Home /News /dharm-bhakti /Oracle Speaks, 16 November 2022: આ રાશિના જાતકો માટે છે નવી તકોના લાભ, જાણો આજનું રાશિફળ

Oracle Speaks, 16 November 2022: આ રાશિના જાતકો માટે છે નવી તકોના લાભ, જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS 16th Nov

ORACLE SPEAKS 16th Nov: તમે અનેક લોકો પર નિર્ભર હોવાને કારણે કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય માટે તમારે વધુમાં વધુ પ્રયાસ કરવાની જરૂરિયાત હોઈ શકે છે. જો તમે પબ્લિક ડીલિંગ ડોમેઈન છો, તો તમે આજે ખૂબ જ બિઝી રહી શકો છો. શક્ય હોય તો તમારે લાંબા અંતરની યાત્રા ન કરવી જોઈએ.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  મેષ (Aries)- 21 માર્ચથી 19 એપ્રિલ


  હાલના સમયમાં વધતી સમજ અને સદભાવના પ્રમુખ વિશેષતાઓ છે. અનેક દિવસોથી જે કામ પૂર્ણ અટકેલું છે, તે પૂર્ણ થવાની સંભાવના છે. એક નવું નેતૃત્ત્વ આગળ સુધી જવાની સંભાવના જોવા મળી રહી છે.

  લકી સાઈન- મોર

  વૃષભ (Taurus)- 20 એપ્રિલથી 20 મે


  જે બાબતો અનેક સમયથી અટકેલી છે, તેનું નિવારણ આવવાની શરૂઆત થઈ શકે છે. ટીમમાં એક નવી ઊર્જાવાન વ્યક્તિ શામેલ થઈ શકે છે. સપ્તાહના અંતમાં પારિવારિક મિલન સમારોહ થવાની સંભાવના છે.

  લકી સાઈન- પીળો સોફો

  મિથુન (Gemini)- 21 મેથી 21 જૂન


  તમે વાસ્તવિક રીતે જે કરવા ઈચ્છો છો, તે અંગે વાતચીત કરવાનો સમય છે. તમને ખોટી રીતે સમજવામાં આવી શકે છે. જે વ્યક્તિ તમારા પર ભરોસો કરે છે, તેને ખુદને પણ એવું લાગી શકે છે કે તેને ઠગવામાં આવ્યો છે. તમારા બાળકો સાથે સમય પસાર કરવાથી તેમના પ્રત્યેની તમારી ચિંતા દૂર થઈ શકે છે.

  લકી સાઈન- બ્લુમિંગ ફ્લાવર

  કર્ક (Cancer)- 22 જૂનથી 22 જુલાઈ


  તમારી આસપાસ સમાન વિચારધારા ધરાવનાર લોકો સાથે બોન્ડિંગ બનાવવા માટેનો આજે સારો દિવસ છે. તેમની સાથે કનેક્ટ થાવ અને ફરી એકવાર તે બાબતનો આનંદ મેળવો. કેટલાક સગા સંબંધીઓ તમને મળવા આવવા માટેની યોજના બનાવી શકે છે. આસપાસના લોકોની બકવાસ વાતોથી દૂર રહો, જેના કારણે તમારા ઊર્જા નષ્ટ થઈ શકે છે.

  લકી સાઈન- સિલિકોન મોલ્ડ

  સિંહ (Leo)- 23 જુલાઈથી 23 ઓગસ્ટ


  તમને એવું લાગતું હોય કે આ એસાઈનમેન્ટ પૂર્ણ થવાની તૈયારીમાં છે, તે એસાઈનમેન્ટ માટે તમારે ધ્યાન આપવાની જરૂર છે. તમારી ઉપલબ્ધિઓના કારણે કોઈ જૂના સહકર્મીને તમારાથી ઈર્ષ્યા થઈ રહી છે. કોઈ પણ પ્રકારની નાની મોટી ચોરીઓથી સાવધાન રહો.

  લકી સાઈન- ભીંતચિત્ર

  કન્યા (Virgo)- 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર


  કોઈ જૂના અને લંબિત મામલાઓને લઈને નવી સમજ ઊભી થઈ શકે છે. કોઈ મિત્ર તમારી સલાહ લઈ રહ્યો છે, પરંતુ વાસ્તવિકતામાં તે તમારી સલાહનો ઉપયોગ કરતો નથી. તમે સરળતાથી દેવાની ચૂકવણી કરી શકો છો.

  લકી સાઈન- કાળો ક્રિસ્ટલ

  તુલા (Libra)- 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર


  જો તમારે કોઈ મહત્ત્વપૂર્ણ સ્થાન પર પહોંચવું હોય તો તમારે તે અનુસાર કાર્ય કરવું જોઈએ અને તે રિસોર્સીસનો ઉપયોગ કરવો જોઈએ. સાંજે તમને મનોરંજન મળી શકે છે. ફિટનેસ પ્રેક્ટીસના કારણે તમને તમારા સવાલનો જવાબ મળી શકે છે.

  લકી સાઈન- સાગનું લાકડું

  વૃશ્વિક (Scorpio)- 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર


  અત્યારે હાલમાં મિત્રતાનો જમાનો ચાલી રહ્યો છે. તમને તમારા અગાઉના અનુભવોને ભૂલીને ભરોસો કરવાનું શીખી શકો છો. તમારે તમારા બેન્કના કાર્યો પર ધ્યાન આપવાની જરૂરિયાત હોઈ શકે છે. એક જમીનની ડીલ ફાઈનલ થવાની સંભાવના જોવા મળી રહી છે.

  લકી સાઈન- મોતી

  ધન (Sagittarius)- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર


  તમારા પાડોશમાં રહેતી કોઈ વ્યક્તિ વાસ્તવિકતામાં મદદગાર સાબિત થઈ શકે છે. તમે તમારા બાળક પર વિશ્વાસ કરી શકો તેમ નથી, પરંતુ તમારે તમારા વર્તનમાં ફેરફાર લાવવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે. તમારે ઈમરજન્સીમાં ટ્રાવેલ માટે બહાર જવાની જરૂર છે.

  લકી સાઈન- ક્લીઅર ક્વાર્ટર

  મકર (Capricorn)- 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી


  તમારે ખુદને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે અને તે એક સારી બાબત છે. જે વ્યક્તિ તમારા કરતા ઝડપથી આગળ વધી રહ્યા છે, તે લોકો તમારા કરતા ઓછી લાયકાત ધરાવતા હોઈ શકે છે. તમારે તમારા કામ માટે સારું વાતાવરણ ઊભું કરવાની જરૂરિયાત છે. કેટલાક રિટેઈલ થેરાપી ઉપાય લાભકારક સાબિત થઈ શકે છે.

  લકી સાઈન- કાળુ બિંદુ

  કુંભ (Aquarius)- 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી


  હંમેશા પ્રેક્ટીકલ બનવાથી તમે વધુ ચિડીયા બની શકો છો અને તમારી વાસ્તવિક લાગણીઓથી દૂર થઈ શકો છો. દૂર રહીને કોઈ વ્યક્તિ તમને સતત યાદ કરી રહ્યું છે. તમે કોઈ મહત્ત્વપૂર્ણ બાબતે પ્રયોગ કરવાની કોશિશ કરી શકો છો અને તમે તેનાથી બચી શકો છો. કોઈપણ ક્ષેત્રે સમજી વિચારીને રોકાણ કરવું જોઈએ.

  લકી સાઈન- મણિ

  મીન (Pisces)- 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ


  તમે અનેક લોકો પર નિર્ભર હોવાને કારણે કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય માટે તમારે વધુમાં વધુ પ્રયાસ કરવાની જરૂરિયાત હોઈ શકે છે. જો તમે પબ્લિક ડીલિંગ ડોમેઈન છો, તો તમે આજે ખૂબ જ બિઝી રહી શકો છો. શક્ય હોય તો તમારે લાંબા અંતરની યાત્રા ન કરવી જોઈએ.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology in gujarati, Gujarati Rashifal

  विज्ञापन
  विज्ञापन