ORACLE SPEAKS 19 Jan: તમારી પાસે ટૂંક સમયમાં નાનું એસાઇનમેન્ટ આવી શકે છે. તે મોટી તકો તરફ દોરી જાય તેવી સંભાવના છે. સારું પ્રદર્શન કરવા માટેની તાણ તમને થોડો નર્વસ રાખી શકે છે. અઠવાડિયાના અંતમાં કેશફ્લોને રાહત મળી શકે છે.
જો તમે કોઈ બાબતે સહમત ન હોવ તો તેમાં આગળ વધવાનો પ્રયાસ કરશો નહીં. સારી રીતે બનાવાયેલ એસાઇનમેન્ટ તમને તમારા મિશનની નજીક લઈ જશે. નોકરી માટે પ્રવાસ થઈ શકે છે.
લકી સાઈન - છત્ર
વૃષભ : 20 એપ્રિલથી 20 મે
તમારી પાસે ટૂંક સમયમાં નાનું એસાઇનમેન્ટ આવી શકે છે. તે મોટી તકો તરફ દોરી જાય તેવી સંભાવના છે. સારું પ્રદર્શન કરવા માટેની તાણ તમને થોડો નર્વસ રાખી શકે છે. અઠવાડિયાના અંતમાં કેશફ્લોને રાહત મળી શકે છે.
લકી સાઈન - જેડ પ્લાન્ટ
મિથુન: 21 મેથી 21 જૂન
આંતરરાષ્ટ્રીય તક અથવા આંતરરાષ્ટ્રીય ગ્રાહક સારા સમાચાર લાવી શકે છે. લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે અસાઈનમેન્ટ મળી શકે છે. સ્વાસ્થ્યને લઈ કોઈ ચેતવણી સામે આવી શકે છે, જેનો ઉકેલ તમારે લાવવો પડશે.
લકી સાઈન - લોખંડનો ટાવર
કર્ક: 22 જૂનથી 22 જુલાઈ
તમે કોઈ રસપ્રદ વ્યક્તિને મળો તેવી સંભાવના છે. તે વ્યક્તિ સારી છાપ ઉભી કરશે. હવે સજાગતા ઓલ-ટાઇમ હાઇ પર હોઈ શકે છે. જો તમે સાવચેત ન હોવ તો તમે કોઈ કિંમતી વસ્તુ ગુમાવી શકો છો.
લકી સાઈન - ઓશીકું
સિંહ: 23 જુલાઈથી 22 ઓગસ્ટ
ઘણા બધા અવરોધો તમારા કાર્યની ગતિને અવરોધિત કરી શકે છે. તમારે કોઈ કામ કરવા સામાન્ય કરતા થોડું વધારે દબાણ કરવાની જરૂર રહેશે. અટવાયેલા પેમેન્ટ તમારા દિવસને સારો કરી શકે છે.
લકી સાઈન - પટ્ટાઓ
કન્યા: 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર
તમે જેનો વિલંબ કરી રહ્યા હતા તે કામ પતાવો. ઘરેલું મોરચે કોઈ મહત્ત્વની બાબતમાં તમારું ધ્યાન જરૂરી હોઈ શકે છે. નજીકના મિત્ર તરફથી તમને સકારાત્મક સમાચાર મળી શકે છે.
લકી સાઈન - કોફી આઉટિંગ
તુલા: 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર
રોકાણ ચિંતાનું કારણ બની શકે છે. કામ પરની તમારી ટીમ તમારી અપેક્ષાઓથી વધુ પ્રદર્શન કરે તેવી સંભાવના છે. જો ઘરમાં કોઈ તમારી પાસે સલાહ લેવા આવે તો તમારે તેને ગંભીરતાથી લેવું જોઈએ.
લકી સાઈન - સસલું
વૃશ્ચિક: 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર
કામની તકના કારણે મુસાફરી થઈ શકે છે. આજે તમારે ઘરમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. સહેલગાહ ખૂબ જ જરૂરી રાહત આપી શકે છે.
લકી સાઈન -ફૂટબોલ મેચ
ધન: 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર
કોઈ નવો પરિચય તમારી લાઈમલાઈટ છીનવી લે તેવી શક્યતા છે, જો કે, આ કામચલાઉ હોઈ શકે છે. ઑનલાઇન કોર્સ અથવા ટ્યુટોરીયલ અજમાવવા માટે રસપ્રદ લાગી શકે છે. આત્મવિશ્વાસની લહેર તમને પ્રેરિત રાખે તેવી શક્યતા છે.
લકી સાઇન - સોલાર પેનલ
મકર: 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી
તમે હેરાન કરનારા લોકોથી દૂર રહેવાનું વિચાર્યું હોય તો તેમાં આગળ વધો. કેટલાક પડકાર તમને ખલેલ પહોંચાડી શકે છે. તમારા મનની વાત સાંભળવાની સલાહ આપવામાં આવે છે.
લકી સાઈન - ફૂલદાની
કુંભ: 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી
તમારી તૈયારીઓ પૂરતી ન હોઈ શકે અને તેનાથી તમે થોડા નારાજ થઈ શકો છો. તમે ધારણા કરતાં ઊંચી વસ્તુને લક્ષ્ય બનાવી શકો છો. તમારા ઉદ્યોગના કોઈ સિનિયર તમને યાદ રાખવા જેવી સલાહ આપી શકે છે.
લકી સાઈન - મધમાખી
મીન : 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ
કોઈ વ્યક્તિ રોમેન્ટિક અંદાજમાં તમને દૂરથી ચાહતી હશે. તમારા કાર્યને વિસ્તૃત કરવા એક નવો પરિપ્રેક્ષ્ય અને લીડ તમને મદદ કરી શકે છે. તમને ટૂંક સમયમાં કોલેબરેશનની તક મળી શકે છે.
લકી સાઈન - બ્લૂ પોટેરી
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર