Home /News /dharm-bhakti /Oracle Speaks 17 January: મીન રાશિના જાતકોના સહકર્મી સાથે બગડી શકે છે સંબંધ, જાણો આજનું આપનું રાશિફળ

Oracle Speaks 17 January: મીન રાશિના જાતકોના સહકર્મી સાથે બગડી શકે છે સંબંધ, જાણો આજનું આપનું રાશિફળ

Oracle Speaks 17 January:

Oracle Speaks 17 January: ORACLE SPEAKS અનુસાર જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને તમારું લકી સાઈન, લકી કલર શું છે. આ જણાવી રહ્યા છે આપણને વેલનેસ સ્ટુડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા...

  મેષ (Aries): 21 માર્ચથી 19 એપ્રિલ

  નાણાંકીય સંકટ સમાપ્ત થઈ શકે છે. ઓફિસમાં કોઈ નવી વ્યક્તિ સારી બાબતોને કારણે તમારું ધ્યાન તેમની તરફ ખેંચી શકે છે. તમને પોઝિટીવિટી ફીલ થઈ શકે છે અને તમારામાં આત્મવિશ્વાસ આવી શકે છે.

  લકી સાઈન – મોતી

  વૃષભ (Taurus): 20 એપ્રિલથી 20 મે

  નોકરી શોધતા સમયે સ્પષ્ટ રીતે વાતચીત કરવી જરૂરી છે. તમારા વર્તનને કારણે તમારા વિશે બિનજરૂરી ધારણાઓ બંધાઈ શકે છે. જે કામ લાંબા સમયથી અટકેલું છે, તે માટે કોઈ સિનિયર તમારો પક્ષ લઈ શકે છે.

  લકી સાઈન – ગ્રીન રિબિન

  મિથુન (Gemini): 21મેથી 21 જૂન

  એક નવું ઘર લઈ શકો છો અથવા ઘરના રિનોવેશનનું કામ શરૂ થઈ શકે છે. તમારા મોટા બાળકે ઈન્સ્ટિટ્યુશનમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કોઈ નવી વ્યક્તિ તમારી મિત્ર બની શકે છે. શરૂઆતમાં કોઈ સરળ કાર્ય પણ તમને મુશ્કેલીભર્યું લાગશે.

  લકી સાઈન– આરામ ખુરશી

  કર્ક (Cancer): 22 જૂનથી 22 જુલાઈ

  હાલની પરિસ્થિતિમાં ક્રાઈસિસ મેનેજ કરવી તે એક પ્રમુખ કૌશલ્ય છે અને તમારે હાલમાં તેની જરૂર છે. થોડા સમયથી તમને અરાજકતાના સંકેત મળી રહ્યા છે. કમ્યુનિકેશન માટેની નવી રીતના કારણે શરૂઆતના સમયમાં તમારામાં ઉત્સાહ જોવા મળી શકે છે.

  લકી સાઈન– કાર્નેલિયન

  સિંહ (Leo): 23 જુલાઈથી 22 ઓગસ્ટ

  હાલના સમયમાં તમે ભાવનાત્મક રીતે ખૂબ જ નબળા પડી શકો છો. કોઈ ચોરીનો બનાવ બની શકે છે. તમારા લાઈફ પાર્ટનરના કારણે તમને આરામ મળી શકે છે.

  લકી સાઈન – સોનાની ચેન

  કન્યા (Virgo): 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર

  તમે અહંકારથી બચી શકો છો, તમારે તેનું ધ્યાન રાખવું જોઈએ. જ્યાં સુધી તમે ટીમના ખેલાડી નથી ત્યાં સુધી તમને તે મુશ્કેલ લાગી શકે છે. તમે લોકો સાથે હળીમળીને રહેવા લાગશો ત્યારબાદ તમને સરળ લાગી શકે છે. નવી યોજનાઓ સામે આવી શકે છે, જેના કારણે તમામ બાબતો વધુ વિશ્વસનીય રહેશે.

  લકી સાઈન – સેલિબ્રિટી

  તુલા (Libra): 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર

  હાલના સમયમાં તમે વધુ લાભ અને રિટર્ન મેળવી શકો છો. તમારી એનર્જીને કારણે સંપત્તિ મળી શકે છે, પરંતુ સાથે અરાજકતા આવી શકે છે. અન્ય લોકો સાથે સંબંધ સ્થાપિત કરવામાં લાભકારી સાબિત થઈ શકે છે.

  લકી સાઈન – કાચની બોટલ

  વૃશ્વિક (Scorpio): 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર

  તમે જે લોકો સાથે પ્રાથમિક રીતે જોડાયેલા છો, તે લોકો સમર્થનમાં નહીં હોય. જો પણ વ્યક્તિ તમારું દિલ જીતવાની કોશિશ કરી રહી છે, તેના ઈરાદા વિશે તમને કોઈ જાણકારી નથી. તમે કોઈને સરપ્રાઈઝ આપવાનું વિચારી રહ્યા છો, પરંતુ તમને સરપ્રાઈઝ મળી શકે છે.

  લકી સાઈન– એડવેન્ચર

  ધન (Sagittarius): 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર

  તમારા માટે આ એક પ્રેરણા હોઈ શકે છે. તમારા જીવનમાં નવું રુટીન આવી શકે છે અને તમે તમારા પર નિયંત્રણ રાખી શકો છો. તમારામાં નાનું-મોટું પરિવર્તન આવી શકે છે. તમારા જીવનમાં રોમેન્ટીક રુચિ આવવાની પ્રબળ સંભાવના રહેલી છે.

  લકી સાઈન– ન્યૂઓન લાઈટ

  મકર (Capricorn): 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી

  શરૂઆતમાં તમને આ બધુ જટીલ લાગી શકે છે, પરંતુ ટૂંક સમયમાં તમને તેનું નિવારણ પણ મળી શકે છે. તમે હાલમાં જેનો અભ્યાસ કરી રહ્યા છો, તે માટે અન્ય લોકો તમારા વિશે ધારણા બાંધી શકે છે. તમે ટૂંક સમયમાં આ તમામ બાબતો પર નિયંત્રણ મેળવી લેશો. તમે એક એજ્યુકેશનાલિસ્ટ છો, તમને ધારેલી સફળતા મળી શકે છે.

  લકી સાઈન– પીળી મીણબત્તી

  કુંભ (Aquarius): 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી

  પરિવાકવા અન્ય સભ્યોના આરોગ્યની ચિંતાના કારણે તમારો મોટાભાગનો સમય તેમા પસાર થઈ શકે છે. તમને સફળતા મળતી હોવાને કારણે ઓફિસમાં તમારો સહકર્મી તમારી ઈર્ષ્યા કરી શકે છે. તમને બિઝનેસ સંબંધિત નવું પ્રપોઝલ મળી શકે છે. આ પ્રપોઝલ વિશે વિચારણા કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

  લકી સાઈન– માછલી ઘર

  મીન (Pisces): 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ

  કોઈ સહકર્મી સાથે તમારો સંબંધ બગડી શકે છે, જે વિવાદનું કારણ બની શકે છે. માતા પિતાને ડોકટરની સલાહની જરૂરિયાત હોઈ શકે છે. તમારા મૂડમાં વારંવાર પરિવર્તન આવી શકે છે.

  લકી સાઈન– બ્લેક ડોટ
  First published:

  Tags: Dharm Bhakti, Horoscope

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन