ORACLE SPEAKS 16th march: તમે મુશ્કેલ સ્થાન અથવા પરિસ્થિતિમાં પ્રવેશ કરી શકો છો. આ સાથે જ તમારી આસપાસ સતત બદલાતી જતી પરિસ્થિતી અને સંજોગોથી હવે તમે થાકેલા અને ચિડાયેલા હોવાનો અનુભવ કરી શકો છો. આ બધાથી બચવા માટે તમારે થોડો આરામ કરવાની જરૂર છે.
આજના દિવસે તમારે તમારી આંતરિક અસુરક્ષાની ભાવના, ભાવનાત્મક નબળાઈ અને વિશ્વાસની સમસ્યાઓ પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આજના દિવસે કામ વધુ હોવાને લઈ કામમાં થોડો થાકનો અનુભવ થઈ શકે છે, જો કે આની માટે કદાચ તમે જવાબદાર ન પણ હોવ. જો આ વધારાના કામ માટે તમે હાલ ઉત્સાહિત નથી તો તેને પાસ કરો.
લકી સાઈનઃ– રોઝ ક્વાર્ટઝ
વૃષભ: 20 એપ્રિલ-20 મે
દિવસ દરમ્યાન અનુભવાતો બિનજરૂરી તણાવ અને મૂંઝવણ કાર્યોમાં વિલંબ કરાવી શકે છે. તમે કરેલા કોઈપણ આયોજન તમે વધુ કાર્ય કરો છો. હાલમાં કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિ વિશે કોઈ પણ નિર્ણાયક વિચારો ન કરો તો સારું રહેશે. તમારી પાસે જે પણ વાત છે તેની હકીકત ચકાસવાનુ ન ભૂલો.
લકી સાઈનઃ– ટોપાઝ
મિથુન: 21 મે-21 જૂન
આજના દિવસે નીસબનો સાથ તમને મળવાની પૂરેપૂરી શક્યતા છે. નસીબનો સાથ મળવાથી તમે જે કાર્ય માટે પ્રારંભિક પગલું ભરવા ઈચ્છશો તે કરી શકશો. દિવસ દરમ્યાન થતી તમારી બધી વાતચીતો સરળ અને મુદ્દા પર જ રહે તેનું ધ્યાન રાખો. જો કોઈ કામમાં થોડું જોખમ હોય તો પણ કરતા અચકાવું નહીં.
લકી સાઈનઃ– પાયરાઈટ ક્રિસ્ટલ
કર્કઃ 22 જૂન-22 જુલાઇ
આજે તમે એનર્જી અને સેલ્ફ કોન્ફિડેન્સનો અનુભવ કરશો. જે સમગ્ર દિવસ દરમ્યાન તમને આશ્વસ્થ રાખશે. તમે આજે તમારા જીવનસાથી માટે એક સારો સપોર્ટ બની શકો છો, સાથે જ તેમને કેટલીક ઉપયોગી સલાહ પણ આપી શકો છો, જે તેમને લાભ અપાવશે. આજે પરિવારના બાળકો રજા માટે ઉત્સુક હોઈ શકે છે. જો કે આગામી થોડા દિવસોમાં તેનુ પણ આયોજન થાય તેવી શક્યતા છે.
લકી સાઈનઃ– બ્લૂ ક્રિસ્ટલ
સિંહ: 23 જુલાઈ- 22 ઓગસ્ટ
તમારે આજે દિલથી મજબૂત અને બહાદૂર બનવાની તાતી જરૂર છે. શક્ય છે કે મુશ્કેલ પરિસ્થિતીમાં તમારે તેનો ઉપયોગ પણ કરવો પડે. તમારા પરિવારને મોટા પાયે તમારા સહયોગની જરૂર પડી શકે છે. જો કાર્યસ્થળ પર કોઈ પર્શ્નો કે સમસ્યાઓ હોય તો તે તમામ એક પછી એક હલ થાય તેવી શક્યતા છે.
લકી સાઈનઃ– ક્લીયર ક્વાર્ટ્ઝ
કન્યા: 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર
તમે તમારા દિનચર્યામાં જે ફેરફારો વિશે વિચાર્યું હતું તેને લાગુ કરવા અથવા અમલમાં મુકવા માટે હવે સમય આવી ગયો છે. તમારા માટે એક સારી તક તમારી રાહ જોઈ રહે છે. આ તક તમારા કાર્યક્ષેત્રમાં એક નવું ડાયમેન્શન લાવશે જે કમને લાભ અપાવશે. પડોશીઓની બાબતોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
લકી સાઈનઃ– એમરાલ્ડ
તુલા: 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર
કોઈ વ્યક્તિ તમારા પદ અને સત્તાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે. જો કે તેવું ન થાય તે માટે તમારે સતત સજાગ રહેવાની અને વાતચીતને મુદ્દા પર જ ટકાવી રાખવાની જરૂર છે. તમે કોઈ પણ ફેરફારોને સ્વારકવા માટે તૈયાર છો જો કે આ ફેરફાર નાના અથના મોટા ગમે તેવા હોઈ શકે છે.
લકી સાઈનઃ– મેલાકાઈટ
વૃશ્ચિક: 24 ઓક્ટોબર - 21 નવેમ્બર
આજના દિવસમાં તમામ બાબતો સામાન્ય હોવા છતા તમે ખૂબ ખાસ હોવાનો અનુભવ કરશો. આજે તમને કોઈ પ્રતિષ્ઠિત સંસ્થા તરફથી કામ માટે સારી લીડ મળી શકે છે. આ સાથે જ તમારા આવકના સ્ત્રોત સિવાય કોઈ અન્ય સ્ત્રોતમાંથી આવક મેળવવાનો વિચાર પણ આજે તમને આવી શકે છે.
લકી સાઈનઃ– એમિથિસ્ટ
ધન: 22 નવેમ્બર - 21 ડિસેમ્બર
આજના દિવસે તમારી પ્રાથમિકતાઓને સ્પષ્ટ રીતે વ્યક્ત કરો અને તમારા કાર્યો કરવામાં તમારું શ્રેષ્ઠ આપો. લાંબા સમયથી અટકેલી નોકરીની બાબત પર કંઈક નવા સમાચાર આવી શકે છે. જો તમે સોલમેટની શોધમાં છો, તો તમને જલ્દી જ કોઈ ખાસ વ્યક્તિ મળી શકે છે. કોઈપણ પ્રકારનો વેપાર સારું પરિણામ આપી શકે છે.
લકી સાઈનઃ– સી શેલ
મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી
હવે તમારા જીવનની ગતિશીલતા બદલાઈ રહી છે અને ભૂતકાળની તમામ પેટર્ન તૂટી ગઈ છે. હવે મતે તમારા જીવનમાં કેટલીક નવી બાબતો અને નવી રચનાઓ જોઈ શકો છો. કોઈપણ બાબતમાં હાલ અડીગ અને સ્થિર રહેવાની જરૂર છે. હાલ થોડા સમય માટે બીજાને ઉધાર આપવાનું ટાળો.
લકી સાઈનઃ– જેડ પ્લાન્ટ
કુંભ: 20 જાન્યુઆરી - 18 ફેબ્રુઆરી
તમે મુશ્કેલ સ્થાન અથવા પરિસ્થિતિમાં પ્રવેશ કરી શકો છો. આ સાથે જ તમારી આસપાસ સતત બદલાતી જતી પરિસ્થિતી અને સંજોગોથી હવે તમે થાકેલા અને ચિડાયેલા હોવાનો અનુભવ કરી શકો છો. આ બધાથી બચવા માટે તમારે થોડો આરામ કરવાની જરૂર છે.
લકી સાઈનઃ– સોલ્ટ લેમ્પ
મીન: 19 ફેબ્રુઆરી - 20 માર્ચ
જો તમે વિદેશ પ્રવાસની યોજના બનાવી રહ્યા હોવ તો હોલ સમય સારો રહેશે. જો તમે વિદ્યાર્થી છો અને કોઈ નામચીન શાળામાં પ્રવેશ મેળવવા માટે પ્રત્નશીલ છો તો હાલ તેની શક્યતા ઓછી છે. તમારી જરૂરિયાતોને સમજવા માટે તમારે બ્રેકડાઉનને સરળ બનાવવાની જરૂર છે.
લકી સાઈનઃ– માર્બલ ટેબલ
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર