- 22 ઓગસ્ટ


તમારી કમિટમેન્ટ તરફ હવે તમારી એક નવી સફર શરૂ થાય છે. પહેલેથી જ કેલક્યુલેટેડ રિસ્ક સાથેનો આક્રમક અભિગમ તમને પ્રગતિ કરવામાં મદદ કરી શકે છે. તમારું નેટવર્ક બનાવવા માટે તમારા નેચુરલ ચાર્મનો તમે ઉપયોગ કરી શકો છો. તમારું વ્યક્તિત્વ લોકોને આકર્ષિત કરી શકે છે અને તેઓને તમારા ઇનપુટ્સ અને વિચારોનું જ્ઞાન કરાવી શકે છે. ઘરેલું બાબતોમાં થોડી પરેશાની થઈ શકે છે. એક અનપ્લાન્ડ ગેટ ટુગેધર તમને બ્રેક આપી શકે છે, જે તમારા માટે તાજગીથી ભરપૂર રહેશે.

લકી સાઈન- મિઠાઈનું બોક્સ

કન્યા: 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર


પોતાના ક્ષેત્રમાં લોકપ્રિય હોય તેવી કોઈ વ્યક્તિ તમારી કુશળતા માટે તમને મળી શકે છે. તમે હાલમાં કોઈ ટ્રેન્ડિંગ વસ્તુ સાથે નવતર પ્રયોગ કરવાનુ નક્કી કરી શકો છો. હાલ તમારી માટે કોઈ રહસ્યને તમારા સુધી સિમીત રાખવું મુશ્કેલ હશે, પરંતુ તમને તેને સુરક્ષિત રાખી તમારા સુધી સિમિત રાખવાની ભલામણ કરવામાં આવે છે. જો તમે સવારના વર્કઆઉટ્સ સાથે પરેશાનીનો સામનો કરી રહ્યાં છો, તો તેની માટે મિડ મોર્નિંગ વધુ સારો સમય હોઈ શકે છે. નજીકના સંબંધો સાથે વ્યવસાયને મિક્સ ન કરવાનો પ્રયાસ કરો.

લકી સાઈન- મેન ટેગ

તુલા: 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર


આ સમયે તમને એવું લાગી શકે છે કે કોઈ બાબતમાં પ્રગતિ થઈ રહી નથી જો કે આ ફોલ્સ એલાર્મ હોઈ શકે છે. તમે કંઈપણ સારી રીતે જોઈ કે સમજી શકશો નહીં. સાથે જ કાર્યમાં પ્રગતિ થઈ છે કે કેમ તેની ચકાસણી પણ કરી શકશો નહીં. પરંતુ આ કામચલાઉ છે. ટૂંક સમયમાં તમારા માટે જીવનની યોજના બનાવવા અને પ્રગતિ કરવા માટે પૂરતો પ્રકાશ હશે. તમારા પ્રમોશનની વાતો ફરી શરૂ થઈ શકે છે.

લકી સાઈન- વોકિંગ સ્ટિક

વૃશ્ચિક: 24 ઓક્ટોબર - 21 નવેમ્બર


સારા દિલના લોકો સાથે હંમેશા સારું જ થાય છે. અત્યાર સુધી તમે પણ તેવું જ માનતા હતા અને હવે આ બાબત સત્ય થવા જઈ રહી છે. આ જ કારણે હવે તમારી સારી પ્રગતિ થઈ શકે છે. તમારી ધરે કામમાં મદદ કરતી કોઈ વ્યક્તિ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ શકે છે. જો શક્ય હોય તો તેની મદદ કરો. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને તેમની ખરીદી તમને વ્યસ્ત રાખી શકે છે. જો તમે નવી મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો , તો તેવું કરવા માટે આ યોગ્ય સમય જણાય છે.

લકી સાઈન- વુડન બોક્સ

ધન: 22 નવેમ્બર - 21 ડિસેમ્બર


જો તમે શોપિંગ કરવા અને મિત્રો સાથે સારો સમય વિતાવવાનું આયોજન કરી રહ્યાં હોવ તો તમને નસીબનો પૂરોત સાથમ મળશે. ગાર્ડનિંગ એક સારો શોખ બની શકે છે અને તે વ્યવસાયિક વિચાર પણ પેદા કરે તેવી શક્યતા છે. તમારા કાર્યની ગતિમાં સમસ્યા છે, હવે તમારે વધુ સારી ગતિ મેળવવા માટે તમારા કાર્ય કરવાની કેટલીક પદ્ધતિઓમાં ફેરફાર કરવા પડી શકે છે. લેઝર માટે બીજા શહેરની સફર શક્ય છે.

લકી સાઈન- પિંક ફૂલો

મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી


તમારે પરિવાર સાથે કોઈ સમારોહમાં ભાગ લેવો પડી શકે છે. નવું વાહન ખરીદવાનું મન થઈ શકે છે. આ મહિનાના અંત સુધીમાં તમને તમારા કાર્યમાં સારી ડીલ મળી શકે છે. જાહેરમાં તમારા કોઈ નજીકના પરિવારના સભ્યોની ટીકા કરવાનુ ટાળો, નહીંતર તેઓ વહેલા કે મોડા આનો બદલો જરૂર લેશે. તમારી વસ્તુઓને સારી રીતે મેનેજ કરી શકશો, તમારી ઊર્જાને ઉચ્ચ સ્તરે કોઈ વસ્તુમાં ચેનલાઈઝ કરવા માટે હાલ તમારી પાસે એક સ્પાર્ક છે.

લકી સાઈન- નવો સિક્કો

કુંભ: 20 જાન્યુઆરી - 18 ફેબ્રુઆરી


જેને અત્યારે તમારી જરૂર છે તેવા મિત્ર પ્રત્યે સચેત બનો. થોડા વર્ષો પહેલાના જૂના દાખલાઓ પુનરાવર્તિત થઈ શકે છે અને તમે તેમને ઓળખી શકશો. તમે એક્સપરિમેન્ટ કરવાનું પસંદ કરો છો પરંતુ તેનું સારી રીતે સંશોધન ન થયું હોવાથી, વસ્તુઓ ખૂબ સારી રીતે પૂર્ણ થતી નથી. લગ્ન સ્થગિત થવાની સંભાવના છે. તમારી પ્રશંસનીય વ્યક્તિ સુધી પહોંચવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. આ તબક્કે ભાગીદારીની ભલામણ કરવામાં આવતી નથી.

લકી સાઈન- એક્વેરિયમ

મીન: 19 ફેબ્રુઆરી - 20 માર્ચ


તમે તમારા કામ માટે તમને ઓફર કરવામાં આવેલા વળતરને યોગ્ય રીતે આંકવામાં સક્ષમ હોઈ શકો છો અને તે નિરાશાજનક હોઈ શકે છે. તમે વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને સ્તરે વસ્તુઓને પૂર્ણ કરવા માટે ડેસ્પરેટ છો. તમારી એકલતાનો ઈલાજ જૂના સંબંધો સાથે જોડાવાથી મળી શકે છે. હવામાન તમારી મુસાફરીની યોજનાઓમાં વિક્ષેપ પાડી શકે છે. કોઈપણ ઑનલાઇન છેતરપિંડીથી સાવચેત રહેવાની જરૂર છે. તમારા માતા-પિતા પાસે તમારી સમસ્યાઓનું સમાધાન હોઈ શકે છે. તમારે ફક્ત તેમની પાસે પહોંચવાની જરૂર છે. શિક્ષક અને વિદ્યાર્થીઓ માટે આગળ સપ્તાહ વ્યસ્ત રહેશે.

લકી સાઈન- ટેન્જેરિયન પ્લેટ
First published:

Tags: Aaj nu rashifal, Astrology, Astrology tips

विज्ञापन